________________
સર્વને – સર્વથા હણવાનો જેનો સ્વભાવ છે તે રસસ્પર્ધકો સર્વઘાતી કહેવાય. અને જે કર્મ (નો રસ) પોતાને આવરવા યોગ્ય તે જ ગુણને દેશથી (એક અંશે) હણવાના સ્વભાવવાળું હોય તેનાં તે રસસ્પર્ધકો અથવા તે કર્મો ટેશધાતી કહેવાય. (અર્થાત્ આત્મગુણને દેશથી – અલ્પ હણે તે દેશઘાતી).
પ્રશન:- અહીં પ્રથમ તો સ્પર્ધક એટલે શું કહેવાય? અને એ સ્પર્ધકનો શબ્દાર્થ શું? તે કહો (જેથી રસસ્પર્ધકોનું સ્વરૂપ સમજી શકાય).
ઉત્તર:- અહીં પ્રથમ તો જીવ, દરેક કર્મમાં અનન્ત પરમાણુઓ ભેગા મળીને થયેલો એક સ્કંધ, તેવા અનન્ત સ્કંધોને, પ્રતિસમયે, કર્મપણે ગ્રહણ કરે છે. ત્યાં અનન્ત સ્કંધોમાંના એકેક સ્કંધને વિશે જે પરમાણુ સર્વથી જઘન્ય (અલ્પ) રસવાળો છે, તે પરમાણુના તે જઘન્ય રસને પણ શ્રી સર્વજ્ઞની બુદ્ધિરૂપ શસ્ત્રો વડે છેદીએ (તે રસના વિભાગ કલ્પીએ-કરીએ) તો નિશ્ચય સર્વ જીવથી અનન્તગુણ વિભાગ થાય છે. વળી બીજી કોઈ પરમાણુ તે સ્કંધમાં એવો પણ છે કે તેમાંના રસના વિભાગ કરતાં પહેલાં પરમાણુ જેટલા સર્વ જીવથી અનંતગુણ અને તે ઉપરાંત ૧ ભાગ અધિક એટલા વિભાગવાળો છે. વળી ત્રીજો પરમાણુ બે ભાગ અધિક તેટલા રસાવિભાગવાળો છે, અને ત્રીજા કોઈ પરમાણુમાં ત્રણ ભાગ અધિક તેટલા રસાશ થાય છે. એ પ્રમાણે એકોત્તર વૃદ્ધિએ (એકેક રસાંશ અધિકાધિક વૃદ્ધિએ) ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી કોઈ પરમાણુ મૂળ પરમાણુમાં કહેલા રસાવિભાગોથી અનન્તગુણ રસાવિભાગવાળો હોય. એ પ્રમાણે હોતે છતે વિવલિત એક કર્મસ્કંધને વિશે જેટલા પરમાણુઓ સર્વ જઘન્ય રસવાળા હોય તે (સમાન રસવાળા) સર્વ પરમાણુનો સમુદાય તે સમાન જાતિવાળો હોવાથી પત્ની વUTI ગણાય. તેથી એક રસાવિભાગ અધિક તેટલા રસોશવાળા બીજા પરમાણુઓનો સમુદાય તે વીની વM. બે રસાવિભાગયુક્ત તેટલા રસોશવાળા બીજા પરમાણુઓનો સમુદાય તે સ્ત્રીની વUTI, ત્રણ રસાવિભાગ અધિક તેટલા રસોશવાળા બીજા પરમાણુઓનો સમુદાય તે વોથી વI. એ પ્રમાણે એ જ પદ્ધતિએ એકેક રસાવિભાગ અધિક પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ સર્વ સિદ્ધથી અનત્તમા ભાગ જેટલી અને અભવ્યથી અનંતગુણી પ્રાપ્ત થાય છે. એ એટલી વર્ગણાઓનો સમુદાય તે એક પ્રથમ રસસ્પર્ધક કહેવાય છે. તે સ્પર્ધકનો શબ્દાર્થ આ પ્રમાણે - જેમાં પરમાણુવર્ગણાઓ પોતાની એકોત્તર વૃદ્ધિ વડે જાણે પરસ્પર સ્પર્ધા કરતી હોય તે (વર્ગણાઓ) સ્પર્ધવા. અહીંથી આગળ નિરન્તર એકેક રસાણ અધિક વડે વધતા રસવાળા પરમાણુઓ પ્રાપ્ત થતા નથી. ત્યારે કેવા પરમાણુઓ પ્રાપ્ત થાય છે? તે કહે છે :- પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના પરમાણુઓમાં રહેલા રસાવિભાગોથી, સર્વ જીવથી અનન્તગુણ રસાવિભાગ વડે અધિક રસવાળા પરમાણુઓ પ્રાપ્ત થાય છે, માટે ત્યાંથી પ્રારંભીને બીજું સ્પર્ધક આરંભાય છે. ત્યાં એ બીજા સ્પર્ધકમાં પણ સર્વ જઘન્ય રસવાળા પરમાણુઓની એક-પહેલી વર્ગણા, તેથી એક રસાવિભાગ અધિક પરમાણુઓની બીજી વર્ગણા, બે રસાવિભાગ અધિક પરમાણુઓની ત્રીજી વર્ગણા, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પૂર્વે કહેલી સંખ્યા જેટલી પહેલા સ્પર્ધક જેટલી અર્થાત્ સર્વ સિદ્ધથી અનંતમા ભાગ જેટલી અને અભિવ્યથી અનન્તગુણ) વર્ગણાઓ થાય. એ વર્ગણાઓનો સમુદાય તે વીનું રસસ્પર્ધા.
Jain Education International
For Private
Tosonal Use Only
www.jainelibrary.org