________________
પહેલાં બે ગુણસ્થાન હોય છે). કારણ કે એકેન્દ્રિયથી પ્રારંભીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં એ જ બે ગુણસ્થાન વર્તતાં હોય છે. મિશ્ર અને અવિરતસમ્યગુદૃષ્ટિ આદિ ગુણસ્થાનોમાં તો એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો વર્તતા નથી.
અહીં તાત્પર્ય એ જાણવું કે – એકેન્દ્રિય-કીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ પાંચ જીવોને વિષે જે મિથ્યાદ્રષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનરૂપ જીવસમાસ વતે છે, તે જ અસંજ્ઞી માર્ગણામાં પ્રાપ્ત થાય છે. પરન્તુ મિશ્ર અને અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ ગુણસ્થાનરૂપ જીવસમાસો અસંશીમાં પ્રાપ્ત થતા નથી. કારણ કે અસંજ્ઞી જીવોને તથા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે. વળી સાસ્વાદનભાવ પણ પૂર્વભવમાંથી સાથે આવેલો જ અસંશીઓને વિષે અપર્યાપ્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે, અને ત્યાર બાદ તો (એટલે અપર્યાપ્ત અવસ્થા વીત્યા બાદ પર્યાપ્ત અવસ્થામાં તો) મિથ્યાત્વની જ પ્રાપ્તિ થાય છે. એમ જાણવું.
તથા સન્ની ૩- અહીં ૩ એટલે તુ શબ્દ પુનઃ અર્થમાં છે, (અર્થાતુ તુ એટલે પુનઃ - વળી). અને સન્ની શબ્દમાં સાતમી વિભક્તિના બહુવચનનો લોપ થાય છે, માટે સાતમી વિભક્તિના બહુવચન પ્રમાણે અર્થ કરતાં સંજ્ઞપુ = મનોલબ્ધિરહિત સંજ્ઞીપંચેન્દ્રિયોને વિષે વળી વર્તે છે; કોણ વર્તે છે ? તે કહે છે સમUT છ૩મલ્થ (સમન છઘ0). અહીં છાલાંતિ એટલે આવરે, આચ્છાદન કરે કેવળજ્ઞાનાદિ ગુણોને જે તે છે એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મ, તેને વિષે થ-તિઈન્તિ = રહે તે હાથ કહેવાય. અને તે બારમા ક્ષીણમોહ સુધીના ગુણસ્થાનવાળા જીવો જાણવા. વળી એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-અસંક્ષિપંચેન્દ્રિય એ સર્વ મનોલબ્ધિરહિત જીવો પણ છદ્મસ્થ હોય છે, માટે તે સર્વના નિષેધ માટે સમUT = મનોલબ્ધિસહિત” એમ કહ્યું છે. તેથી તાત્પર્ય એ આવે છે કે – મનોલબ્ધિવાળા હોય એવા જે કોઈ છમસ્થ જીવો તે સર્વે પણ સંક્ષિઓમાં ગણાય છે. અને તેવા (મનોલબ્ધિયુક્ત છઘો) જીવો મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને ક્ષીણમોહ સુધીના (૧ થી ૧૨મા ગુણસ્થાન સુધીના એટલે) ૧૨ ગુણસ્થાનવાળા જીવો જાણવા. એમાં મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળા અને સાસ્વાદન ગુણસ્થાનવાળા જીવો તો મનોલબ્ધિસહિત અને મનોલબ્ધિરહિત એમ બન્ને પ્રકારના હોય છે, તે કારણથી તેઓની (૧-૨ ગુણસ્થાનકરૂપ જીવસમાસોની) પ્રાપ્તિ તો યથાસંભવ સંજ્ઞીમાં અને અસંજ્ઞીઓમાં પણ જાણવી. અને મિશ્ર તથા અવિરતિ સમ્યદૃષ્ટિ આદિ ગુણસ્થાનવાળા જીવો તો મનોલબ્ધિવાળા જ હોય છે, તે કારણથી એ ગુણસ્થાનરૂપ જીવસમાસોની પ્રાપ્તિ સંજ્ઞીઓમાં જ હોય છે, એ પ્રમાણે અહીં તાત્પર્ય સમજવું. હવે જો એ પ્રમાણે (અસંજ્ઞી જીવોમાં બે ગુણસ્થાન અને સંજ્ઞી જીવોમાં ૧૨ ગુણસ્થાનક પ્રાપ્ત થાય) છે તો (તેરમા - ચૌદમા ગુણસ્થાનવાળા) સયોગી - અયોગી કેવલીઓની શું વાત છે? (એટલે સયોગી – અયોગી કેવલીને સંજ્ઞી-અસંશી એ બેમાંથી શામાં ગણવા ?) તેને માટે કહે છે કે – નો સUળી નો મસUળી = બન્ને પ્રકારના કેવલી (સયોગી કેવલી તેમજ અયોગી કેવલી પણ) ન તો સંજ્ઞીમાં ગણાય, કે ન તો અસંસીમાં ગણાય. કારણ કે કેવલી ભગવંતો સંજ્ઞી તો હોતા જ નથી. તેનું કારણ આ પ્રમાણે :
મનના વ્યાપારપૂર્વક ભૂતકાળના અર્થનું સ્મરણ અને ભવિષ્યકાળના અર્થની ચિંતા વિગેરે લિંગવાળી દીર્ઘકાળના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિચારવાળી સંજ્ઞા અહીં ચાલુ વિષયમાં
For Privatlersonal Use Only
Jain Education International
www.jainelibrary.org