________________
તથા કેટલાક કિસ્થાનક રસવાળાં સ્પર્ધકો હણાયે છતે, એટલે વિશુદ્ધ અધ્યવસાયો વડે અપવર્તન વિગેરે કરણોના ક્રમથી (પદ્ધતિથી) સર્વથા વિચ્છેદ પામ્ય છતે, તથા (શેષ રહેતાં) ક્રિસ્થાનિકાદિ રસસ્પર્ધકોનો અનંત અનંત ભાગ પ્રતિસમય ક્ષય કરતો એટલે દેશઘાતી
સ્પર્ધકવાળા રસનો પણ એક અનન્તમો ભાગ બાકી રહ્યો છતે “જીવ સમ્યક્ત પામે છે, પરન્તુ બીજી રીતે (એથી અધિક રસ હોતે) સમ્યક્ત પામી શકતો નથી” એ વાક્ય અધ્યાહારથી જાણવું. એ પ્રમાણે ૭૭મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૭૭થી
Hવતર: એ પ્રમાણે પૂર્વ ગાથામાં સમ્યક્તની પ્રાપ્તિનું કારણ (એટલે સમ્યક્તની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે) દર્શાવ્યું, અને હવે સમ્યક્તના ભેદ કહે છે: - ત્યાં સમ્યક્ત ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે – (દર્શનમોહનીય આદિ કર્મના) ક્ષયોપશમથી થયેલું તે ક્ષયોપશમસત્ત્વ, ઉપશમથી થયેલું તે ઉપશમસવ, અને તે કર્મોનો ક્ષયથી થયેલું તે ક્ષાયિસમ્પર્વ. ત્યાં પ્રથમ ક્ષયોપશમ સમ્યત્ત્વનું નિરૂપણ કરવાને કહે છે :
खीणमुइण्णं सेसय - मुवसंतं भन्नए खओवसमो ।
उदयविघाय उवसमो, खओ अ दंसणतिगग्घाओ ॥७८॥ ગાથાર્થ જે ઉદયમાં આવેલું હોય તે ક્ષય પામે, અને શેષ (ઉદયમાં નહિ આવેલું હોય તે)નો ઉપશમ થાય તે ક્ષયોપશમ કહેવાય. તથા ઉદયનો વિઘાત થાય તે ઉપશમ, અને ત્રણે દર્શનમોહનીયનો ઘાત થાય તે ક્ષાયિક કહેવાય. //૭૮ 1 ટીસ્ટાર્થઃ મિથ્યાત્વ મોહનીય કર્મ જે જેટલું) “ઉદીર્ણ” એટલે ઉદયમાં આવ્યું હોય તે સર્વનો
જ્યારે “ક્ષUTT'એટલે નાશ થાય, અને ઉદયમાં આવેલા મિથ્યાત્વથી “ઘ' એટલે શપ રહેલું મિથ્યાત્વ કે જે વિવક્ષિતકાળે હજી સુધી ઉદયમાં આવતું નથી. પરન્તુ કેવળ સત્તાભાવે જ રહે તે “ઉપશાન્ત” એટલે અટકેલા ઉદયવાળું (જેનો ઉદય અમુક વખત માટે રોકાઈ ગયો છે એવું) કહેવાય. એ પ્રમાણે મિથ્યાત્વ જ્યારે એવા પ્રકારના વિખંભિત ઉદયવાળું થાય ત્યારે તે કર્મનો તેવા પ્રકારવાળો ક્ષયોપશમ કહેવાય છે. કારણ કે ઉદયમાં આવેલ મિથ્યાત્વ મોહનીયકર્મ ક્ષય પામેલું હોવાથી અને ઉદયમાં નહિ આવેલ મિથ્યાત્વ ઉપશાન્ત થયેલું હોવાથી (એવા પ્રકારનો મિશ્રભાવવાળો ક્ષયોપશમભાવ છે); એવા પ્રકારના ક્ષયોપશમભાવ વડે ઉત્પન્ન થયેલું જે સમ્યક્ત તે ક્ષયોપશમ સજીવ કહેવાય. અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મ ક્ષયોપશમ ભાવવાળું થયે છતે જીવ જે સમ્યક્ત પામે છે તે ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય, એ તાત્પર્ય છે. અહીં આ ગાથામાં જો કે ક્ષયોપશમ સમ્યક્ત્વ નથી કહ્યું, પરન્તુ કેવળ “ક્ષયોપશમ” એટલું જ કહ્યું છે, તો પણ ચાલુ પ્રસંગમાં સમ્યક્ત્વની જ વાત ચાલી આવતી હોવાથી ક્ષયોપશમ ભાવ નહિ પરન્તુ ક્ષયોપશમ સમ્યકત્વ' એ અર્થ પોતાની મેળે જ જાણી લેવો.
તથા ૩યવિધા ઉવસમો- એ પદનો અર્થ આ પ્રમાણે :- અહીં ઉપશમવું તે ઉપશમ. તે શું છે ? તે કહે છે – મિથ્યાત્વ મોહનીયનો જે ઉદય, તેનો જે વિઘાત એટલે અભાવ થાય તે ઉપશમ કહેવાય. અહીં “ઉદયનો વિઘાત” એ ઉપલક્ષણ છે, માટે તે ઉપલક્ષણથી “ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય” એમ પણ જાણવું; કારણ કે ઉદયમાં આવેલું મિથ્યાત્વ જો ક્ષય ન
Jain Education International
૧ ૨૦ For Private & Personal Use Only
www.jainelibrary.org