________________
અર્થગ્રહણરૂપ પરિણામ વડે પરિણમે તે ઉપયોગ કહેવાય. અર્થાત્ કંઈપણ વિશેષતા રહિત સામાન્યપણે જે બોધ તે ઉપયોગ. વળી તેને વિશેષ પ્રકારે વિચારીએ તો તે ઉપયોગ બે પ્રકારનો છે - ૧. સાકાર ઉપયોગ અને ૨. નિરાકાર ઉપયોગ. ત્યાં ગ્રહણ કરવા યોગ્ય અર્થસંબંધી આકાર (વિશેષ ધર્મ) સહિત જે પ્રવર્તે તે સાગર ઉપયોગ, અને જે ઉપયોગમાં ગ્રાહ્ય અર્થસંબંધી આકાર (વિશેષ ધર્મ) વર્તતો નથી તે અનાાર ઉપયોગ. ત્યાં સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે. તે કેવી રીતે ? તે કહે છે. -
નાળ પંચવિદ્ ઇત્યાદિ. જેના વડે વસ્તુ વિશેષ પ્રકારે જ્ઞાયતે એટલે પરિચ્છેદ કરાય તે જ્ઞાન. તે આભિનિબોધિક જ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારનું છે. એ પાંચે પ્રકારનું જ્ઞાન તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન એ ત્રણ પ્રકારનું અજ્ઞાન તે સવ્વ સર એટલે તે સર્વે (આઠે બોધ) સાકાર છે, અર્થાત્ સારોપયોગ છે.
તથા અનાકારોપયોગ ૪ પ્રકારનો છે. કેવી રીતે ? તે કહે છે વધુ વંસળું એટલે ચાર દર્શન, તેમાં પહેલું ચક્ષુદર્શન છે. તેનો અર્થઃ - ચક્ષુ વડે જે દર્શન એટલે પદાર્થનું સામાન્ય આકારે પર્યાલોચન (વસ્તુનો સામાન્ય બોધ) તે ૧. ચક્ષુર્રર્શન, તથા અચક્ષુ વડે એટલે ચક્ષુ સિવાયની ૪ ઇન્દ્રિયો વડે અને મન વડે જે દર્શન એટલે વસ્તુનું સામાન્ય આકારે ગ્રહણ તે ૨. અવક્ષુર્રશ્ન. તથા અવધિ વડે જે દર્શન અથવા તો અવધિ એજ દર્શન તે ૩. ઞધિવર્શન. તથા કેવલ એટલે (ઇન્દ્રિય અથવા મનની) સહાય વિનાનું એટલે ચક્ષુદર્શન આદિ વડે અસહચારી (રહિત) જે દર્શન તે ૪. છેવત્તવર્ણન જાણવું. વળી એ ચારે દર્શન અર = ઞનાદાર એટલે જેનો આકાર વિદ્યમાન નથી તે અનાકાર, એવું છે, અર્થાત્ એ ચારે દર્શન અનાકાર ઉપયોગરૂપ છે એ ભાવાર્થ છે.
=
પ્રશ્ન:- ‘મનુષ્ય મનુષ્ય' ઇત્યાદિ રીતે સામાન્ય આકારરૂપે વસ્તુનું ગ્રહણ થાય ત્યારે તે દર્શન કહેવાય છે, અને તે જ વસ્તુનું ‘આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ દેવદત્ત છે, આ યશદત્ત છે’ ઇત્યાદિ વિશેષ આકારરૂપે ભાન થાય ત્યારે તે જ્ઞાન કહેવાય છે. એ પ્રમાણે દર્શનોપયોગમાં પણ પદાર્થનો સામાન્ય આકાર તો ભાસમાન થાય છે જ. તો દર્શનોપયોગમાં અનાકા૨૫ણું (આકારનો અભાવ) કેવી રીતે ગણાય ?
ઉત્તર:- એ વાત સત્ય છે, પરન્તુ જેમ કન્યાને ઉદર (પેટ) છે, તો પણ ગર્ભવાળું ઉદર ન હોવાથી ‘અનુદરા કન્યા’ એટલે ‘કન્યા ઉદર વિનાની છે' એમ લોકમાં કહેવાય છે; તથા જેમ એક રૂપિયો વિગેરેરૂપ અલ્પ ધન હોવા છતાં વિશિષ્ટ પ્રકારનું ઘણું ધન ન હોવાથી ‘દેવદત્ત નિર્ધન છે’ એમ લોકમાં કહેવાય છે, તેમ અહીં પણ દર્શનોપયોગમાં વસ્તુનો સામાન્ય આકાર વર્તવા છતાં, જ્ઞાન વડે ગ્રહણ કરાય છે તેવા પ્રકારનો વિશિષ્ટ આકાર ન હોવાથી દર્શનોપયોગમાં અનાકા૨૫ણું કહેવાય છે, માટે એ બાબતમાં કોઈ દોષ નથી.
એ રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ સર્વે સાળાર ઉપયોગ છે, માટે સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે. અને ચક્ષુદર્શન વિગેરે ચાર દર્શનો તે અનાર્ ૩૫યોગ છે. એ પ્રમાણે આ અનાકાર ઉપયોગ ચાર પ્રકારનો છે એમ સિદ્ધ થયું.
For Privat3ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org