________________
પામે તો મિથ્યાત્વનો ઉપશમભાવ પણ ન હોય. એ કારણથી જ કોઈકની સૂત્રપુસ્તિકામાં (કોઈ બીજી પ્રતમાં) “વવો ૩ યંસતિયાધામો’ એ પાઠના સ્થાને ના સમૂUUUસ ય વિસુદ્ધી એવો પાઠ દેખાય છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છેઃ- ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વનો ઉદયવિઘાત, અને “સમુOUT-સમુઠ્ઠીર્થસ્ય' એટલે ઉદયમાં આવેલા મિથ્યાત્વની જે વિશુદ્ધિ એટલે ક્ષય તે ઉપશમ કહેવાય. આ ચાલુ ગાથાના પાઠમાં “ક્ષય'નું લક્ષણ નથી કહ્યું, તો પણ તે સ્વતઃ વિચારી લેવું. એથી કરીને તાત્પર્ય એ આવ્યું કે – ઉદયપ્રાપ્ત મિથ્યાત્વનો ક્ષય થયે છતે શેષ ઉદયમાં નહિ આવેલ એટલે સત્તામાત્રથી વર્તનારા મિથ્યાત્વનો જે ઉદયવિઘાત એટલે ઉદયની અયોગ્યતાની પ્રાપ્તિ તે ૩૫શન.
પ્રશ્ન:- જો ઉપશમનો અર્થ એ પ્રમાણે છે તો ક્ષયોપશમનો અર્થ પણ પૂર્વે એવા જ સ્વરૂપવાળો કહ્યો છે, તો પછી એ બેમાં ભેદ નહિ રહે, તેનું શું?
ઉત્તર:- એ વાત જો કે સત્ય છે, પરન્તુ કર્મ જ્યારે ક્ષયોપશમભાવે વર્તતું હોય ત્યારે તે કર્મનો વિપાકથી જ ઉદય ન હોય, પરન્તુ પ્રદેશથી તો ઉદય હોય છે જ. અને ઉપશમ અવસ્થાને પ્રાપ્ત થયેલા કર્મનો તો પ્રદેશથી પણ ઉદય નથી, માટે એટલા વડે જ એ બેનો ભેદ છે. ઇત્યલ”.
| (ચાલુ અધિકાર –) તેવા પ્રકારના ઉપશમભાવ વડે થયેલું જે સમ્યક્ત તે ઉપશમ સમ્યક્ત, એમ સ્વતઃ જાણી લેવું. વળી આ ઉપશમ સમ્યક્ત જીવને જે રીતે પ્રાપ્ત થાય છે, અને મિથ્યાત્વમોહનીયના અંતરકરણમાં વર્તતા જીવને જે રીતે એ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે સર્વ રીતિ આ ગ્રન્થમાં જ સાસ્વાદન ગુણસ્થાનના સ્વરૂપ પ્રસંગે પ્રથમ જ દર્શાવેલ છે. તેમજ શુદ્ધ સમ્યક્તપુંજનાં યુગલોને વેદવારૂપ ક્ષયોપશમ સમ્યક્તનું સ્વરૂપ પણ ત્યાં જ નિર્મીત કર્યું છે (દર્શાવ્યું છે), એમ જાણવું.
હવે વસો ગ વંસતાધા એ પદનો અર્થ કહેવાય છે – એ પદમાં સT - દર્શન શબ્દ વડે દર્શનમોહનીયકર્મ કહેલું છે, તેનું ત્રિ એટલે પૂર્વે કહેલા સ્વરૂપવાળા સમ્યક્ત મોહનીય-મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એ ત્રણ પુંજ, તેનો જે ધાત એટલે વિશુદ્ધ અધ્યવસાયથી સર્વથા દલિકની નિર્લેપતા કરવી (એટલે એ ત્રણે પુંજનાં પુદ્ગલોનો સર્વથા અભાવરૂપ નાશ કરવો) તે અહીં ક્ષય કહેવાય, અને તેવા પ્રકારના ક્ષય વડે ઉત્પન્ન થયેલું જે સમ્યક્ત તે ક્ષાવિષ્ઠ સચવું કહેવાય, તે પોતાની મેળે જાણી લેવું.
પ્રશ્ન :- બીજાં શાસ્ત્રોમાં દર્શનસપ્તકના (અનંતાનુ0 ૪ અને દર્શનત્રિક એ ૭ ના) ક્ષય વડે ક્ષાયિક સમ્યક્ત કહાં છે, અને અહીં (આ ગાથામાં) તો કેવળ દર્શનત્રિકના જ ક્ષય વડે સાયિક સમ્યકત્વ કહ્યું છે આવો વિરોધ કેમ છે?
ઉત્તર:- એ વાત જો કે સત્ય છે, પરંતુ મુખ્યત્વે તો એ દર્શનટિક જ સમ્યત્ત્વનો ઘાત કરનાર છે, તે કારણથી જ તેના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત કહેવું યોગ્ય છે. અને અન્ય ગ્રંથોમાં દર્શનસપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ જે કહેવાય છે, તે તો અનંતાનુબંધિચતુષ્કનો ક્ષય થયા વિના દર્શનરિકનો ક્ષય કદી પણ થતો નથી, અને દર્શનત્રિકના ક્ષય વિના ક્ષાયિક સમ્યક્ત્વ
Jain Education International
For Privatpersonal Use Only
WWW.jainelibrary.org