________________
વ્યાધ્યાર્થ: શક્ર એટલે સૌધર્મ દેવલોકનો અધિપતિ ઇન્દ્ર, તેના વડે ઓળખાતો એવો સૌધર્મ દેવલોક જ અહીં ગ્રહણ કરવો. અને તેથી સધવિમાપવાસીur એટલે સૌધર્મ દવલોક આદિ દેવલોકમાં રહેનારા વિમાનવાસી દેવોની લેશ્યાઓ અનુક્રમે (ગાથામાં કહી છે તે પ્રમાણે) જાણવી. તે આ પ્રમાણે :
સૌ દેવલોકમાં તો કેવળ ૧ તેજલેશ્યા જ હોય છે. શાન દેવલોકમાં પણ તે તેજોવેશ્યા જ હોય છે. પરન્તુ આ ઈશાનકલ્પની તેજલેશ્યા કંઈક અધિક વિશુદ્ધ જાણવી. તે તેલ એટલે સનમાર સ્વર્ગના કેટલાક અલ્પધ્ધિવાળા થોડા દેવોને તેજલેશ્યા અને શેષ સર્વ દેવોને પાલેશ્યા હોય છે. પુખ્ત ય = માટેન્દ્ર કલ્પમાં કેવળ પાલેશ્યા જ હોય છે. તથા સુલે ૨ = બ્રહ્મ દેવલોકમાંના ઘણા દેવોને અધિક વિશુદ્ધ પાલેશ્યા જ હોય છે, અને કેટલાક મહાઋધ્ધિવાળા અલ્પ દેવોને તો શુકલલેશ્યા પણ હોય છે, એ ભાવાર્થ છે. સુક્કા ય ઇતિ. એટલે નાંતથી ખેડૂત સુધીના દેવલોકમાં અને ૯ રૈવેયકોમાં ૧ શુકુલલેશ્યા જ પ્રાપ્ત થાય છે. પરન્તુ લાન્તકથી શુક્રકલ્પની વેશ્યા કંઈક અધિક વિશુદ્ધ જાણવી, શુક્રથી સહસ્રારની શુકલેશ્યા તેથી પણ અધિક વિશુદ્ધ જાણવી. એ પ્રમાણે ઉપર ઉપરના દેવલોકમાં એ શુફલલેશ્યા અનુક્રમે અધિક અધિક વિશુદ્ધ જાણવી, તે યાવત્ ૯ મા રૈવેયક સુધી અધિક વિશુદ્ધ જાણવી. અને ઉત્તર વિમાનોમાં તો પરમસુઠ્ઠા = પરમ શુકલ લેગ્યા એટલે અત્યંત વિશુદ્ધ શુફલલેક્ષા હોય છે, એ ભાવાર્થ છે. એ પ્રમાણે આ ૭૩મી ગાથાના અર્થની વ્યાખ્યા કરી. પરન્તુ અન્યત્ર વેશ્યાનો અનુક્રમ કંઈક જુદી રીતે પણ કહ્યો છે. તે આ પ્રમાણે-) “ભવનપતિ તથા વ્યન્તરો કૃષ્ણ-નીલ-કાપોત અને તેજસ્ એ ૪ વેશ્યાવાળા છે, અને જ્યોતિષી, સૌધર્મ તથા ઈશાન એ ત્રણે તેજલેશ્યાવાળા જાણવા ૧૫l'
સનતકુમાર કલ્પમાં, માહેન્દ્ર કલ્પમાં તથા બ્રહ્મદેવલોકમાં એ ૩ દેવલોકમાં ૧ પાલેશ્યા છે, અને ત્યારબાદના સર્વ દેવલોકમાં ૧ શુકુલલેશ્યા જ છે /રા (અહીં સનત્કુમાર અને બ્રહ્મ એ બે કલ્પમાં ૧ પદ્મવેશ્યા જ કહી છે અને આ ગ્રંથની ૭૩મી ગાથામાં બે-બે વેશ્યા કહી છે, એ ભિન્નતા છે).”
એ પ્રમાણે આ બે ગાથાને અનુસાર શ્રી પ્રજ્ઞાપનાદિ ગ્રંથોમાં તો સનકુમાર કલ્પમાં કેવળ પૌલેશ્યા કહી છે, તેમજ બ્રહ્મકલ્પમાં પણ કેવળ પાલેશ્યા કહી છે, પરન્તુ આ પ્રસ્તુત (ચાલુ ગ્રંથની ૭૩મી) ગાથામાં તો સનકુમારમાં કેટલાક દેવોને તૈજસ્ અને કેટલાક દેવોને પદ્મશ્યા કહી છે, તેમજ બ્રહ્મકલ્પમાં પણ કેટલાક દેવોને પાલેશ્યા અને કેટલાક દેવોને શુકુલલેશ્યા એમ બે કલ્પમાં બે બે લેશ્યા કહી છે. એમાં તત્ત્વ શું છે તે શ્રી કેવલિભગવંત અથવા બહુશ્રતો જાણ. વળી બીજા આચાર્યો તો આ ગાથાની વ્યાખ્યા બીજી રીતે પણ કરે છે. પરન્તુ તે વ્યાખ્યા પ્રજ્ઞાપનાદિ સિધ્ધાન્તોની સાથે અતિવિસંવાદવાળી છે માટે તે અર્થની અહીં ઉપેક્ષા કરી છે (એટલે તે અર્થ અહીં દર્શાવ્યો નથી.) એ પ્રમાણે આ ૭૩મી ગાથાની અર્થ સમાપ્ત થયો ||૭૩ી
અવતર: અહીં ભવનપતિથી પ્રારંભીને વૈમાનિક સુધીના દેવોને અને રત્નપ્રભાદિ પૃથ્વીભેદ ૭ પ્રકારના નારકોને પૂર્વે કોઈને કંઈ અને કોઈને કંઈ એમ યથાસંભવ લેશ્યાઓ કહી
For PAROC Personal Use Only
Jain Education International
www.jainelibrary.org