________________
સત્તા સ્વીકારીએ છીએ. પરન્તુ એ રીતે ધર્માસ્તિકાય વિગેરે અજીવ-દ્રવ્યોનું શું લક્ષણ છે, કે તે લક્ષણ દેખીને તેની સત્તા પણ સ્વીકારી શકાય? એવી આશંકા કરીને તેના ઉત્તરરૂપે હવે ગ્રંથકર્તા આ ગાથા કહે છે :
गइ-ठाण- वगाहण- लक्खणाणि कमसो य वत्तणगुणो य । रूवरसगंधफासाइ, कारणं कम्मबंधस्स ॥८६॥
થાર્થ : એ પાંચ અજીવ-દ્રવ્યોનાં લક્ષણો અનુક્રમે ગતિ-સ્થિતિ-અવગાહના- વર્તના ગુણ અને રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ છે. તે (પુદ્ગલ) કર્મબંધનું કારણ છે. I૮૬
ટીવાર્થ : વસ્તુઓ જેના વડે = એટલે ઓળખાય અર્થાત્ સત્પણે સમજાય તે નક્ષ કહેવાય. ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયનાં કમસો = અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહના એજ લક્ષણો છે. ત્યાં જીવ અને પુગલોનું એક સ્થાનથી બીજે સ્થાને પ્રાપ્તિરૂપ ગમન એટલે ગતિ, તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે. તથા ગતિથી નિવૃત્ત થવારૂપ (એટલે ગતિના અભાવરૂપ) જે સ્થિતિ તે સ્થાન, તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે. તથા અવગાહન કરવું (રહેવું) તે અવગાહના, ગતિ અને સ્થિતિના પરિણામે પરિણત થયેલાં એજ જીવ- પુદ્ગલોને અવકાશ-જગ્યા આપવારૂપ એટલે આશ્રય થવારૂપ જે પરિણતિ અર્થાત્ આધારપણાની પ્રતિપત્તિ (આધાર રૂપે થવું) તે અવગાહના, તે આકાશાસ્તિકાયનું લક્ષણ છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે કે –
છે ધર્માસ્તિકાયાદિ અજીવ-દ્રવ્યનાં લક્ષણો / જીવોની અને પુદ્ગલોની ગતિક્રિયા તથા સ્થિતિક્રિયા અન્યથા બીજી રીતે ઉપપન્ન યુક્તિથી ઘટમાન ન હોવાથી (એટલે જીવ- પુદ્ગલોની ગતિ અને સ્થિતિ કોઈપણ અપેક્ષા કારણ વિના નહિ થઈ શકતી હોવાથી) ધર્માસ્તિકાયની અને અધર્માસ્તિકાયની સત્તા વિદ્યમાનતા માનવી-સ્વીકારવી જોઈએ. માટે ધર્માસ્તિકાયનું “ગતિ' અને અધર્માસ્તિકાયનું ‘સ્થિતિ' એમ લક્ષણ છે. આ સ્થાને એમ ન કહેવું કે - “જીવ-પુદ્ગલોની ગતિ- સ્થિતિ પ્રવર્તશે, પરન્તુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નહિ હોય, તો તેમાં પ્રતિ બંધ શું ? અર્થાત્, ધર્મ-અધર્મ હોય તોજ જીવ-પુદ્ગલોની ગતિ-સ્થિતિ સંભવે, અન્યથા નહિ, એવો પ્રતિબંધ એટલે કે એવી વ્યાપ્તિ નથી. તો ધર્મ-અધર્મ વિના પણ જીવ-પુદ્ગલોની ગતિ-સ્થિતિ તો થયા જ કરવાની, એમ માનવામાં શી હાનિ ?'
કારણ કે જો તે બે (ધર્મ-અધર્મ) ન હોય છતાં પણ જીવ- પુદ્ગલોની ગતિ અને સ્થિતિ થતી હોય તો અલોકમાં પણ જીવ-પુગલોની ગતિ- સ્થિતિનો પ્રસંગ આવે, અને અલોકમાં પણ જો તેઓની ગતિ- સ્થિતિ હોય તો અલોક અનન્ત (અનન્તપ્રદેશી તથા અનન્ત યોજનપ્રમાણ મહાક્ષેત્રવાળો) હોવાથી જીવ અને પુગલો લોકમાંથી નીકળીને તેમાં (અલોકમાં) પણ પ્રવેશ કરે, અને તેમ થવાથી કોઈક વખત એવો પણ પ્રસંગ આવે કે લોકાકાશ કોઈ વખત ૧-૨-૩ આદિ જીવ- પુદ્ગલવાળો જ રહી જાય, અને કદાપિ જીવ-ગુગલ-રહિત શૂન્ય પણ થઈ જાય. અને આવું તો કદી બન્યુ (૬૪) નથી અને આવું બને તે રૂટ પણ નથી.
For Privatl 3ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org