________________
સંગૃહીત હોવાથી, સામાન્ય સ્વરૂપવાળી તે (હેતુવાદ વિગેરે) સંજ્ઞાઓમાં વિશેષરૂપ એવી તે (આહારાદિ) સંજ્ઞાઓ અંતર્ભૂત થઈ જાય છે. હવે એ સંબંધી ઘણી ચર્ચાથી સર્યું. જે જરૂરી છે તે જ વિચારીએ.
ત્યાં એ ત્રણ સંજ્ઞાઓમાં હેતુવાદ સંજ્ઞા અસ્પષ્ટ છે; તેથી દીર્ઘકાલિકી સંજ્ઞા અધિક સ્પષ્ટ છે, અને દૃષ્ટિવાદસંજ્ઞા સમ્યગ્નાનસ્વરૂપ હોવાથી તેથી પણ વિશેષ સ્પષ્ટ છે. સિદ્ધાન્તોમાં જે કોઈપણ સ્થાને સંશી-અસંજ્ઞીનો વ્યવહાર છે (અમુક સંશી અને અમુક અસંશી એમ કહેલું છે) તે સર્વ વ્યવહાર વિશેષતઃ દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ જ જાણવો (એટલે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવો સંક્ષી અને દીર્ઘકાલિકીસંજ્ઞારહિત હોય તે જીવો અસંજ્ઞી ગણાય. એમ જાણવું). માટે અહીં પણ મનોલબ્ધિને પ્રાપ્ત થયેલા સર્વે પંચેન્દ્રિય જીવો સંજ્ઞા, અને તે મનોલબ્ધિરહિત જીવો, મનોલબ્ધિના નિષેધથી જ અથવા સંજ્ઞીપણાના નિષેધથી – અભાવથી તે જ પંચેન્દ્રિય જીવો જ્ઞસંજ્ઞી એમ જાણવું. || તિ સંજ્ઞાદ્વાર સમાપ્તમ્ ॥૮॥
અવતરણઃ એ પ્રમાણે પૂર્વગાથામાં સ્વરૂપથી સંશી તથા અસંજ્ઞી જીવો કહ્યા (એટલે સંશી અસંજ્ઞી જીવોનું સ્વરૂપ કહ્યું). અને હવે એ બે ભેદમાં ગુણસ્થાનરૂપ જીવભેદોનું નિરૂપણ ક૨વા માટે સૂત્રકર્તા પોતે જ ગાથા વડે તે જીવભેદો કહે છે. તે આ પ્રમાણે :
असण्णि अमणपंचिंदियंत सण्णी उ समण - छउमत्था ।
नो सण्णि नो असण्णि, केवलनाणी उ विष्णेओ ॥ ८१ ॥
થાર્થ: અસન્નીપણું મનરહિત (અસન્ની) પંચેન્દ્રિય સુધીના જીવોમાં હોય છે, અને મનવાળા છદ્મસ્થ જીવો સંજ્ઞી હોય છે, તથા કેવળજ્ઞાનીઓ તો નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જાણવા. ।।૮૧||
ટીòાર્થ: ગાથામાં કહેલો ઞર્તા શબ્દ વિભક્તિરહિત નિર્દેશવાળો છે. એ પ્રમાણે બીજે સ્થાને પણ વિભક્તિરહિત નિર્દેશવાળા શબ્દો જાણવા. તેથી અર્થ (વિભક્તિસહિત અર્થ) ‘અસંશી જીવોને વિષે' એમ સાતમી વિભક્તિનો અર્થ થાય છે. જેથી અસંશિઓમાં એટલે મનોલબ્ધિરહિત સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયોમાં પ્રાપ્ત થાય છે. કોણ પ્રાપ્ત થાય છે ? તે કહે છે કે :- અમપંવિવિયંત એટલે અમનસ્ક અર્થાત્ મનોલબ્ધિરહિત પંચેન્દ્રિય જીવ વૃત્તિની અપેક્ષાએ જેઓના અન્તે છે (એટલે જે જીવભેદોમાં અથવા ગુણસ્થાનમાં છેલ્લામાં છેલ્લા અસંક્ષિપંચેન્દ્રિયો પ્રાપ્ત થાય છે) તે અસંશી પંચેન્દ્રિય સુધીનાં ગુણસ્થાનો એટલે મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનરૂપ બે જીવભેદ પ્રાપ્ત થાય છે (અર્થાત્ અસંજ્ઞી માર્ગણામાં ૧. ઘણા ભેદરૂપ ભાવ વિશેષ કહેવાય, અને અલ્પ ભેદરૂપ સામાન્ય કહેવાય. અથવા જે ઘણા ભેદોનો જે અલ્પ ભેદોમાં એકમાં વા અનેકમાં અંતર્ભાવ થતો હોય તો તે અંતર્ભૂત થનારા ઘણા ભેદ વિશેષ કહેવાય, અને જેમાં અંતર્ભૂત થાય તે સામાન્ય કહેવાય, માટે અહીં હેતુવાદ વિગેરે ૩ સંજ્ઞામાં આહારાદિ ૧૦ સંજ્ઞાઓ અંતર્ભૂત ગણવાની છે, તેથી હેતુવાદ વિગેરે ૩ સંજ્ઞાઓ અલ્પ ભેદરૂપ હોવાથી સામાન્ય ગણાય, અને આહારાદિ ૧૦ સંજ્ઞાઓ વિશેષ ભેદરૂપ હોવાથી વિશેષ ગણાય, તે કારણથી અહીં પણ આહારાદિ ૧૦સંજ્ઞાઓ હેતુવાદાદિમાં અંતર્ગત હોવાથી હેતુવાદ આદિ સંજ્ઞાઓને સામાન્ય સ્વરૂપવાળી કહી છે. અહીં ૧૦ સંજ્ઞાઓ ૩ સંજ્ઞાઓમાં દરેકમાં યથાસંભવ અંતર્ગત સંભવે છે, પરન્તુ એ ૩ માંની કોઈ એકમાં જ અંતર્ગત સંભવતી નથી, તે સ્વબુદ્ધિથી યથાયોગ્ય વિચારવું.
Jain Education International
For Privata&ersonal Use Only
www.jainelibrary.org