________________
(ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્ નહિ અનુભવાતા પદાર્થોમાં) એકાન્ત યુક્તિસંગતિ શોધવી એ પણ યોગ્ય નથી. (અર્થાતુ યુક્તિસિદ્ધ હોય તો જ આ પદાર્થ માની શકાય એવા વિચારવાળા ન થવું.) જે કારણથી સિદ્ધાન્તમાં – શાસ્ત્રમાં કહ્યું છે કે –
आगमश्चोपपत्तिश्च, संपूर्ण दृष्टिकारणम् ।
अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ।।१।। અતીન્દ્રિય પદાર્થોનો સદ્દભાવ સિદ્ધ કરનાર અને તે પદાર્થોના સંપૂર્ણ દર્શનના કારણરૂપ પ્રમાણ આગમપ્રમાણ તથા ઉપપત્તિ-યુક્તિ-તર્ક-પ્રમાણ છે. (અર્થાત્ આ બે પૈકી એક – યુક્તિ-પ્રમાણ વડે જે સિદ્ધ થાય તે જ પદાર્થ સ્વીકારવો એવું વલણ ઐકાંતિક અને અયોગ્ય છે. પદાર્થોની સિધ્ધિમાં આગમપ્રમાણ પણ એક મહત્ત્વનું પરિબળ છે તે સમજવું જ જોઈએ.) તે કારણથી જીવ – પુદ્ગલોને આધાર આપવામાં હેતુરૂપ અવગાહના વડે આકાશ નઈંતે – ઓળખાય છે, માટે તે અવગાહના એ જ આકાશનું લક્ષણ છે.
! કાળદ્રવ્યનું લક્ષણ વર્તના તે તે પ્રકારના (તેવા તેવા) નવા-પુરાણાદિ ભાવે અથવા પ્રતિનિયત (અમુક વખતે જ) ફળ-ફુલ વિગેરે ઉત્પન્ન કરવાના સ્વભાવે જે પરિણમન એટલે વર્તન એટલે વર્તના; તે વર્તના જે કાળનો ગુણ સાધ્યપણા વડે (સાધ્ય તરીકે) વર્તે છે તે વર્તનાગુણવાળો કાળ જાણવો. (અર્થાત્ કાળ વડે જ વર્તનાની સિદ્ધિ - સાબિતી થાય છે તે કારણથી તે કાળદ્રવ્ય વર્તના ગુણવાળું જાણવું).
અહીં તાત્પર્ય એ છે કે – પૂર્વોક્ત સ્વરૂપવાળી વર્તના તે કાળદ્રવ્ય વડે જ સિદ્ધ થાય છે. તે કારણથી વર્તના તે કાળદ્રવ્યનો ગુણ કહેવાય છે, અને તે વર્તના એ જ કાળદ્રવ્યનું લક્ષણ છે; કારણ કે વર્તના વડે જ કાળદ્રવ્ય ઉપલબ્ધ થાય છે. તે આ પ્રમાણે -
“જગતમાં કાળ દ્રવ્ય છે, કારણ કે સ્તંભ-કુંભ વિગેરે પદાર્થોની નવીનતા અને પ્રાચીનતાની પરિણતિરૂપ તેમજ બકુલવૃક્ષ, અશોકવૃક્ષ, આમ્રવૃક્ષ અને ચમ્પકવૃક્ષ ઈત્યાદિ વૃક્ષોમાં અમુક સમયના નિયમપણે (એટલે અમુક સમયે જ) પુષ્પ-ફળ આદિ ઉત્પન્ન કરવાની પરિણતિરૂપ વર્તના તે કાળદ્રવ્ય વિના ઉપપન્ન-સિદ્ધ નથી થતી માટે. કારણ કે તે વૃક્ષો વિગેરે દ્રવ્યો વિદ્યમાન હોવા છતાં, તેમ જ ત્યાં ગામ, નગર વિગેરે પણ વિદ્યમાન હોવા છતાં, વસત્તઋતુ આદિ અમુક નિયતકાળે જ વૃક્ષાદિકોમાં પુષ્પ-ફળ વિગેરેની ઉત્પત્તિરૂપ વર્તના દેખાય છે. અને જો સ્વભાવથી જ એમ બને છે એમ માનીએ તો નિત્યં સત્ત્વમસત્ત્વ વા (એટલે નિત્ય સત્ અથવા તો નિત્ય અસત્) એ દોષનો પ્રસંગ આવે.
અર્થાત્ તે વૃક્ષોમાં પુષ્પ-ફળ આદિ સ્વભાવતઃ થતાં હોય તો કાં તો તે ત્યાં હમેશાં હોવાં જોઈએ (અમુક ઋતુમાં જ ફળ- ફુલ હોય અને અમુક કાળે ન જ હોય તે ન ચાલે) અને કાં તો તે ત્યાં કદીયે ન જ હોવાં જોઈએ; આવા દોષો આવશે. કારણ કે જો નિયમ ન કરનાર એવો કોઈ નિયામક હેતુ હોય તો જ ભાવોનું કદાચિપણું (કોઈ વખતે તે ભાવ હોવો અને કોઈ વખતે તે ભાવ ન હોવો એમ) સંભવે; માટે અહીં- એ વર્તનાનો જે કોઈ નિયામક છે તે જ કાળ
Jain Education International
For Privaluersonal Use Only
www.jainelibrary.org