________________
સમ્યક્તવાળા, અને ૩વસીમ એટલે ઉપશમ સમ્યક્તવાળા હોય છે, પણ ક્ષાયિક સમ્યક્તવાળા ન હોય. કેમ કે એ ભવનપતિ આદિકમાં ક્ષાયિક સમ્યત્વ તાદુર્ભવિક તો નથી જ હોતું, કારણ કે તેના પ્રારંભક તો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ હોય છે એમ પૂર્વે કહ્યું છે જ. તેમજ પારભવિક ક્ષાયિક સમ્યક્ત પણ ન હોય, કારણ કે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળા જીવો એ ભવનપતિ વિગેરેમાં ઉત્પન્ન થતા નથી.
પ્રશ્ન:- ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ એવા વાસુદેવ વિગેરેની ઉત્પત્તિ ત્રીજી નરકમૃથ્વી સુધી સિદ્ધાન્તમાં સંભળાય છે, તો શર્કરા પ્રભા – વાલુકાપ્રભાના નારકોને પણ ક્ષાયિક સમ્યની નિષેધ શા માટે કર્યો?
ઉત્તર:- એ વાત જો કે સત્ય છે, પરન્તુ ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ જીવો વિશેષ કરીને રત્નપ્રભા પૃથ્વી સુધી જ જાય છે, અને તેની આગળ કોઈ અલ્પ જીવો જ જાય છે, માટે તેવા અલ્પપણાથી આ ગ્રંથમાં ક્ષાયિક સમ્યગુદૃષ્ટિઓ શર્કરા પ્રભાદિ પૃથ્વીઓમાં કહ્યા નથી, અથવા તો તેવા બીજા કોઈ કારણથી નથી કહ્યા, તે વાત શ્રી કેવલિભગવંતો અથવા શ્રી બહુશ્રુતો જાણે. (એ પ્રમાણે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિની ઉત્પત્તિ રત્નપ્રભા સુધી જાણવી.) - તથા એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય- અને અસંક્ષિપંચેન્દ્રિયોને તો તદ્દભવે અથવા પરભવની અપેક્ષાએ પણ એ ત્રણમાંનું એક પણ સભ્યત્વ હોતું નથી. એ ગાથાર્થ કહ્યું |૮|| તિ સ ર્વતારમ્ | - પ્રસંગપૂર્વક સમ્યક્તદ્વાર કહ્યું, હવે સંજ્ઞGર કહેવાય છે. ત્યાં સંજ્ઞા એટલે સંજ્ઞાન અર્થાત બોધ-જ્ઞાન. તે સંજ્ઞા ત્રણ પ્રકારની છે. હેતુવાદ સંજ્ઞા, દીર્ઘકાલિક સંજ્ઞા, અને દૃષ્ટિવાદ સંજ્ઞા. ત્યાં હેતુ એટલે યુક્તિનિષ્ઠ (યુક્તિવાળું) અને સાધ્ય અર્થને જણાવનારું એવું વચન; અને વાદ્ર એટલે વદવું; હેતુનો વાદ તે દેતવા, અને તેવા હેતુવાદ વડે જે સંજ્ઞા -- જ્ઞાનવિશેષ તે હેતુવાસંજ્ઞા. એ સંજ્ઞા દ્વીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને અસંજ્ઞપંચેન્દ્રિય જીવોને હોય છે, એમ જાણવું. કારણ કે એ જીવો હેતુવાદ વડે આ પ્રમાણે સંજ્ઞી છે એમ કહી શકાય છે. “એ જીવો, સંજ્ઞી છે; કેમ કે તેઓ આતપ (તડકા) વિગેરેમાંથી નિકળી છાયા વિગેરેનો આશ્રય કરે છે, અને આહાર વિગેરેને માટે ચેષ્ટાવાળા હોય છે; મનુષ્યાદિકની પેઠે માટે મનુષ્યાદિવત્ એ જીવોને પણ તેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ).” એવા પ્રકારનો જે હેતુવાદ તે (હેતુવાદ) વડે એ દ્વીન્દ્રિયાદિ જુવો સંશી કહેવાય છે. અને એ હેતુવાદસંજ્ઞાની અપેક્ષાએ અથવા હીન્દ્રિયાદિ ચેષ્ટાવાળા જીવો અપેક્ષાએ ચેષ્ટારહિત એવા પૃથ્વી-જળ-અગ્નિ- વાયુ અને વનસ્પતિ જીવો અસંશી ગણાય છે (કારણ કે પૂર્વોક્ત હેતુ વડે એ જીવોમાં જ્ઞાન ઓળખી શકાતું નથી).
પ્રશ્ન:-પૃથ્વીકાય વિગેરેને પણ સિદ્ધાન્તમાં ૧૦ પ્રકારની સંજ્ઞા-આહારસંશા વિગેરે કહેલી જ છે. તો પણ તે એકેન્દ્રિય અસંજ્ઞી કેવી રીતે ગણાય?
ઉત્તર:- એ વાત જો કે સત્ય છે, પરન્તુ એકેન્દ્રિયોની તે આહારાદિ સંજ્ઞાઓ અત્યંત અસ્પષ્ટ છે; તથા આહાર વિગેરે અતિતુચ્છ છે; અને આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, ઈત્યાદિ જ્ઞાનવિશેષનો અભાવ છે; તે કારણથી તેઓની આહારાદિ સંજ્ઞાઓ અશુભ છે, માટે તે
Jain Education International
For Privatlersonal Use Only
www.jainelibrary.org