________________
સમ્મનિષ્ઠો [ડું છાનું (સમ્યમિથ્યાદ્રષ્ટિ કાળ ન કરે)” એવું વચન હોવાથી. માટે તે મિશ્રગુણસ્થાનવાળા જીવોને વિગ્રહગતિનો સંભવ જ ક્યાંથી હોય? અને જો વિગ્રહગતિ ન હોય તો અનાહારીપણું પણ કેવી રીતે હોય? (માટે મિશ્રગુણસ્થાનવર્તી જીવો અનાહારી ન હોય, પરન્તુ આહારી જ હોય).
તથા દેશવિરતિથી ક્ષીણમોહ ગુણસ્થાન સુધીનાં આઠ ગુણસ્થાનમાં વર્તતા જીવો વિગ્રહગતિમાં સંભવતા નથી. કારણ કે પરભવમાં જતાં માર્ગમાં દેશવિરતિ વિગેરેને યોગ્ય અધ્યવસાયોનો જ સિદ્ધાન્તમાં નિષેધ કરેલો છે. તેથી તે જીવોને (આઠ ગુણસ્થાનવાળા જીવોને) પણ અનાહારકપણું ક્યાંથી હોય? (માટે તે પ થી ૧૨ સુધીના ગુણસ્થાનવાળા જીવો આહારી જ હોય છે). તથા સમુદ્યાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયને વર્જીને શેષ સયોગી કેવલીઓ પણ અનાહારી સંભવતા નથી. કારણ કે તેઓને વિગ્રહગતિનો અભાવ છે. અને જે તે મિશ્રદૂષ્ટિ, દેશવિરતિ આદિ આઠ, અને સમુદ્યાતના ત્રીજા, ચોથા, પાંચમા સમય સિવાયના કેવલીઓ એ સર્વે જીવો તથા વિગ્રહગતિ સિવાયના મિથ્યાદૃષ્ટિઓ, સાસ્વાદનીઓ, અને અવિરતસમ્યગુદૃષ્ટિઓએ સર્વે પણ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે અનાહારીપણાથી રહિત હોવાથી સર્વે આહારીપણામાં વર્તે છે, એમ સામર્થ્યથી કહેલું જ જાણવું. એ પ્રમાણે આહારકદ્વાર સમાપ્ત થયું. અને એ આહારકતાર સમાપ્ત થયા સાથે ગતિથી પ્રારંભીને આહારક માર્ગણા સુધીનાં ૧૪ દ્વારોમાં (૧૪ માર્ગણાઓમાં અને ૬ ૨ પ્રતિમાર્ગણાઓમાં) ચૌદ ગુણસ્થાનરૂપ ૧૪ જીવભેદ પણ વિચાર્યા (એટલે ૧૪ માર્ગણામાં ૧૪ ગુણસ્થાનક કહ્યાં). અને તે વિચારવા સાથે સંતપયાવાયા વલ્વ માપ વે ઇત્યાદિ પદવાળી ગાથામાં કહેલું પહેલું સત્વ રૂપUTI દ્વાર સમાપ્ત થયું. // તિ પ્રથમ સત્વરૂપUTTદ્વાર સમાતમ્ II૮//
વિતર: હવે બૈજું દ્રવ્યપ્રHIMદ્વાર કહેવાનો અવસર છે, તો પણ તે કહેવાશે નહિ, કારણ કે તે દ્વાર કહેવાનું બાકી છે, તે પહેલાં વચમાં જ કોઈ પ્રશ્ન કરે છે કે – તમોએ ગતિ વિગેરે ૧૪ માર્ગણાઓમાં ૧૪ ગુણસ્થાનરૂપ જીવભેદ વિચાર્યા - કહ્યા, પરન્તુ જે કોઈપણ પ્રકારના સાધારણ (સર્વને એક સરખી રીતે લાગુ પડી શકે તેવા) લક્ષણ વડે જીવ અજીવથી ભિન્ન સમજાય છે, તેવું સાધારણ લક્ષણ તો તમોએ હજી સુધી પણ અહીં કહ્યું નહિ. તો તેવા પ્રકારનું જીવનું લક્ષણ જાણ્યા વિના અજીવથી વિલક્ષણ (ભિન્ન લક્ષણવાળા) જીવોને સમજવા જ કેવી રીતે ? એવા પ્રકારની આશંકા કરીને તેના પ્રત્યુત્તરરૂપે હવે સર્વ જીવોનું જે સાધારણ લક્ષણ છે તે કહે છે :
नाणं पंचविहंपि य, अण्णाणतिगं च सव्यसागारं । चउदंसणमणगारं, सब्वे तल्लक्खणा जीवा ।।८३॥
થાર્થ: પાંચ પ્રકારનું જ્ઞાન પણ અને ત્રણ પ્રકારનું અજ્ઞાન એ સર્વે (આઠ) સાકાર ઉપયોગ છે, અને ચાર પ્રકારનું દર્શન તે અનાકાર ઉપયોગ છે, અને સર્વે જીવો એ ૧૨ પ્રકારના ઉપયોગરૂપ લક્ષણવાળા છે. I૮૩ણા
ટીવાર્થ: અહીં ઉપયોજન (સમીપમાં જોડાવું, અર્થાત્ ગ્રાહ્ય અર્થ પ્રત્યે આત્માનું જોડાવું) તે ઉપયોગ. અથવા જેના વડે, અથવા જેનાથી, અથવા જેને વિષે, જીવ ‘ઉપયુન્યતે” એટલે
For Prive 3 ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org