________________
છોડાતું શરીર હજી “મુચ્યમાન” એટલે મૂકાતું ગણાય, પરન્તુ હજી “મુક્ત” એટલે મૂકી દીધેલું અર્થાત્ સર્વથા છોડી દીધેલું ન ગણાય, એટલે તેનો સદ્ભાવ હજી છે તે અભાવાત્મક નથી થયું); અને એ કારણથી જ તે સમય પૂર્વભવનો છેલ્લો સમય ગણાય છે (અર્થાત્ શરીર સર્વથા મૂકી દીધું હોય તો તે સમય પૂર્વભવનો સમય અને છેલ્લો સમય શી રીતે ગણાય?) પરન્તુ પરભવનો પહેલો સમય ગણાય નહિ; કારણ કે શરીર મૂકવાના સમયે પૂર્વભવના શરીરનો હજી પણ સદૂભાવ છે, અને તે શરીરનો સદૂભાવ હોવાથી “જેને આહાર વિદ્યમાન ન હોય તે અનાહારક” એમ કહેવું અશક્ય જ છે. માટે તે સમયે (શરીર છોડવાના સમયે) જીવ અનાહારી ન હોય. અહીં ક્રિયાકાળ અને સમાપ્તિકાળ એ બેમાં ભેદ માનવાવાળા વ્યવહારનયનો આશ્રય છે, એમ જાણવું. અહીં એ બન્ને મત કથંચિત્ પ્રમાણ છે. કારણ કે જૈન સિદ્ધાન્ત નિશ્ચયનય અને વ્યવહારનય એમ બન્ને નયાત્મક છે. તથા બીજા સમયમાં તો જીવ ઉત્પત્તિસ્થાનમાં આવી જવાથી બીજા સમયમાં આહારી જ હોય છે, તે વાતમાં કોઈપણ પ્રકારનો વિવાદ નથી. (અર્થાત્ બીજા સમયે આહારી હોવાના સંબંધમાં પહેલા સમયવત્ નિશ્ચયવાદ અને વ્યવહારવાદ રૂપ બે મત પૂર્વે કહ્યા તે છે નહિ).
વળી જ્યારે જીવનું ઉત્પત્તિસ્થાન મરણસ્થાનથી વિશેષ વક્ર હોય તો જીવની દ્વિવક્રા વિગ્રહગતિ હોય છે. જેમ કે તે જ ઈશાનખૂણાના ઉપલા ભાગથી નૈર્રત્યકોણનો નીચેનો પ્રદેશ (ઉત્પત્તિસ્થાન હોય ત્યારે) જીવ પહેલા સમયે ઉપરના વાયવ્યખૂણામાં જાય છે, ત્યારબાદ બીજા સમયે નૈર્રત્યકોણના નીચેના ભાગમાં જ ઉત્પત્તિસ્થાને આવી જાય છે. એ પ્રમાણે તે બે વિગ્રહવાળી ટોણ સમયની વિગ્રહગતિ (દ્વિવક્રો ગતિ) ગણાય છે. વળી એ ત્રણ સમયોની ગતિ એ જ રીતે હોય એમ ન જાણવું. પરન્તુ કહેલી પદ્ધતિએ બીજી રીતે પણ હોઈ શકે છે તે બુધ્ધિમાનોએ વિચારવી. અહીં જે પ્રકાર દર્શાવ્યો તે તો ઉપલક્ષણમાત્ર જ (દિગ્દર્શનમાત્ર જ) છે. અને આ સૂચના પૂર્વે તથા હવે પછી વર્ણવાની ગતિઓ માટે પણ સમજી લેવી.
અહીં પણ, પૂર્વે કહેલી યુક્તિ પ્રમાણે, નિશ્ચયનયવાદીઓ પહેલા બે સમયમાં અનાહારી અને ત્રીજે સમયે આહારી એમ માને છે. અને વ્યવહારનયવાદીઓ પૂર્વે કહેલી (વ્યવહારનયની) યુક્તિ પ્રમાણે એક વિગ્રહના સમયમાં જ (મધ્યના જ એક સમયમાં) અનાહારી માને છે, પરન્તુ પહેલા અને છેલ્લા (ત્રીજા) સમયમાં અનાહારી માનતા નથી. એ પ્રમાણે ત્રસ જીવોને પરભવમાં જતાં પૂર્વે કહેલા સ્વરૂપવાળી એક સમયની ઋજુગતિ અને બે સમય તથા ત્રણ સમયની (એ બે પ્રકારની) વિગ્રહગતિ; એ રીતે ત્રણ પ્રકારની ગતિ સંભવે છે. - હવે ચાર સમયની ત્રણ વિગ્રહવાળી (નિવક્રા) ગતિ જે એકેન્દ્રિયોને જ હોય છે, તેની ભાવના કહેવાય છે – અહીં, સનાડીની બહાર, વિદિશામાં રહેલા જે નિગોદ વિગેરે એકેન્દ્રિય જીવની ઉત્પત્તિ, અધોલોકથી ઊર્ધ્વલોકમાં, સનાડીની બહાર જ, દિશિમાં થાય છે, તે જીવ અવશ્ય એક સમયમાં વિદિશિમાંથી દિશામાં આવે છે; બીજે સમયે સનાડીમાં પ્રવેશ કરે છે, ત્રીજે સમયે ઊર્ધ્વલોકમાં જાય છે, અને ચોથે સમયે સનાડીથી બહાર નીકળીને
For Private 1 33sonal Use Only
Jain Education International
www.jainelibrary.org