________________
ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે આ વિગ્રહગતિ ત્રણ વિગ્રહવાળી અને ચાર સમયની છે. આ વિગ્રહગતિમાં પણ પૂર્વવત્ કેટલાક આચાર્યોના મતે (નિશ્ચયનયની અપેક્ષાએ) પહેલા ત્રણ સમયમાં અનાહારી હોય અને ચોથે સમયે જીવ આહારી ગણાય છે. અને બીજા આચાર્યોના (વ્યવહારવાદીઓના) મતે મધ્યના બે સમયમાં જ અનાહારી હોય છે, પરન્તુ પહેલા અને છેલ્લા (ચોથા) સમયમાં નહિ. એ પ્રમાણે સિદ્ધાન્તમાં જીવોની ભવાન્તરાલગતિ (બે ભવ વચ્ચેની ગતિ) એ ચાર પ્રકારની જ કહી છે. તેમાં ૧. જુગતિ, ૨. એકવક્રા, ૩. દ્વિવક્રા અને ૪. ત્રિવક્રા ગતિ.
બીજા આચાર્યો એમ કહે છે કે અહીં પાંચ સમયની ચાર વિગ્રહવાળી (વતુર્વ) ગતિ પણ સંભવે છે. તે આ પ્રમાણે – જીવ જ્યારે ત્રસનાડીની બહારની વિદિશામાંથી નીકળી ત્રસનાડી બહારની જ વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ સમયની ચતુર્વક્રા ગતિ થાય છે. અને એ ચતુર્વક્રો ગતિમાં પૂર્વની પેઠે જ ૩ સમય થાય છે. અને ચોથે સમયે ત્રસનાડીની બહાર નીકળી ઉત્પત્તિસ્થાનની સમશ્રેણિમાં આવે છે, તથા પાંચમા સમયે સનાડી બહાર વિદિશિમાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય છે.
એ પાંચ સમયની ચતુર્વક્ર ગતિમાં પણ કેટલાક આચાર્યોના (નિશ્ચયનયના) મતે પહેલા ચાર સમયમાં અનાહારી, અને પાંચમે સમયે આહારી હોય છે. અને બીજા કેટલાક આચાર્યોના મતે (વ્યવહારનયના મતે) મધ્યના ૩ વિગ્રહસમયોમાં જ અનાહારી, અને પહેલા તથા છેલ્લા (પાંચમા) સમયે આહારી હોય છે. કહ્યું છે કે –
“ તૌ વાંચનાહીર:” (તસ્વાર્થ, અધ્યાય ૧ લો, સૂત્ર ૩૧ મું) એટલે એક અથવા બે સમય અનાહારક હોય છે”. એમાં વા શબ્દથી કોઈક વખત ત્રણ સમય પણ અનાહારીપણું પ્રાપ્ત થાય છે. વળી એ પાંચ સમયની ચતુર્વિગ્રહી ગતિ કદાચિતું હોવાથી સિદ્ધાન્તોમાં કહી નથી. કારણ કે એકેન્દ્રિય જીવોની પણ પ્રાયઃ એવી રીતે ઉત્પત્તિ થતી નથી.
એ પ્રમાણે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો અનાહારક જે રીતે છે તે રીતે દર્શાવ્યા. અહીં વિગ્રહગતિવાળા જીવો જ અનાહારી હોય (પરન્તુ બીજા નહિ) એમ નિશ્ચય ન જાણવો. કારણ કે સિદ્ધ વિગેરેને પણ અનાહારીપણું છે. તેમજ વિગ્રહગતિમાં અનાહારક જ હોય એવો પણ નિશ્ચય ન જાણવો. કારણ કે (વિગ્રહગતિમાં પણ કેટલાક (અમુક) સમયોમાં જ અનાહારીપણું હોય છે, અને) કેટલાક સમયોમાં અનાહારીપણું નથી પણ કહેલું માટે.
પ્રશ્ન:- તો પછી “સર્વે વાક્યો સાવધારણ (નિશ્ચયવાળાં) હોય છે,” એ નિયમ અહીં કેમ લગાડવો ?
ઉત્તર:- અહીં પણ અવધારણ થશે જ. પણ ફક્ત તે સંભાવના દર્શાવવા પૂરતું જ હશે, ૧, પૂર્વની પેઠે ૩ સમય આ પ્રમાણે - પહેલા સમયે અધોલોકમાં ત્રસનાડી બહાર વિદિશિમાં મરણ પામેલો
જીવ વિદિશિમાંથી દિશિમાં આવે છે. ત્યારબાદ બીજે સમયે દિશિમાંથી સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ત્રીજા સમયે ઊર્ધ્વલોકમાં જાય છે. (ત્યારબાદ ચોથે સમયે ઊર્ધ્વ, ત્રસનાડી બહા૨ દિશિમાં જાય, અને પાંચમે સમયે વિદિશિમાં ઉત્પસ્થાને આવે. - ઇતિ) ૨. તથા ભાષ્યકારના અભિપ્રાય પ્રમાણે તો વા શબ્દ એક સમય અને બે સમય એ બે વિકલ્પ માટે સાર્થક કરેલ છે. તેથી તેમાં અધિક સમયનો નિષેધ સ્પષ્ટ થાય છે.
Jain Education International
For Privatlersonal Use Only
www.jainelibrary.org