________________
અધિકૃત ગણાયેલી છે, (અર્થાત્ તેવી સંજ્ઞાવાળા હોય તેને સંશી ગણવાના હોય છે); અને તેવી સંજ્ઞા શ્રી કેવલી ભગવંતોને સંભવતી નથી. કારણ કે શ્રી કેવલી ભગવંતોને સર્વ આવરણોના ક્ષયથી ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન વડે સાક્ષાત્ સર્વ પદાર્થોના સમૂહનું પ્રતિસમય અવભાસન જ્ઞાન છે, અને તે કારણથી મનના વિકલ્પથી થતા સ્મરણ અને ચિંતાવાળા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનનો અભાવ છે. માટે તેવા પ્રકારની સંજ્ઞારહિત હોવાથી શ્રી કેવલી ભગવંતો ‘સંશી’ કહેવાતા નથી. શાસ્ત્રોમાં તેમજ કહ્યું છે કે -
સંજ્ઞા એટલે (અતીત કાળનું) સ્મરણ, અને (ભવિષ્યકાળની) ચિંતા તે જિનેશ્વરોમાં - સર્વજ્ઞોમાં હોતી નથી, માટે મતિ (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન)ના વ્યાપારથી રહિત એવા તે સર્વજ્ઞો - કેવલી ભગવંતો સંજ્ઞાતીત (સંજ્ઞારહિત) ગણાય છે. શા’
તથા કેવલી ભગવંતો જે રીતે અસંશી કહેવાતા નથી તે રીતિ તો (તે કારણ તો) પ્રસિદ્ધ જ છે. કારણ કે તે વ્યપદેશ (અસંજ્ઞીપણાનો વ્યપદેશ) તો મનોલબ્ધિરહિત એવા સમ્પૂર્ણિમ પંચેન્દ્રિયોને વિષે જ સ્થપાયેલો-ગણાયેલો હોવાથી, અને કેવલી ભગવંતો તો મનો લબ્ધિવાળા છે. તે કારણથી સયોગીકેવલી તથા અયોગીકેવલી ન સંજ્ઞી કે ન અસંશી એવા જાણવા, પરન્તુ સંશી અને અસંજ્ઞી એ બે રાશિથી જુદા જ જાણવા એમ સિદ્ધ થયું. એ ૮૧ મી ગાથાનો ટીકાર્થ સમાપ્ત થયો. ૮૧||
અવતરણ: પૂર્વ ગાથામાં સંશદ્વાર કહ્યું. હવે આહારક અને અનાહાર દ્વાર કહેવાનું છે, તેમાં કયા જીવો આહારક ? અને કયા જીવો અનાહારક ? તેનું જ પ્રથમ નિરૂપણ કરતા છતા શ્રી ગ્રંથકર્તા આ ગાથા કહે છે :
विग्गहगइमावन्ना, केवलिणो समुहया अजोगी य
सिद्धा य अणाहारा,
सेसा आहारगा जीवा ॥८२॥
ગાથાર્થઃ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો, સમુદ્દાતને પ્રાપ્ત થયેલા કેવલી ભગવંતો, તથા અયોગી કેવલીઓ અને સિદ્ધ, એ સર્વે અનાહારી છે, અને શેષ સર્વે જીવો આહારી જાણવા. ૫૮૨ા
ટીાર્થઃ અહીં પરભવમાં જતા જીવોની ઋજુશ્રેણિની અપેક્ષાએ અન્ય વિશિષ્ટ પ્રકારની વક્રશ્રેણિનું જે ગ્રહણ એટલે સ્વીકાર તે વિગ્રહ. અર્થાત્ વક્રશ્રેણિરૂપ વક્રગતિ તે વિગ્રહગતિ (એ વ્યુત્પત્તિ-અર્થ છે). તેવા પ્રકારના વિગ્રહ વડે, પૂર્વભવના શરીરને ત્યજી દેનારા જીવની, પરભવમાં ઉત્પત્તિસ્થાન સન્મુખ ગતિ એટલે ગમન તે વિપ્રાતિ. તેવા પ્રકારની વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો ‘અનાહારક હોય છે’ એ વાક્યનો સંબંધ સર્વ સ્થાને જોડવો. તથા સમુહવા સમવત એટલે સમુદ્દાતવર્તી યથાસંભવ શ્રી સયોગી કેવલી ભગવંતો તથા અયોગી કેવલીઓ, તેમજ સિદ્ધ પરમાત્માઓ, એ સર્વે પણ અનાહારક હોય છે. તે આ પ્રમાણે - (અહીં ૧. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - શ્રી કેવલી ભગવંતો દ્રવ્યમનવાળા છે, તેમજ તે દ્રવ્યમનને અનુત્તર દેવાદિકને પ્રશ્નનો ઉત્તર આપતી વખતે ઉત્ત૨રૂપે પરિણમાવે છે, માટે મનોલબ્ધિવાળા છે, પરન્તુ તે દ્રવ્યમન દ્વારા પોતે જ્ઞાનોપયોગવાળા નથી.
૨. વિ = વિશિષ્ટ પ્રકારનો ગતિનો ગ્રહ = ગ્રહણ તે વિગ્રહ ઇતિ વ્યુત્પત્તિઃ ।
=
Jain Education International
૧૩૦
For Private & ersonal Use Only
www.jainelibrary.org