________________
અને તે અવધારણ “અયોગ વ્યવચ્છેદ' પ્રકારનું હશે. એટલે અહીં ‘વિગ્રહગતિમાં (પણ) અનાહારક (જીવો) સંભવે છે જ' એવું અવધારણ થશે. જેમ “આકાશમાં પંખી” તથા “જાળમાં માછલું' (એ વાક્યોમાં “સંભવે જ' એવું અવધારણ કલ્પાય છે, તેમ અહીં પણ કલ્પવાનું છે). અધિક વિસ્તારથી અહીં સર્યું.
છે સોન યોની વસ્તીમાં અનાદરવનું છે. - તથા સમવહત એટલે સમુદ્યાતને પ્રાપ્ત થયેલા એવા સયોગીકેવલીઓ પણ સમુદ્યાતમાં ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણ સમયોમાં કેવળ કાર્પણ કાયયોગ વખતે અનાહારી હોય છે, એ વાત આ ગ્રંથમાં પણ પ્રથમ સવિસ્તર કહેવાઈ ગઈ છે જ. અને અયોગી કેવલીઓ તો સર્વથા અનાહારક જ હોય છે. કારણ કે આહાર ગ્રહણ કરવામાં કારણભૂત એવા ઔદારિકાદિ શરીરનો અને સુધાદિ વેદનીયકર્મનો અયોગી કેવલીઓમાં અભાવ છે માટે.
ઓજ આહાર, લોમ આહાર, અને પ્રક્ષેપાહાર .. વળી પૂર્વે કહેલા અનાહારી જીવો સિવાયના શેષ સર્વે જીવો આહારી જ હોય છે, કારણ કે ઓજ આહાર, લોમ આહાર અને પ્રક્ષેપઆહાર (કવલાહાર) એ ત્રણ આહારને, આહાર ગ્રહણનું કારણ હોવાથી (ઔદારિકાદિ શરીર હોવાથી) યથાસંભવ કરે છે જે માટે ત્યાં મોનસ એટલે તૈનમ્ શરીર વડે અર્થાતુ પોતાના સહચારી (અનાદિ કાળથી તૈજસ શરીર સાથે સંબંધવાળા) કાર્મણશરીરહિત એવા તૈજસ શરીર વડે જે આહાર તે કોનહીર. અહીં
ઓજસ્” શબ્દમાંથી સુ નો લોપ થયો છે (તેથી ઓજસ આહારને બદલે ઓજઆહાર નામ છે. અથવા નોનસ્ એટલે પોતાના ઉત્પત્તિસ્થાનને યોગ્ય શુક્રસહિત શોણિત (વીર્યસહિત રૂધિર) વિગેરે પુગલોનો સમૂહ; તેનો જે આહાર તે સોનીહીર. આ ઓજઆહાર સર્વ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં જ અંતર્મુહૂર્ત સુધી હોય છે, એમ જાણવું. (ારૂતિ ओजआहारस्वरूपम् ।।
તથા લોમ - રૂંવાડાનાં છિદ્રો વડે, શિશિર તથા વર્ષાઋતુ વગેરેના કાળમાં સંભવનાર શીતલ જલ આદિનાં પુદ્ગલોનું ગ્રહણ થવું તે લોકાહાર. અને તે આહાર, પર્યાપ્તિ પૂરી થયા પછીથી ભવની સમાપ્તિ થાય ત્યાં સુધી, સર્વ જીવોને હોય છે.
તથા પ્રક્ષેપણ એટલે મુખમાં પ્રવેશ કરાવવો તે પ્રક્ષેT; તે રૂપે ઓદન (ભાત) વિગેરેનો આહાર તે પ્રક્ષેપાર કહેવાય. અથવા જે વસ્તુ મુખમાં પ્રક્ષેપાય તે પ્રક્ષેપ. તે ભાતના કવલ (કોળિયા) વિગેરે; તેનો જે આહાર તે પ્રક્ષેપાદર (એ રીતે બે પદ્ધતિએ અર્થ કહ્યો). એ પ્રક્ષેપઆહાર વિકસેન્દ્રિયોને, પંચેન્દ્રિય તિર્યંચોને તથા મનુષ્યોને જ જાણવો. વળી તેઓને પણ એ આહાર કદાચિત્ કદાચિતું હોય છે, પરન્તુ પ્રતિસમય (અવિરહિત) હોતો નથી. જે કારણથી કહ્યું છે કે –
૧. આ ઇવકારરૂપ અવધારણ “અત્યન્તાયોગવ્યવચ્છેદ' નામક અવધારણ છે. આ અવધારણ વાક્યમાં હમેશાં ક્રિયાપદની સાથે જોડાય છે, અને એ અવધારણથી જે તે પદાર્થમાં જે તે પદાર્થની સંભાવના અવશ્ય હોવાનું - અને તેનો અભાવ નહિ હોવાનું સિદ્ધ થાય છે. ૨. એ બે પ્રકારના અર્થમાં પહેલો અર્થ ક્રિયાવાચક છે, અને બીજો અર્થ પદાર્થવાચક છે, માટે બન્ને અર્થ સાર્થક છે.
Jain Education International
૧૩૪ For Private & Personal Use Only
www.jainelibrary.org