________________
આવલિકા વિગેરે કાળભેદો વાસ્તવિક નથી, અને તેથી કાળદ્રવ્યમાં અસ્તિકાયતા પણ નથી. એ કારણથી જ અન્ય ગ્રંથોમાં કાળને વર્તમાન ૧ સમયરૂપ જ નિર્ધારીને - સ્પષ્ટતા જુદો દર્શાવીને કહેલો છે, પરન્તુ સામાન્યથી “કાલ” એવા નામે કહ્યો નથી.
જે કારણથી સિદ્ધાન્તમાં કહ્યું છે કે – | અંતે ! વળ્યા પન્નત્તા ? રોયના, ઇ ટુવ્વા पन्नत्ता, तं जहा - धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासस्थिकाए जीवस्थिकाए पोग्गलत्थिकाए મથ્યાસમg (અર્થ :- હે ભગવંત ! દ્રવ્ય કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! દ્રવ્ય છ કહ્યાં છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અધ્ધાસમય.) એ સંબંધિ હવે વિશેષ વિસ્તાર વડે સર્યું.
એ પ્રમાણે ઘર્માસ્તિકાય વિગેરે ચાર અજીવ-દ્રવ્યો અરૂપી જાણવાં, તથા પુદ્ગલો અને તે અસ્તિકાય તે પુર્નાતિય’ એમ જે અન્ય સ્થાને કહ્યું છે તે મુદ્દગલાસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુના ભેદથી ચાર પ્રકારનો છે, અને તે રૂપી છે, તે કારણથી ગાથામાં વંધા ટેસે ઈત્યાદિ કહ્યું છે.
ત્યાં ઈંધ તે અનંતાનંત પરમાણુઓના સમૂહરૂપ, માંસચક્ષુ (ચર્મચક્ષુ વડે) ગ્રહણ કરી શકાય (દેખી શકાય) એવા સ્તંભ-ઘટ વિગેરે જાણવા. અને માંસચક્ષુને અગ્રાહ્ય એવા સ્કંધો તે અચિત્ત મહાઅંધ વિગેરે પણ જાણવા. તથા તે જ સ્કંધમાં ઊર્ધ્વ - ઉપર, નીચે અને મધ્ય ભાગમાં વર્તનારા સ્થૂલખંડરૂપ અવયવો- અંશો તે દેશ જાણવા. અને તે દેશરૂપ અવયવોના પુનઃ અતિસૂક્ષ્મ ખંડ-અંશરૂપ અવયવો તે પ્રદેશ જાણવા. તથા ઉત્તિડવિ ય = અણુ તે પણ અર્થાત્ નિર્વિભાગ એક પરમાણુ પણ પુદ્ગલ છે. અહીં ‘સપુ: માં એકવચન છે તે પરમાણુ-જાતિનો નિર્દેશ કરે છે; અર્થાત્ જે જે પરમાણુ છે તે તમામ પુદ્ગલ છે એવો અર્થ સૂચવે છે. (વસ્તુની જાતિ સૂચવવા માટે હંમેશા એકવચન વપરાય છે). અને જો અહીં પરમાણુની જાતિને બદલે વ્યક્તિશઃ પરમાણુ લેવા હોય તો “વ” એમ બહુવચનપરક વ્યાખ્યા ‘પુત્તિ’ શબ્દની કરવી. અર્થાત્ “બધા પરમાણુઓ' પુગલ છે એમ જાણવું. કેમ કે વેરવિખેર કે છૂટા છવાયા, એકલા પરમાણુઓ પુત્રીનાસ્તિહાય - દ્રવ્યમાં અનંતાનંત છે; અને જાતિસૂચક એકવચન દ્વારા તે દરેકનો સંગ્રહ થઈ શકે તેમ ન હોવાથી એકત્વ અનુપાત્ર છે (માટે “પરમાણુઓ પુદ્ગલ છે” એમ બહુવચન વધુ યોગ્ય છે). એ પ્રમાણે તે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપ ચારે પ્રકારનાં પુગલો પુનાસ્તિકાય ગણાય, અને તે અજીવદ્રવ્યરૂપ છે, તેમજ રૂપી એટલે મૂર્તિમંત જ છે એમ જાણવું. પ્રતિસમય પૂરાવું અને ગળવું (મળવું અને વિખરાવું) એવા સ્વભાવવાળાં હોવાથી એ પુત્તિ કહેવાય છે. કારણ કે દ્રવ્યો (પુદ્ગલો) કોઈક દ્રવ્યમાંથી (સ્કંધમાંથી) છૂટાં પડે છે, એટલે વિયુક્ત થાય છે, અને કોઈક દ્રવ્યને પોતાના સંયોગથી – સંબંધથી પૂરે છે એટલે પુષ્ટ કરે છે, માટે પૂરણ-ગલન ધર્મથી એ પુદ્ગલ કહેવાય છે.
એ પ્રમાણે એ ધર્માસ્તિકાય વિગેરે પાંચે દ્રવ્યો યથાસંભવ મૂર્તામૂર્ત સ્વરૂપ = રૂપી અરૂપીપણાવાળાં અજીવ-દ્રવ્યો જાણવાં. એ ગાથાર્થ કહ્યો. [૮પ
વતરણ : પ્રશ્ન: જીવદ્રવ્યનું “ઉપયોગ લક્ષણ કહ્યું. તે ઉપયોગના દર્શને જીવદ્રવ્યની
Jain Education International
For Privat
Personal Use Only
www.jainelibrary.org