________________
તેથી લોકને વિશે જ જીવ- પુદ્ગલની ગતિ અને સ્થિતિ હોવાનું સ્વીકારવું જોઈએ. અને અલોકને વિશે નહિ હોતી અને લોકને વિશે જ થતી છતી તે ગતિ-સ્થિતિ ક્રિયાઓ જ, તેમ થવામાં કારણરૂપ એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામનાં દ્રવ્યો લોકમાં વિદ્યમાન છે એમ પ્રસ્થાપિત કરી આપે છે, અને તેથી તે બન્ને ક્રિયાઓ, તે બન્ને દ્રવ્યોનું લક્ષણ બને જ છે – એમ તર્કથી તે દ્રવ્યો અને તે ક્રિયાઓની વ્યાપિ પુરવાર થાય છે.
વળી આકાશ પણ જીવ-પુગલોનો આધાર-આશ્રય બનવારૂપ અવગાહના વડે ઓળખાય છે, અર્થાત્, તે દ્વારા તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેથી તે અવગાહના એ જ તેનું (આકાશનું) લક્ષણ છે. જો જીવ-પુદ્ગલોને આધાર-આશ્રયરૂપ આકાશ ન હોય તો, ધર્માસ્તિકાય તેમ જ અધર્માસ્તિકાયના ટેકાથી, ગતિ અને સ્થિતિ પરિણામે પરિણમેલાં પણ આ જીવ-પુદ્ગલો ક્યાં વર્તે - રહે ? (અર્થાત્ જીવ- પુગલો ગતિ-સ્થિતિ ક્યાં કરે? અથવા શી રીતે કરે ?) એ તાત્પર્ય છે. દા.ત. ગતિ અને સ્થિતિમાં પરિણમેલ એવા પણ (ચાલતા અને સ્થિર રહેતા એવા) દેવદત્ત વિગેરે મનુષ્યો પૃથ્વી આદિકના આધાર વિના ગતિ-સ્થિતિનો પ્રયત્ન કરી શકે નહિ. વળી એમ પણ ન કહેવું કે “(જો અવગાહનાને અંગે આકાશદ્રવ્ય માનવું અનિવાર્ય હોય તો) ત્યારે તેઓની ગતિ સ્થિતિ પણ આકાશના આલંબન વડે જ પ્રવર્તશે એટલે અન્તર્ગડુતુલ્ય – શરીર પર નીકળેલી વ્યર્થ ગાંઠ જેવા (નિષ્ફળ સરખા) ઘર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માનવાની શી જરૂર છે ?' આકાશ તો અલોકમાં પણ હોવાથી ત્યાં પણ તે જીવ-પુદ્ગલોની ગતિ-સ્થિતિનો પ્રસંગ આવે, અને તેવો પ્રસંગ આવવાથી જે દોષ પ્રાપ્ત થાય તે પૂર્વે કહ્યો છે.
પ્રશન:- જો એમ છે તો જીવ અને પુદ્ગલોના આધાર-આશ્રયરૂપે પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને જ માનો – સ્વીકારો! (આકાશની શી જરૂર છે ?).
ઉત્તર:- જો તમો એ પ્રમાણે (ધર્માધર્માસ્તિકાયને જ આધારરૂપે સ્વીકારવાનું) કહેતા હો તો તે વાત અયુક્ત છે. કારણ કે આધારશક્તિ આકાશમાં જ પ્રાપ્ત થયેલી છે. અને ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું સામર્થ્ય તો કેવળ ગતિ-સ્થિતિના જ ઉપખંભમાં - આલંબનમાં છે. અને અન્ય વડે સાધ્ય એવું કાર્ય અન્ય સાધી શકતો નથી (અર્થાત્ જેનું જે કાર્ય છે તે જ તે કાર્ય કરે છે, પરન્તુ બીજો કોઈ પદાર્થ કરતો નથી.) કારણ કે જો તેમ થાય તો અતિ પ્રસંગ દોષ આવે; અને તેમ થવાથી અગ્નિ વડે થતો એવો દાહ અને પાક તે જળ વિગેરેથી પણ થવાનો પ્રસંગ આવે. વળી એવો પણ તર્ક કરવો યોગ્ય નથી કે એવા પ્રકારની શક્તિ (આધારશક્તિ) એની જ (આકાશની જ) કેમ છે? અને બીજાની કેમ નથી? એ તર્ક તો કેવળ અજ્ઞાનતા જ સૂચવે છે. કારણ કે એ પ્રશ્નને વ્યાજબી ગણીએ તો પછી અગ્નિ અને જળ વિગેરે સર્વ પદાર્થોમાં પણ એવા પ્રશ્નનો-તર્કનો પ્રસંગે ઉપસ્થિત થાય. વળી યુક્તિ વડે, આગમપ્રમાણ વડે, અને લોકપ્રસિદ્ધિ વડે પણ પ્રત્યેક જીવને પ્રસિદ્ધ (પ્રત્યેક જીવના ઉપયોગમાં વા માનવામાં આવતું) એવું આકાશ તે પ્રમાણરહિત છે, એમ કહેવું યોગ્ય નથી. વળી અતીન્દ્રિય પદાર્થોમાં ૧. જે લક્ષણ જે વસ્તુનું નિર્મીત કર્યું હોય, તે લક્ષણ તે વસ્તુ સિવાય બીજી વસ્તુઓમાં પણ પ્રાપ્ત થતું હોય તો તે અંતિપ્રસંસા રોષ ગણાય.
Jain Education International
For Privatlersonal Use Only
www.jainelibrary.org