________________
સંબંધિ હોવાના કારણથી) આ પૃથ્વી આદિ ભવમાં તે પૂર્વભસંબંધિ તેજલેશ્યા કહી નથી. કારણ કે આ ગ્રંથમાં તો ગુણસ્થાનોને વિષે ભાવલેશ્યાનો જ વિચાર કહેવા પ્રારંભેલો છે. અથવા તો એ તેજોલેશ્યા પૃથ્યાદિ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે, પરન્તુ અપર્યાપ્ત અવસ્થાથી આગળ (પર્યાપ્ત અવસ્થામાં) તે તેજલેશ્યા બદલાઈને કૃષ્ણાદિ અશુભ લેશ્યાપણે પરાવર્તન પામે છે; તે કારણથી અલ્પ કાળ હોવાથી એ તેજલેશ્યા પૃથ્યાદિ જીવોમાં આ ગ્રંથને વિષે કહી નથી. તેથી તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
સુધી સનોરાંત - એટલે મિથ્યાદ્રષ્ટિથી પ્રારંભીને સયોગિકેવલી સુધીના જીવસમાસો શુકૂલલેશ્યાવાળા પ્રાપ્ત થાય છે. અર્થાત્ મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને સયોગિકેવલી સુધીનાં ૧૩ ગુણસ્થાનોમાં શુકલતેશ્યા પ્રાપ્ત થાય છે. કારણ કે ૧૪મા ગુણસ્થાનમાં અયોગિકેવલીઓ વેશ્યા રહિત હોય છે. એ પ્રમાણે ૭૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૭૦ના
૩વતરણ: પૂર્વ ગાથામાં ગુણસ્થાનો પ્રત્યે લેગ્યાનો સદ્દભાવ દર્શાવીને હવે આ ચાલુ લેશ્યાદ્વારમાં જ પૃથ્યાદિ જીવોમાંના ક્યા ક્યા જીવોને કઈ કઈ અને કેટલી વેશ્યાઓ હોય? તે શિષ્યોને ઉપયોગી હોવાથી તેનું નિરૂપણ આ ગાથામાં કરાય છે :
पुढवि दग हरिय भवणे, वण जोइसिया असंख नरतिरिया ।
सेसेगिंदिय विगला, तिल्लेसा भावलेसाए ॥७१॥ પથાર્થ પૃથ્વી-જળ-વનસ્પતિ-ભવનપતિ-વ્યંતર- (૪ લેશ્યાવાળા) જ્યોતિષી (૧ લેશ્યાવાળા) અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા (યુગલિક) મનુષ્યો તથા યુગલિક તિર્યંચો તથા (પૃથ્વી-જળ-વનસ્પતિ સિવાયના) શેષ એકેન્દ્રિયો અને સર્વે વિકસેન્દ્રિયો એ સર્વે ઓઘથી – સામાન્યથી ભાવલેશ્યાની અપેક્ષાએ યથાયોગ્ય ૩ વેશ્યાવાળા હોય છે. //૭૧
વ્યારથાર્થ : પૃથ્વી, જળ તથા વનસ્પતિ અને અસુરકુમારાદિ ભવનપતિ તથા વ્યત્તરો એ પ્રત્યેકમાં કૃષ્ણ-નીલ-કાપોત-તેજ એ ૪ વેશ્યા હોય છે. તથા જ્યોતિષીઓ કેવળ તેજોવેશ્યાવાળા હોય છે, એ પ્રમાણે આ પણ ઉપસ્કાર છે. તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિકધર્મને અનુસરનારા(એટલે યુગલિક) મનુષ્ય તથા યુગલિક તિર્યંચો કૃષ્ણ-નીલ-કાપોત - તેજો એ ૪ વેશ્યાવાળા છે. અહીં ૪ લેશ્યાવાળા છે, એ પદ ગાથામાં નથી તો પણ અધ્યાહારથી ગ્રહણ કરવું. તથા શેષ એકેન્દ્રિયો એટલે અગ્નિકાય અને વાયુકાય તથા તીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયરૂપ વિકલેન્દ્રિયો કૃષ્ણ-નીલ- કાપોત એ ૩ લેશ્યાવાળા છે. (એ પ્રમાણે યથાયોગ્ય જીવસ્થાનોમાં વેશ્યાઓ કહી).
પ્રશ્ન :- ગાથાના પૂર્વાર્ધમાં ત્રણ ઠેકાણે “૪ લેશ્યા હોય' એવો જ અધ્યાહાર હોવાનું શી રીતે જાણ્યું? કેવી રીતે નક્કી કર્યું? ખરેખર તો આ ગાથાના છેડે ‘
તિસા' પદથી કહેલી “કૃષ્ણ ૧. ઉપસ્કાર એટલે પરિશિષ્ટ (કહેવામાં બાકી રહેલું) પદ અથવા વાક્ય. અહીં “કેવળ તેલેશ્યાવાળા હોય છે એ વાક્ય ઉપસ્કાર છે એટલે પરિશિષ્ટ અથવા અધ્યાહાર્ય છે.
Jain Education International
For Private Lowrsonal Use Only
www.jainelibrary.org