________________
એ પણ નિર્વિવાદ ઘટે છે જ. એ ગાથાનો અર્થ સમાપ્ત થયો, અને પ્રસંગોપાત્ત લેશ્યાદ્વાર પણ સમાપ્ત થયું. II તિ તેશ્યાદ્વાર સમાપ્તમ્ ||
II ભવ્ય દ્વાર ॥
હવે ભવ્ય અભવ્યદ્વાર કહેવાય છે. ત્યાં જે જીવો ભવિષ્યમાં મોક્ષપર્યાયવાળા થશે, (એટલે મોક્ષમાં જશે તે ભવ્ય કહેવાય), અર્થાત્ જે જીવ વર્તમાન કાળમાં હજી સુધી મોક્ષ પામ્યો નથી, પરન્તુ આગામી કાળમાં (ભવિષ્યકાળમાં) નિશ્ચયથી મોક્ષ પામશે તે ભવ્ય. અને એ લક્ષણથી વિપરીત લક્ષણવાળા જીવો તે સમવ્ય નીવ કહેવાય. એ કારણથી જ ભવ્ય જીવો મિિદ્ધ જીવો પણ કહેવાય છે. ત્યાં મા એટલે ભાવી કાળમાં થના૨ી છે સિધ્ધિ જેઓનો તે મસિદ્ધિ એવી વ્યુત્પત્તિ હોવાથી. અને તેથી વિપરીત તે ઝમવસિદ્ધિ જીવ કહેવાય. વળી ભવ્ય જીવોનું તે ભવ્યપણું અનાદિકાળથી સ્વભાવ સિદ્ધ છે, અને શાશ્વત જ છે, પરન્તુ કોઈ અન્ય સામગ્રી વડે (કોઈપણ પ્રકારના હેતુથી - નિમિત્તથી) તે ભવ્યત્વ પશ્ચાત્ થાય છે, અથવા ચાલ્યું જાય છે તેમ નથી. એ પ્રમાણે અભવ્યોનું અભવ્યત્વ પણ (અનાદિકાળથી સ્વભાવસિદ્ધ છે, અને તે કોઈપણ હેતુ પામીને પશ્ચાત્ થતું નથી અથવા ચાલ્યું જતું નથી એમ જાણવું. એ ભવ્ય અને અભવ્ય એ બે જીવભેદ વડે સંસારના સર્વ જીવોનો સંગ્રહ થયો જાણવો. (અર્થાત્ એ બે ભેદમાં સર્વે સં સારી જીવો ગણાઈ ગયા જાણવા). તેમાં અભવ્ય જીવ અલ્પ છે, અને ભવ્ય જીવો તેથી અનંતગુણ જાણવા. કારણ કે સિધ્ધાન્તોમાં અભવ્ય જીવો સર્વ સિદ્ધથી અનન્તમા ભાગ જેટલા કહ્યા છે, અને ત્યાં જ (સિદ્ધાન્તમાં જ) ભવ્ય જીવોને સર્વ સિદ્ધથી અનન્તગુણ કહ્યા છે. (જેથી અભવ્યથી ભવ્ય જીવો અનન્તગુણ સહેજે સમજી શકાય છે).
પ્રશ્ન:- જો ભવ્યત્વ અને અભવ્યત્વ એ બન્ને ભાવને અનાદિકાળથી સ્વભાવસિદ્ધ સ્વીકારીએ, તો એ ભવ્યત્વાભવ્યત્વ શું પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે કે અનુમાન પ્રમાણથી જણાય છે ? તે કહેવું જોઈએ.
ઉત્તર:- કેવલિભગવંતોને એ સ્વભાવસિદ્ધતા પ્રત્યક્ષ જાણી શકાય છે, અને વ્યવહારી જીવોને (છદ્મસ્થોને) અનુમાન પ્રમાણથી જાણી શકાય છે.
પ્રશ્ન:- અનુમાન પ્રમાણ તો કોઈપણ પ્રકારના લિંગથી - ચિહ્નથી પ્રવર્તે છે, તો આ અનુમાનમાં એવું કયું લિંગ છે કે જે લિંગ વડે છદ્મસ્થ જીવો ભવ્યત્વ (અથવા અભવ્યત્વ) આદિ જાણી શકે?
ઉત્તર:- જે જીવ સંસારનો પ્રતિપક્ષભૂત એવો મોક્ષ છે એમ સ્વીકારે છે, અને મોક્ષની પ્રાપ્તિનો અભિલાષ સ્પૃહાસહિત ધારણ કરે છે, તેમજ ‘હું શું ભવ્ય હોઈશ કે અભવ્ય હોઈશ ? (હું ભવ્ય છું કે અભવ્ય ?). જો હું ભવ્ય હોઉં તો સારૂં, અને જો અભવ્ય હોઉં તો મને ૧. ભવ્યત્વ અથવા અભવ્યત્વ જે અનાદિકાળથી છે તે ચાલ્યું જાય અને ફરીથી પ્રાપ્ત થાય નહિ તો પશ્ર્ચાત્ત્તત કહેવાય, અને વારંવાર આવે અને પુનઃ ચાલ્યું જાય તે ગવરાઘ્ધતિ = ચાલ્યું જાય કહેવાય.
૨. ભવ્યત્વ અને અભવ્યત્વમાં સિદ્ધોનો સંગ્રહ થાય નહિ, કારણ કે સિદ્ધજીવો ન ભવ્ય ન અભવ્ય કહ્યા છે, માટે અહીં કેવળ સંસારી જીવોનો જ સંગ્રહ કહ્યો છે.
Jain Education International
For Private &૧ % 6nal Use Only
www.jainelibrary.org