________________
છઠ્ઠા મુસાફરે કહ્યું - ‘તે ગુચ્છાઓમાંથી ફળો ચૂંટવાનું પણ શું કામ છે ? આપણ સર્વને જેટલાં ફળ જોઈએ તેટલાં ફળ તો આ વૃક્ષની નીચે પણ પડેલાં છે જ, માટે તે નીચે પડેલાં ફળ વીણીને પ્રાણવૃત્તિ કરવી (ક્ષુધા શમાવવી) તે શ્રેષ્ઠ છે. તો આ વૃક્ષને મરોડવું – ભાંગવું ઈત્યાદિ સંતાપ-ચિંતા કરવાથી શું ?’ આવા પ્રકારનો તેનો પરિણામ તે ૬. શુદ્ધૃતેશ્યારામ જાણવો. એ પ્રમાણે જંબૂફળ ખાનાર ૬ મુસાફ૨નું દૃષ્ટાંત સમાપ્ત.
ગ્રામઘાતક ૬ ચોરનું દૃષ્ટાંત
હવે બીજું ગ્રામઘાતક ચોરોનું દૃષ્ટાંત કહેવાય છે, તે આ પ્રમાણે :- ચોરની ટોળીઓના ૬ નાયકોએ મળીને ધન - ધાન્યાદિકનું અપહરણ કરવા માટે (ધનાદિક લૂંટવા માટે) કોઈ એક ગામમાં ધાડ પાડી. ત્યાં ૬ નાયકમાંના ૧ ચોરનાયકે કહ્યું કે - ‘દ્વિપદ (મનુષ્ય) હોય અથવા ચતુષ્પદ (જનાવ૨) હોય, પુરુષ હોય અથવા સ્ત્રી હોય, બાળક હોય અથવા વૃદ્ધ હોય, પરન્તુ જે કોઈને દેખો તે સર્વને હણો.’ આવા પ્રકા૨નો જે પરિણામ તે 9. કૃષ્ણપ્તેશ્યારિામ જાણવો.
બીજો ચોરનાયક જે નીલલેશ્યાના પરિણામ સરખા પરિણામવાળો છે, તે કહે છે કે ‘તિર્યંચોને હણવાનું શું પ્રયોજન ? મનુષ્યોને જ હણો.’ આવા પ્રકારનો જે પરિણામ તે અહીં ૨. નીતજ્ઞેશ્યાપરિન જાણવો.
ત્રીજો ચોરનાયક જે કાપોતલેશ્યા સરખા પરિણામવાળો છે, તેણે કહ્યું - ‘મનુષ્યોમાં પણ પુરુષોને જ હણવા, સ્ત્રીઓને શા માટે હણવી ?’ આવા પ્રકારનો રૂ. છાપોતપ્તેશ્યપરિણામ છે.
તેજોલેશ્યા સરખા પરિણામવાળા ચોથા ચોરનાયકે કહ્યું કે - ‘પુરુષોમાં પણ શસ્ત્રવાળા પુરુષોને જ હણો, નિઃશસ્ત્રને હણવાથી શું ?' આવા પ્રકારનો ૪. તેનોજ્ઞેશ્યારિામ છે.
પદ્મલેશ્યા સરખા પરિણામવાળા પાંચમા ચોરનાયકે કહ્યું કે - ‘શસ્ત્રવાળા પુરુષોમાં પણ જે આપણી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય તેઓને જ હણો, બીજા નિર૫૨ાધીઓને હણવાથી શું ?' આવા પ્રકારનો પરિણામ તે બ. પદ્મજ્ઞેશ્યારામ.
શુક્લલેશ્યા સરખા પરિણામવાળા છઠ્ઠા ચોરનાયકે કહ્યું - ‘અરે ! તમે જે સર્વ કહો છો, તે સર્વ અયુક્ત છે. કારણ કે એક બાજુ તો લોકોનું ધન પણ લૂંટો છો, અને બીજી બાજુ બિચારા લોકોનો ઘાત પણ કરો છો, માટે જો કે ધન હરણ કરો છો તો પણ લોકના સર્વના પ્રાણોનું તો રક્ષણ જ કરો.’ આ ૬. ગુપ્તેિશ્યાપરિણામ. [ગાથા ૬૯નો અર્થ સમાપ્ત થયો.] ।।૬૯।।
અવતરણ : એ પ્રમાણે દૃષ્ટાંત સહિત ૬ લેશ્યાઓનું સ્વરૂપ કહીને હવે એ ૬ લેશ્યાઓમાં ગુણસ્થાનરૂપ જીવસમાસનું સૂત્રકાર પોતે જ આ ૭૦મી ગાથામાં નિરૂપણ કરતા છતા કહે છે, તે આ પ્રમાણે :
किन्हा नीला काउ, अविरय सम्मत्त संजयंतऽपरे । तेऊ पम्हा सण्णऽप्पमाय सुक्का सजोगंता ॥७०॥
ગાથાર્થ : કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેશ્યા મિથ્યાદૃષ્ટિથી અવિરતસમ્યક્ત્વ ગુણસ્થાનક સુધી હોય છે. કેટલાક આચાર્યો પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય, એમ કહે છે. તેજો
Jain Education International
For Privata 3ersonal Use Only
www.jainelibrary.org