________________
અશુભ લેશ્યા (જ) જાણવી. એ ૭૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૭૧
વતYT: પૂર્વ ગાથામાં મનુષ્ય, તિર્યંચ તથા દેવોને યથાયોગ્ય લેાઓ કહીને હવે આ ગાથામાં સાતે પૃથ્વીને વિષે રહેલા નારકોને અનુક્રમે વેશ્યા પ્રતિપાદન કરવા માટે કહે છે :
काऊ काऊ तह काउनील नीला य नीलकिण्हा य ।
किण्हा य परमकिण्हा, लेसा रयणप्पभाईणं ॥७२।। પથાર્થ: પહેલી પૃથ્વીમાં કાપોતલેશ્યા, બીજી પૃથ્વીમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથ્વીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથી પૃથ્વીમાં નીલલેશ્યા, પાંચમી પૃથ્વીમાં નીલ અને કૃષ્ણલેશ્યા છે, ૬ઠ્ઠી પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા છે, અને સાતમી પૃથ્વીમાં પરમકૃષ્ણ લેશ્યા છે, એ પ્રમાણે રત્નપ્રભા આદિ ૭ પૃથ્વીઓમાં લશ્યાનો ક્રમ રહ્યો. //૭૨/
વ્યારબાર્થ: કિ = રત્નપ્રભા પૃથ્વીના નારકોને ૧ કાપોતલેશ્યા જ હોય, એ ભાવાર્થ છે. = તથા શર્કરા પ્રભા પૃથ્વીના નારકોને પણ તે જ વેશ્યા અર્થાત્ કાપોતલેશ્યા જ હોય છે; પરન્તુ રત્નપ્રભાથી કંઈક અધિક ક્લિષ્ટ - મલિન જાણવી. વિનીત્વ = વાલુકાપ્રભા પૃથ્વીના નારકોને કાપોતી તથા નીલ એ બે વેશ્યા છે, એટલે એ પૃથ્વીના કેટલાંક ઉપલાં પ્રતિરોમાં કાપોતલેશ્યા અને કેટલાંક નીચેનાં પ્રતિરોમાં નીલલેશ્યા હોય છે. નીના ય = ચોથી પંકપ્રભા પૃથ્વીમાં કેવળ ૧ નીલલેશ્યા જ હોય છે. તથા નીર્ના િવ = અહીં પણ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલાંક ઉપલાં પ્રતરોમાં નીલલેશ્યા અને નીચેનાં કેટલાંક પ્રતરોમાં કૃષ્ણલેશ્યા હોય છે. પિટ્ટી ય = છઠ્ઠી તમ:પ્રભા પૃથ્વીમાં કેવળ કૃષ્ણલેશ્યા જ છે, પરવિણ ૨ = સાતમી તમતમા પૃથ્વીમાં પરમકૃષ્ણલેશ્યા છે, એટલે એ જ કૃષ્ણલેશ્યા તે સાતમી પૃથ્વીમાં અત્યંત ક્લિષ્ટ-મલિન છે, એ ભાવાર્થ છે. એ પ્રમાણે કહેલા ક્રમને અનુસારે રત્નપ્રભાદિ ૭ પૃથ્વીના નારકોને એ ૩ લેશ્યાઓ યથાસંભવ હોય છે. એ ૭૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો, એટલે નારકોમાં લેશ્યાપ્રાપ્તિનો ભાવાર્થ કહ્યો. /૭૨
અવતરણ: પૂર્વ ગાથામાં સાતે પ્રકારના નારકોમાં લેશ્યાઓની પ્રાપ્તિ કહીને હવે આ ગાથામાં વૈમાનિક દેવોને વેશ્યાપ્રાપ્તિનું નિરૂપણ કરવા માટે કહે છે :
तेऊ तेऊ तह तेउ - पम्ह पम्हा य पम्हसुक्का य ।
सुक्का य परमसुक्का, सक्काइविमाणवासीणं ॥७३॥ 11થાર્થ: સૌઘર્મકલ્પમાં તેજોલેશ્યા, ઈશાનકલ્પમાં પણ તે જ તેજોવેશ્યા છે. તથા સનકુમાર કલ્પમાં કેટલાક દેવોને તેજલેશ્યા અને કેટલાક દેવોને પાલેશ્યા છે, માહેન્દ્રકલ્પમાં સર્વને પદ્મવેશ્યા છે. બ્રહ્મકલ્પમાં કેટલાકને પદ્મવેશ્યા અને કેટલાક દેવોને શુકુલલેશ્યા છે, ત્યાર બાદ લાંતકકલ્પથી અશ્રુતકલ્પ તથા ૯ રૈવેયક સુધી કેવળ શુકુલલેશ્યા છે. અને પ અનુત્તરમાં પરમશુકલ લેગ્યા છે. એ પ્રમાણે શક્ર આદિ (સૌધર્મ આદિ) વિમાનવાસી દેવોની લેશ્યાઓનો અનુક્રમ કહ્યો. I૭૩
Jain Education International
૧૦૭ For Private & Personal Use Only
www.jainelibrary.org