________________
ઉપયોગ તે જીવનું લક્ષણ છે એમ ભાવાર્થ છે. એ પ્રમાણે અહીં ૮૩ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો ||૮રૂTI તિ નીવનક્ષણાનિ ||.
અવતરણઃ હવે ચાલુ વિષયના ઉપસંહાર માટે અને એ જે વાત કહી તે ઉપરથી જ ઉપજતા પ્રાસંગિક (પ્રસંગથી પ્રાપ્ત થયેલા) અજીવનાં લક્ષણ કહેવા રૂપ વિષયની પ્રસ્તાવના રચવા માટે આ ૮૪ મી ગાથા કહે છે :
एवं जीवसमासा, बहुभेया वनिया समासेणं ।
एवमिह भावरहिया, अजीवदव्या उ वित्रेया ॥८४॥ Sાથાર્થ એ પ્રમાણે જીવસમાસ (ગુણસ્થાનો વડે સંગૃહીત કરેલા જીવભેદો) ઘણા પ્રકારના છે, તે સંક્ષેપથી કહ્યા, અને એ રીતે તે ૧૨ પ્રકારના ઉપયોગરૂપ) તેવા ભાવ-સ્વભાવ રહિત તે અજીવ-દ્રવ્યો જાણવાં. [૮૪ો.
ટીફાઈ: વુિં = પૂર્વે કહેલા પ્રકારે નીવતમસા એટલે સમગ્ર જીવરાશિનો સંગ્રહ થાય તેવા જીવસંક્ષેપ (જીવભેદ) વન્નિયા એટલે વર્ણવ્યા. તે જીવસમાસો કેવા પ્રકારના છે ? તે કહે છે – મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન આદિ ગુણસ્થાનના પ્રકારે અથવા પ્રસંગથી કહેવાયેલા એકેન્દ્રિય, કીન્દ્રિય આદિ પ્રકારો વડે અથવા તો ગતિ આદિ માર્ગણાધારોના પ્રકાર વડે જેના ઘણા ભેદ છે, તે બહુ ભેદવાળા જીવો-જીવસમાસો કહા અર્થાત્ જીવસમાસો પૂર્વે કહેલા ઘણા ભેદો વડે પ્રતિપાદન કર્યા; અને તે પણ સમાસેળ = સંક્ષેપથી જ પ્રતિપાદન કર્યા. કારણ કે તેનો ઘણો વિસ્તાર તો સિધ્ધાન્તરૂપી સમુદ્રથી જ જાણી શકાય તેમ છે.
પ્રશ્ન:- જે જીવભેદો પૂર્વે કહેલા સ્વરૂપવાળા છે, તો અજીવો કેવા પ્રકારના અને કયા લક્ષણવાળા છે ? તે કહો; કારણ કે પ્રતિપક્ષ પદાર્થોનું સ્વરૂપ કહ્યું છતે જ તેનાથી વ્યાવૃત્ત સ્વરૂપવાળો (ભિન્ન સ્વરૂપવાળો) અર્થ-પદાર્થ સુખે જાણી શકાય છે. આવી આશંકા કરીને, જીવસમાસોનું પ્રતિપાદન પ્રસ્તુત હોવા છતાં તેના પ્રતિપક્ષી તરીકે તેની નજીકના સંબંધવાળા અજીવભેદોને પણ પ્રસંગથી પ્રતિપાદન કરવાની (કહેવાની) ઈચ્છાએ તેની પ્રસ્તાવના માટે ગ્રંથકર્તા કહે છે કે –
ઉત્તર:- gવમિદ માવદિયા ઈત્યાદિ. એટલે જેમ પૂર્વે કહેલા સ્વરૂપવાળાં જીવ-દ્રવ્યો જાણ્યાં તેવી રીતે અજીવ-દ્રવ્યો પણ આ લોકમાં જાણવા યોગ્ય છે, એ સંબંધ છે. અહીં તુ શબ્દનો
પિ અર્થ છે. તે અજીવ-દ્રવ્યોને પણ જો જાણી લઈએ તો આ ગ્રંથમાં જ આગળ ઉપર તથા અન્યત્ર- અન્ય ગ્રંથોમાં પણ પ્રયોજનસિદ્ધિનો સંભવ છે (એટલે આ ગ્રંથમાં આગળ, અથવા બીજા ગ્રંથોમાં પણ, અહીં જાણેલાં અજીવ-દ્રવ્યો વડે જીવ અને અજીવ પદાર્થ સુખપૂર્વક સમજી શકાય, એ પ્રયોજન છે), એ તાત્પર્ય છે.
હવે તે અજીવ-દ્રવ્યો કેવા પ્રકારનાં છે? તે ગ્રંથકર્તા કહે છે કે- માવદિય = અહીં ભાવ ૧. અહીં ઘણા ભેદોપૂર્વક જીવ કહ્યા' એમ કહીને પુનઃ તે સંક્ષેપથી કહ્યા' એમ કહ્યું તે એ કહેલા ઘણા ભેદોથી પણ હજી ભિન્ન ભિન્ન પ્રકારે એથી પણ ઘણા ભેદો તેમજ તે ભેદોનું ઘણું વિસ્તૃત સ્વરૂપ સિદ્ધાન્તમાં છે એમ જણાવવા માટે
જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org