________________
મર્યાદા વડે શોભે છે, અર્થાતુ પોતાના સ્વભાવનો લાભ પામવા વડે તથા (આકાશમાં) અવસ્થિતિ કરવા વડે દીપે છે, તે “આકાશ' છે. અથવા બીજો અર્થ વિચારતાં, સર્વભાવે તેના (આકાશના) સંયોગના અનુભવરૂપ અભિવિધિ વડે પદાર્થો જેને વિષે વાન્ડે એટલે તેવી જ રીતે દીપે છે- પ્રકાશે છે, તે છાશ. વળી તે આકાશરૂપ અસ્તિકાય તે વિશાશાસ્તવ, અર્થાત્ લોકમાં અને અલોકમાં પણ વ્યાપી રહેલો અનન્ત પ્રદેશવાળો એક પદાર્થવિશેષ તે આકાશાસ્તિકાય, એ ભાવાર્થ છે. (એ પ્રમાણે આકાશદ્રવ્યનો શબ્દાર્થ કહ્યો). તથા સર્વ વસ્તુઓના સમૂહનું ઝનન એટલે સંખ્યાન (એટલે ગણના અથવા વિચારણા) તે કાલ કહેવાય; અથવા “આ પદાર્થને આ રૂપે ઉત્પન્ન થયાને એક સમય કે આવલિકા કે મુહૂર્ત વિગેરરૂપ કાળ થયો' - એવા પ્રકારે, કેવળજ્ઞાની વગેરે મહાત્માઓ, સર્વ સચેતન કે અચેતન પદાર્થોને જેના વડે જાણે તે પદાર્થ “કાલ'. તે સમય- આવલિકા ઈત્યાદિ સ્વરૂપવાળો પદાર્થવિશેષ છે. અથવા એજ સમય- આવલિકા વિગેરે ના એટલે કાળના અંશ તે વડે બનેલો અથવા તે કાળના અંશોનો સમૂહ તે કહેવાય, અને તે સમય- આવલિકા ઇત્યાદિ (અનેક ભેદના) સ્વરૂપવાળો જ છે. (એ પ્રમાણે કાળદ્રવ્યનો શબ્દાર્થ કહ્યો).
| | કાળદ્રવ્યમાં દ્રવ્યપણાની ચર્ચા છે. પ્રશ્ન :- જેમ ધર્માસ્તિકાય, (અધર્માસ્તિકાય) એમ કહ્યું તેમ કાળને માટે કાલાસ્તિકાય કેમ કહેતા નથી? (અર્થાત્ કાળને “અસ્તિકાય' શબ્દનો સંબંધ કેમ નથી?)
ઉત્તર:- આ પ્રશ્ન બરાબર નથી. કાળદ્રવ્યને કાલાસ્તિકાય કહી શકાય તેમ નથી; કારણ કે અસ્તિકાય તો ઘણા પ્રદેશો હોય તો જ કહેવાય, અને કાળદ્રવ્યમાં તે ઘણા પ્રદેશો છે નહિ. કારણ કે ભૂતકાળના સમયો નાશ પામેલા હોવાથી તથા ભવિષ્યકાળના સમયે હજી ઉત્પન્ન થયેલા નહિ હોવાથી પ્રજ્ઞાપકની પ્રરૂપણા વખતે (ઉપદેશકના કથનસમયે) તો વર્તમાનકાળનો એક જ સમય વર્તતો હોય છે.
પ્રઃ જો એ પ્રમાણે (ઉપદેશકના કથન સમયનો ૧ સમયરૂપ જ કાળ હોવાથી એક જ પ્રદેશરૂપ) હોય તો આવલિકા, મુહૂર્ત, દિવસ વિગેરેની પ્રરૂપણાના અભાવનો જ પ્રસંગ આવે; કારણ કે આવલિકા વિગેરે કાળભેદો અસંખ્ય સમયાત્મક છે, જે કાળમાં ઘણા પ્રદેશો હોવાનું માનીએ તો જ ઘટી શકે તેમ છે. (અર્થાતુ, જો આવલિકા આદિ કાળ-પ્રકારોને માનવાના હોય, તો કાળને ૧ સમયરૂપ અથવા ૧ પ્રદેશરૂપ જ કેમ કહેવાય ?)
ઉત્તર: એ વાત સત્ય છે. પરન્તુ (આવલિકા ઇત્યાદિ ઘણા પ્રદેશોરૂપ કાળભેદ જે ગણાય છે તે), ફક્ત, સ્થિર (નિત્ય) અને પૂર (બાદર) એવી ત્રણે કાળમાં વર્તનારી વસ્તુઓનો સ્વીકાર કરનાર એવા વ્યવહારનયના મતની અપેક્ષાએ તે આવલિકાદિક કાળની પ્રરૂપણા કરાય છે. બાકી નિશ્ચયનય તો એમ માને છે કે – ધર્માસ્તિકાય વિગેરે પદાર્થોમાં જેમ પોતાનો પ્રદેશરાશિ છે તેની માફક આવલિકાદિકને વિષે સમયરાશિ નથી, કારણ કે ભૂતકાળનો સમયરાશિ વિનાશ પામી ગયેલ હોવાથી અને ભવિષ્યકાળનો સમયરાશિ હજી ઉત્પન્ન નહિ થયેલ હોવાથી (ગમે તે વખતે પણ) કેવળ વર્તમાનકાળનો જ ૧ સમય વિદ્યમાન હોય છે, માટે For Private Irsonal Use Only
www.jainelibrary.org
Jain Education International