________________
કહેવા. તે આ પ્રમાણે -સે નૂપ મંતે, ફિન્ટનેસ ફાઉઝનેસ પપ્પ ઈત્યાદિ. તથા તેડનેસં પટ્ટ સુક્ષનેસ પંપૂ એ રીતે (પાંચ આલાપક) અવસ્થિત કૃષ્ણલેશ્યાના ઉદય આશ્રયિ કહ્યા. પરંતુ
જ્યારે અવસ્થિત ઉદયવાળી નીલલેશ્યા હોય ત્યારે તેની નીચેની કૃષ્ણલેશ્યા સહિત તેમજ ઉપરની કાપોતલેશ્યા અને તેજલેશ્યા વિગેરે સહિત (પાંચ) આલાપક કહેવા. તે આ પ્રમાણે - સે નૂ મંતે, નીનનેસ વન્દન્તાં ઈત્યાદિ. તથા નીતનેસ છોઝનેસં તેડનેસં પંખ્યાં સુત્રો પપ્પ ઇત્યાદિ. પરન્તુ વિશેષ એજ કે કૃષ્ણલેશ્યાવાળા આલાપકમાં ‘તત્ર તા. નીનત્તેશ્યાવસતિ- એટલે ત્યાં રહેલી નલલેશ્યા ખસી જાય છે એમ કહેવું. કારણ કે આગન્તુક કૃષ્ણલેશ્યાના ઉદયમાં અવસ્થિત નીલેશ્યાનું જ ખસવું ઘટી શકે છે. એ પ્રમાણે જે રીતે નીલલેશ્યાની મુખ્યતાએ નીચેની ૧ અને ઉપરની ૪ લેશ્યાઓ સાથે નીલલેશ્યાના (પાંચ) આલાપક ઉત્પન્ન કર્યા તે જ રીતે કાપોતલેશ્યા આદિ ચાર વેશ્યાઓના પણ પ્રત્યેકના ઉપરનીચેની લેશ્યાઓ સાથે આલાપક (પાંચ પાંચ) ઉત્પન્ન કરવા. અને સર્વ આલાપકોમાં નીચેની લેશ્યાવાળા આલાપકમાં કોસ (વિસતિ) અને ઉપરની લેશ્યાઓવાળા આલાપકોમાં સર્વત્ર (ઉત્સઉતિ) પાઠ કહેવો. એ પ્રમાણે યાવત્ શુકુલલેશ્યા પદ્મવેશ્યાને પામીને સોસક્કડું-વસતિ એ પાઠ સુધી કહેવું. અહીં શુફલલેશ્યા સંબંધિ આલાવામાં પાંચમાં નવસતિ પાઠ આવે, પરન્તુ તેની ઉપરની વેશ્યાઓ ન હોવાથી ઉત્સર્પતિ પાઠ આવે નહિ. એ પ્રમાણે પ્રસંગોપાત્તથી કરેલા એ વર્ણનમાં વધુ લંબાણથી હવે સર્યું ! સાર એ છે કે આથી આગન્તુક વેશ્યાનો ઉદય થયે અવસ્થિત લેશ્યાનો ઉદય પણ વિરોઘવાળો નથી. કારણ કે પૂર્વે કહેલી રીતે તેનો સર્વથા પ્રતિઘાત થવાનું નિષેધ કરેલું હોવાથી અવસ્થિત લેશ્યા આગન્તુક લેશ્યાના ઉદયે સર્વથા નાશ પામતી નથી એ વાત સિદ્ધ થઈ. અને એ પ્રમાણે નારક-દેવોને જેને જે દ્રવ્ય લેશ્યા કહી છે, તેને તે જ વેશ્યા હમેશાં હોય છે. અને ભાવલેશ્યા તો સર્વ જીવોને સર્વે હોય છે, એ વાતનું નિરૂપણ પણ આ ચાલુ વાતથી જ સિદ્ધ થયું જાણવું. અને તે થયું એટલે સાતમી પૃથ્વીના નારકોને સમ્યક્ત આદિ લાભના વખતે તેજલેશ્યા વિગેરે (ત્રણ) શુભ લેશ્યાનો સંભવ હોય છે, અને સંગમક દેવ વિગેરે દેવોને (મહાસંક્લિષ્ટ દેવોને) પણ શ્રી મહાવીરસ્વામીને ઉપસર્ગ કરવા વિગેરેના સમયે કૃષ્ણાદિ અશુભ લેશ્યાનો સદ્ભાવ હોય,
૧. અહીં કૃષ્ણલેશ્યાનો કાપોતલેશ્યાની સાથેનો સંપૂર્ણ આલાપક નીલલેશ્યા સાથે કહેવાઈ ગયેલાં પ્રશ્રના અને ઉત્તરના બન્ને આલાપકતુલ્ય જાણવો, અને જે તફાવત છે તે વૃત્તિકાર પોતે જ દર્શાવશે. (તફાવત હસ અને સોસ એ બે શબ્દનો છે), ૨. દરેક વેશ્યાના પાંચ પાંચ આલાપક થવાથી સર્વ મળી (૬ ૪ ૫ =) ૩૦ આલાપક થાય, તેમાં કૃષ્ણલેશ્યાના પાંચે આલાપકમાં ૩ , મધ્ય ચાર લેશ્યાઓના આલાપકમાં કરંત ધરૂ અને ગોરાદ્ધ, અને છેલ્લી વેશ્યાના આલાપકમાં કેવળ સોસજ્જ પાઠ આવે. ૩. સંગમકદેવ તે સૌધર્મ કલ્પનો સામાનિક દેવ છે, અને સૌધર્મ કલ્પમાં સર્વને દ્રવ્યથી તેજલેશ્યા જ હોય છે, માટે સંગમકદેવને પણ અવસ્થિત વેશ્યા જો કે તેજલે ગ્યા (શુભ લેગ્યા) છે, તો પણ શ્રી મહાવીર પ્રભુને ઉપસર્ગ કરતી વખતે ભાવથી કૃષ્ણલેશ્યા જ ઘટે છે, કારણ કે કૃષ્ણલેશ્યા જેવા દુષ્ટ પરિણામ વિના એવા મહાઉપસર્ગ કરી શકાય નહિ. - એ તાત્પર્ય છે. એ પ્રમાણે એ બીજું દ્રષ્ટાંત શુભલેશ્યાવાળા દેવને પણ અશુભ ભાવલેશ્યા સંબંધિ કહ્યું.
Jain Education International
For Priv 4 Personal Use Only
www.jainelibrary.org