________________
ઉત્તર:- જો કે એ વાતં (પ્રશ્ન) સત્ય છે, તો પણ ઉદયના અવસ્થિતપણાની અપેક્ષાએ (લેશ્યાના અવસ્થિત ઉદય આશ્રયિ) જેને જે લેશ્યાદ્રવ્યો કહ્યાં છે, તેને તે જ લેશ્યાદ્રવ્યો હોય છે, અને કદાચિત્ ઉદય (કોઈ વખતના ઉદય)ને આયિ તો તેને ઉદયમાં કહેલાં લેશ્યાદ્રવ્યોથી બીજાં લેશ્યાદ્રવ્યો પણ હોય છે જ. તે આ પ્રમાણે :
સાતમી નરકપૃથ્વીમાં કૃષ્ણલેશ્યાનાં દ્રવ્ય જ જો કે હંમેશા અવસ્થિત ઉદયવાળાં છે, તો પણ કોઈ વખત સમ્યક્ત્વલાભ વિગેરેના પ્રસંગે તૈજસ્ આદિ લેશ્યાદ્રવ્યો પણ ઉદયમાં આવે છે, અને તેથી તે સમ્યક્ત્વાદિ ભાવ પામે છે. અને એ વાત અવશ્ય અંગીકાર કરવી જોઈએ. નહિતર સિધ્ધાન્તમાં તેઓને જે સમ્યક્ત્વ લાભ કહ્યો છે, તે ન પ્રાપ્ત થાય. કારણ કે અશુભલેશ્યા પરિણામમાં તે સમ્યક્ત્વનો લાભ થતો જ નથી.
પ્રશ્ન:- જો એ પ્રમાણે હોય તો (તેનો અર્થ એ કે) અવસ્થિત લેશ્યાદ્રવ્યો અને આગન્તુક લેશ્યાદ્રવ્યો એ બેથી ઉત્પન્ન થયેલા બે પ્રકારના પરિણામનો સદ્ભાવ એકી સાથે સમકાળે સંભવે. જ્યારે સિદ્ધાન્તમાં તો પરસ્પરવિરુધ્ધ પરિણામનો સદ્ભાવ એક કાળમાં (સમકાળે) અંગીકાર કર્યો નથી. હા, યુક્તિ વડે વિચારતાં તો એ બે વિરુધ્ધ પરિણામનો સદ્ભાવ સમકાળે સંભવે છે. (પણ સિધ્ધાંતમાં તો ના કહી છે. તેનું શું ?).
ઉત્તર:- તમારી વાત ખરી છે. પરન્તુ જે આગન્તુક લેશ્યાદ્રવ્યો કદાચિત્ ઉદયમાં આવે છે, તે આગન્તુક દ્રવ્યો વડે તે અવસ્થિત લેશ્યાદ્રવ્યો એવાં પ્રતિહત સામર્થ્યવાળાં (સામર્થ્ય વિનાનાં) થઈ જાય છે કે જેથી પોતાને ઉત્પન્ન કરવા યોગ્ય પરિણામ ઉત્પન્ન કરી શકતાં નથી. તે કારણથી આગન્તુક લેશ્યાદ્રવ્યોના ઉદય વખતે તે આગન્તુક દ્રવ્યોથી ઉત્પન્ન થયેલો એક જ પરિણામ હોય છે. તો સમકાળે બે પરિણામનો સદ્ભાવ ક્યાંથી હોય ?
પ્રશ્ન:- જો એ પ્રમાણે હોય તો નારક-દેવોને જે અવસ્થિત કૃષ્ણલેશ્યા કહી છે, તેમાં વિરોધ આવશે. કારણ કે આગંતુક લેશ્યાદ્રવ્યોના ઉદય સમયે તેનો પ્રતિઘાત થાય છે, માટે (તે અવસ્થિત નહિ રહે). ઉત્તર : ના, એ વાત એ પ્રમાણે નથી; કારણ કે આગન્તુક લેશ્યાદ્રવ્યોના ઉદયકાળે અવસ્થિત લેશ્યાદ્રવ્યો તેના (આગંતુક-દ્રવ્યના) આકારમાત્રને જ પામે છે, પરન્તુ પોતાનું સ્વરૂપ સર્વથા છોડી દઈને અન્ય સ્વરૂપને પ્રાપ્ત થતાં નથી, કે જેથી પોતાના અવસ્થિત ઉદયમાં વિરોધ આવે, તે સંબંધ શ્રીવ્રજ્ઞાપનાનીમાં કહ્યો છે. તે આ પ્રમાણે -
‘તે નિશ્ચય હે ભગવંત ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાનો સંબંધ પામીને તેના વર્ણપણે, તેના ગંધપણે, તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર ન પરિણમે ? ઉત્તર:- હા ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાનો સંબંધ પામીને તેના વર્ણપણે, તેના ગંધપણે, તેના રસપણે અને તેના (નીલલેશ્યાના) સ્પર્શપણે વારંવાર ન પરિણમે.'
રૂતિ અભ્યુપગમથી (અનુસરણથી) સર્વ† પ્રત્યે આલાપક કહેવો, તે યાવત્ પર્યન્તે મુન્નો મુટ્ટો પરિણમ ્ ? એ પાઠ આવે, (જેથી તાત્પર્ય એ આવે કે-) હે ગૌતમ ! જેમ તું
૧. સર્વ એટલે વર્ણ – ગંધ – રસ અને સ્પર્શ એ ચારેના સંબંધમાં ઉત્તરનો આલાપક કહેવો. ઉપલક્ષણથી કાપોત આદિ લેશ્યાના સંબંધમાં પણ એજ સ્વરૂપવાળા આલાપક હોય છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org