________________
ટીાર્થઃ ગાથામાં તદ્રુવધા િશબ્દમાં કહેલા તત્ શબ્દથી પ્રસ્તાવ વડે પ્રાપ્ત થયેલું (એટલે ચાલુ દ્વારના સંબંધથી પ્રાપ્ત થયેલું) ચિત્તને વિષે વર્તમાન એટલે ચાલુ પ્રસંગથી ચિત્તમાં કહેવાની ઈચ્છાથી જે પ્રવર્તી રહેલું છે) એવું સમ્યક્ત્વ જ વિચારવું. ત્યાં જીવ આદિ પદાર્થના શ્રદ્ધાનમાં જીવ જેના વડે સમ્યક્ રીતે ઝગ્ધતિ એટલે શુભાશુભ અધ્યસાય વિશેષ વડે પ્રવર્તે તે સમ્યક્ત્વ કહેવાય. (એ વ્યુત્પત્તિ અર્થ જાણવો). અર્થાત્ સર્વ વસ્તુઓ જેવા સ્વરૂપે રહી છે, તેવા સ્વરૂપે સર્વ વસ્તુની શ્રદ્ધાના વિષયવાળો એવો જીવનો જે શુભપરિણામવિશેષ તે સમ્યક્ત્વ. તે સમ્યક્ત્વને હણવાનો સ્વભાવ છે જેનો એવાં જે કર્મો તે ‘તદુપઘાતિ કર્મો' જાણવાં. તે સમ્યક્ત્વોપઘાતક કર્મો કયાં ? તે કહે છે -
=
મતિ અને શ્રુત તે મતિત, એ બન્ને જ્ઞાન; અને તે બેનાં આવરણ તે ‘મતિશ્રુતજ્ઞાનાવરણ' કહેવાય. તથા દૃશ્યતે એટલે જે હોતે છતે વસ્તુ સમ્યક્ પ્રકારે પરિચ્છેદાય – જણાય - દેખાય તે વર્શન એટલે સમ્યક્ત્વ કહેવાય. તે જ સમ્યક્ત્વને મોતિ એટલે મૂંઝાવે-આચ્છાદન કરે તે ‘દર્શનમોહ' કહેવાય. એ દર્શનમોહ કર્મ સમ્યક્ત્વ-મિશ્ર-મિથ્યાત્વ એ ત્રણ પુંજરૂપ છે. તેથી એ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહરૂપ ત્રણ કર્મો સમ્યક્ત્વનાં ઉપઘાતક જાણવાં.
પ્રશ્નઃ- મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ એ બે કર્મ તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બેનાં ઉપઘાતક છે, તો અહીં સમ્યક્ત્વનાં ઉપઘાતક કેમ કહેવાય ? સમ્યક્ત્વનું ઉપઘાતક કર્મ તો દર્શનમોહનીય જ હોઈ શકે.
ઉત્તર:- એ વાત સત્ય છે, પ૨ન્તુ જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે. ત્યારે સમ્યક્ત્વ પામવા સાથે તુર્ત જ સમકાળે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ અવશ્ય પામે છે. અને તે જીવને જ્યારે સમ્યક્ત્વ ચાલ્યું જાય છે, ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ અવશ્ય ચાલ્યાં જાય છે . તે કારણથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને સમ્યક્ત્વ એ ત્રણેનું સહચારીપણું હોવાથી (એટલે એ ત્રણેનો અવિનાભાવી સંબંધ હોવાથી) એ પ્રમાણે મનાય છે કે – એ ત્રણમાં જે કર્મ એકનું ઉપઘાતક છે, તે કર્મ સ્થૂલ વ્યવહારનયની અપેક્ષાએ બીજાનું પણ ઉપઘાતક કહીએ તો પણ કાંઈ હાનિ નથી. કારણ કે અÔન્વય - વ્યતિરેકની સર્વત્ર તુલ્યતા છે. અને પરમાર્થથી (વસ્તુતઃ) વિચારતાં તો સમ્યક્ત્વનું ઉપઘાતક દર્શનમોહનીય કર્મ જ છે. હવે એ ચર્ચાથી સર્યું.
-
તથા કર્મ – ૫૨માણુઓના સ્કંધરૂપ તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહ એ ત્રણે કર્મનાં બ્રુગાડું = સ્પર્ધકો કે જે રસના સમૂહવિશેષરૂપ છે (અર્થાત્ રસસમૂહરૂપ સ્પર્ધકો છે) તે દુવિહારૂં = બે પ્રકારનાં છે. તે કેવી રીતે બે પ્રકારનાં છે ? તે કહે છે - સવ્વવેતોવધાળિ (સર્વદેશોપઘાતી) = સર્વઘાતી અને દેશઘાતી. ત્યાં પોતાને આવ૨વા યોગ્ય જ્ઞાનાદિગુણને ૧. સમ્યક્ત્વ હોય તો જ્ઞાન હોય અને જ્ઞાન હોય તો સમ્યક્ત્વ પણ અવશ્ય હોય માટે જ્ઞાન અને સમ્યક્ત્વનો એ સંબંધ અન્વયસંબંધ કહેવાય. તથા સમ્યક્ત્વ ન હોય તો જ્ઞાન પણ ન હોય, અને જ્ઞાન ન હોય તો સમ્યક્ત્વ પણ ન હોય એ વ્યતિરેષ્ઠસંબંધ, અને જે અન્વય-વ્યતિરેક સંબંધવાળું છે તે જ અવિનાભાવી સંબંધવાળું હોય. જેના વિના જે ન હોય તે તેની સાથે અવિનાભાવી સંબંધવાળું ગણાય.
Jain Education International
For Privateersonal Use Only
www.jainelibrary.org