________________
ક્ષયોપશમ સમ્યક્તવાળા દેવ વિગેરે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે વખતે મનુષ્યને પારભવિક ક્ષયોપશમ સમ્યત્ત્વ પણ હોય છે. (એ પ્રમાણે મનુષ્યને ક્ષયોપશમ સમ્યક્ત તત્વનું અને પરમવનું એમ બન્ને પ્રકારનું હોય છે.) અને ક્ષાયિક સમ્યક્ત તો ક્ષપકશ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે અને તે તદ્દભવજન્ય હોય છે, અથવા તો ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ એવા નારક અને દેવો મનુષ્યને વિષે ઉત્પન્ન થાય ત્યારે મનુષ્યને પારભવિક ક્ષાયિક સમ્યક્ત પણ હોય છે.
તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોને ઔપશમિક સભ્યત્વ વૈમાનિક દેવની પેઠે વિચારવું. અને ઉપશમ સમ્યક્તથી અનન્તર કાળાદિકમાં થનારૂં ક્ષયોપશમ સમ્યક્ત પણ તેવી જ રીતે તમવનું હોય છે; કારણ કે ક્ષયોપશમ સમ્યક્તવાળા તિર્યંચ અને મનુષ્યો તો વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય ઉત્પન્ન થતા નથી. અને જે જીવો મિથ્યાદૃષ્ટિ અવસ્થામાં આયુષ્ય બાંધીને એ અસંખ્યવર્ષવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે તેઓ તો મરણ સમયે અવશ્ય મિથ્યાત્વ પામીને જ ઉત્પન્ન થાય છે, માટે યુગલિક મનુષ્યોને પારભવિક ક્ષયોપશમ સમ્યત્વ હોતું નથી. એ કર્મગ્રંથવાળા આચાર્યોનો અભિપ્રાય છે. પરન્તુ સિદ્ધાન્તવાદી આચાર્યો તો યુગલિકોને પારભવિક ક્ષયોપ, સમ્યક્ત આ પ્રમાણે માને છે કે - પૂર્વે બાંધેલા આયુષ્યવાળા એવા ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિવાળા પણ કેટલાક જીવો આ અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, માટે યુગલિક મનુષ્યોને પારભવિક (પરભવથી આવેલું) ક્ષયોપશમ સમ્યક્ત પણ હોય છે. તથા ક્ષાયિક સમ્યક્ત તો વૈમાનિક દેવોની પેઠે વિચારવું (અર્થાત્ ક્ષાયિક સમ્યક્ત પારભવિક છે, પરન્તુ તાભવિક નથી).
રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નારક-જીવોને ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમકિત વૈમાનિક દેવવત્ વિચારવું, અને ક્ષયોપશમ સમ્યક્ત અસંખ્યવર્ષાયુષ્યવાળા મનુષ્યોની પેઠે વિચારવું.
તથા અસંખ્યવર્ષના આયુષ્યવાળા તિર્યંચોને ત્રણ પ્રકારનાં સમ્યક્ત અસંખ્યવર્ષાયુષ્ક મનુષ્યવત્ કહેવા. કોઈક પ્રતિમાં (ગ્રંથમાં) સંરવવાનરતિરિયા એવો પાઠ છે તે અસંગત (અયુક્ત) છે; કારણ કે પૂર્વે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોનું મyયા એ સામાન્ય પદ વડે ગ્રહણ કર્યું જ છે.
તથા વેયામુવસામ સેસા એટલે પૂર્વે કહેલા જીવો સિવાયના શેષ રહેલા જે ભવનપતિ, વ્યન્તરો, જ્યોતિષીઓ, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંજ્ઞિપંચેન્દ્રિય તિર્યંચો અને શર્કરામભાથી પ્રારંભીને નીચેની સર્વે છે પૃથ્વીઓના નારકો એ સર્વે વેય એટલે ક્ષયોપશમ ૧. ક્ષાયિક સમ્યકત્વવાળા તિર્યંચો અને મનુષ્યો વૈમાનિકનું જ આયુષ્ય બાંધે છે, અને તેથી વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે, માટે અહીં તિર્યંચ અને મનુષ્યો કહ્યા નથી. પરન્તુ દેવ અને નારકો જ કહ્યાં છે, કારણ કે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ દેવ-નારકોની ઉત્પત્તિ મનુષ્ય સિવાય બીજી ગતિમાં ન હોય. ૨. ક્ષાયિક સમ્યકત્વનો પ્રારંભક મનુષ્ય જ હોય એમ ચાલુ અર્થમાં પણ કહ્યું છે, અને નિષ્ઠાપક (એટલે ક્ષા, સમ્યક્ત્વ સંપૂર્ણ કરનાર-પામનાર) ચાર ગતિવાળા જીવ હોય એમ વિમા ય માણસો, નિવાં દોડું રડાર એ વચનથી. પ્રસિદ્ધ છે, માટે નિષ્ઠાપક એવા દેવ-નારકો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ મનુષ્યગતિમાં પારભવિક સાયિક સમ્યકત્વ સંભવી શકે છે. નહિતર બીજી કોઈ રીતે મનુષ્યગતિમાં પારભવિક ક્ષાયિક સમ્યકત્વ સંભવતું નથી. પછી શ્રી બહુશ્રુત કહે તે સત્ય.
Jain Education International
For Private 3 Xonal Use Only
www.jainelibrary.org