________________
અહારાદિ સંજ્ઞાઓ એકેન્દ્રિયોને વિદ્યમાન હોવા છતાં પણ તેઓને આ હેતુવાદસંજ્ઞા કહી નથી, અને તે કારણથી જ પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિય જીવોને સંજ્ઞીપણું ગમ્યું નથી. જેમ થોડાક રૂપિયાવાળો ધનવાન ન કહેવાય, તથા અશુંભ રૂપવાળો (વા અલ્પ રૂપવાળો) રૂપવાન ન ગણાય, તેમ એકેન્દ્રિયો પણ અતિઅલ્પ તથા અશુભ સંજ્ઞાઓવાળા હોવાથી અહીં (શાસ્ત્રોમાં) સંજ્ઞીપણે કહ્યા નથી, એ તાત્પર્ય છે.
તથા તીર્થ એટલે અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ, એ ત્રણ કાળરૂપ જે કાળ-દિવસ, પક્ષ અને માસ વિગેરે, તે દીર્ઘકાળમાં થયેલી-થનારી સંજ્ઞા તે રીર્ઘકાદિ સંજ્ઞા.
આ કર્યું, આ કરૂં છું, અને આ કરીશ; આ ઠીક છે, આ ઠીક નથી; આ પહેલાં હતું, હમણાં છે, અને ભવિષ્યમાં આમ થવાનું છે;' ઇત્યાદિ રીતે અતિ દીર્ઘ ત્રિકાળ સંબંધી મનોવ્યાપાર (ચિંતવન)વાળી દીર્ઘકાલિકી સંજ્ઞા છે. પરન્તુ હેતુવાદસંજ્ઞાની પેઠે વિશેષતઃ વર્તમાનકાળસંબંધી જ વિચાર માત્ર કરનારી આ સંજ્ઞા હેતુવાદ વડે સિધ્ધ થતી નથી, કારણ કે (તે હેતુવાદસંજ્ઞા તો અસ્પષ્ટ છે, અને આ) અતિસ્પષ્ટ સંજ્ઞા હવાથી બાળક જેવાઓને અથવા અજ્ઞાની જેવાઓને પણ આ સંજ્ઞા અતિસ્પષ્ટ પ્રતીતિ – બોઘ કરાવનારી છે. માટે હેતુવાદ સંજ્ઞાની સાથે આ સંજ્ઞાનું સાંકર્ય (એટલે આ સંજ્ઞા હેતુવાદ સંજ્ઞામાં અન્તર્ગત-મિશ્ર છે એમ) ન વિચારવું. આ સંજ્ઞા મનોલબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે એવા નારક, ગર્ભજ તિર્યંચ, ગર્ભજે મનુષ્ય અને દેવોને જ જાણવી. કારણ કે એ જીવો ત્રણે કાળસંબંધિ યુક્ત-અયુક્તનો વિચાર કરવામાં ચતુર હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા વડે સંજ્ઞા કહેવાય છે, અને એ દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ મનોલબ્ધિરહિત સર્વે જીવો સંજ્ઞી કહેવાય છે. (એ દીર્ઘકાલિકી સંજ્ઞાનું સ્વરૂપ કહ્યું).
તથા દૃષ્ટિ એટલે અહીં સમ્યગુદૃષ્ટિ ગ્રહણ કરવી. તે સમ્યગદૃષ્ટિનું વદન-કથન-વાદ તે દૃષ્ટિવા. અને તે દૃષ્ટિવાદ વડે (અથવા દૃષ્ટિવાદસહિત) જે સંજ્ઞા તે અહીંદૃષ્ટિવદિસંજ્ઞા કહેવાય. અર્થાતુ આ સંજ્ઞા સમ્યક્ત વડે નિર્મળ થયેલા જ્ઞાનવાળી જાણવી. પરન્તુ મિથ્યાદ્રષ્ટિ નારકાદિ જીવોની પેઠે મિથ્યાત્વથી કલુષિત (મલિન) થયેલા એવા જ્ઞાનસ્વરૂપવાળી નથી, એમ જાણવું. આ સંજ્ઞા પણ નારક, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય અને દેવોને જે જાણવી. તેમાં પણ કેવળ સમ્યગ્ગદર્શનવાળાઓને જ જાણવી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ નારક વિગેરેને નહિ. એ કારણથી જ તે સમ્યગુદૃષ્ટિ નારક વિગેરે જીવો સમ્યકત્વયુક્ત વિશુદ્ધ જ્ઞાન વડે શ – જાણનારા હોવાથી એ દૃષ્ટિવાદ સંજ્ઞા વડે સંજ્ઞી કહેવાય છે. માટે એ દૃષ્ટિવાદસંજ્ઞાની અપેક્ષાએ સર્વે મિથ્યાષ્ટિઓ અસંશી ગણાય છે.
કન:- એ પ્રમાણે હેતુવાદસંજ્ઞા વિગેરે ભેદથી ત્રણ પ્રકારની જ સંજ્ઞા આ શાસ્ત્રમાં કહેલી ગણાય. જ્યારે સિધ્ધાન્તમાં તો કીન્દ્રિયાદિ જીવોને પણ, આહાર સંજ્ઞા વિગેરે ભેદથી ૧૦ પ્રકારની પણ સંજ્ઞા કહી છે. આવો વિરોધ કેમ છે ?
ઉત્તર:- એવું (વિરોધી નથી. કેમકે એ ત્રણ સંજ્ઞાઓમાં જ તે આહારાદિ (૧૦) સંજ્ઞાઓ
Jain Education International
For Private R
rsonal Use Only
www.jainelibrary.org