________________
કહ્યું છે કે – “કૃષ્ણાદિ વર્ણવાળા દ્રવ્યોના સંબંધથી સ્ફટિક સરખા આત્માનો જે જુદા જુદા પ્રકારનો પરિણામ તે પરિણામને વિશે અહીં લેશ્યા શબ્દ પ્રવર્તે છે.”
એ પરિણામવિશેષરૂપ લેશ્યાઓ કૃષ્ણ-નીલ-કાપોત-તૈજસ-પદ્મ અને શુકુલ એ નામો વડે ૬ પ્રકારની છે. તેમાં પહેલી ૩ લેશ્યાઓ અશુભ અને તેથી આગળની તૈજસાદિ ૩ વેશ્યાઓ શુભ છે. એ ૬ લેશ્યાઓનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જંબૂફળ ખાનાર ૬ મુસાફરોનું દૃષ્ટાંત તથા ગામનો ઘાત કરનારા ૬ ચોરનું દૃષ્ટાંત કહેવાય છે :
જંબૂફળ ખાનાર ૬ મુસાફરનું દૃષ્ટાંત એક મહાવનમાં, ભૂખ્યા થયેલ છ પુરુષોએ, પરિપક્વ અને રસાળ ફળોના ભારથી લચેલ શાખાઓવાળાં, શાખાઓની ટોચ પર લાગેલા ઉન્મત્ત ભમરા અને ભમરીઓના ગુંજનને કારણે જેની ચોપાસની સઘળી દિશાઓ શબ્દમય બને છે તેવાં, સઘળી દિશાઓ થકી આવી મળનારાં પક્ષીવૃંદોના કોલાહલથી છવાયેલાં, પક્ષીવૃંદના એ કલરવ સાંભળીને જેમના કાનને પ્રસન્નતા ઉપજે છે અને વૃક્ષની છાયાતને વિસામો લઈને જેમનો શ્રમ દૂર થાય છે તેવા વટેમાર્ગુઓથી આશ્રિત, યુગલિકોના સમયની સ્મૃતિ તેમજ તે કાળે થતું હોય તેવું સમાધાન કરવામાં સમર્થ એવો કલ્પવૃક્ષ સરખો આકાર ધરાવતાં, એક મહાન જાંબૂના વૃક્ષને નીરખ્યું. તેથી હર્ષ પામેલા તે સર્વે મુસાફરોએ કહ્યું, અહો ! અવસરે પ્રાપ્ત થયેલા એવા આ જંબૂવૃક્ષનું દર્શન થયું, તેથી સુઘા દૂર કરીએ, અને આ વૃક્ષનાં ઉત્તમ જંબૂફળ પોતાની ઈચ્છા પ્રમાણે ખાઈએ. એ પ્રમાણે તે સર્વે મુસાફરોએ એક જ પ્રકારનું સરખું વચન ઉચ્ચાર્યે છતે તેઓમાંથી અતિક્લિષ્ટ - દુષ્ટ પરિણામવાળા એક મુસાફરે કહ્યું કે – “જંબૂફળ ખાવાની વાત તો ઠીક છે, પરન્તુ આ જંબૂવૃક્ષ ઉપર ચઢતાં તો જીવિતનો પણ સંદેહ છે. તે કારણથી તીક્ષ્ણ કુહાડા વડે આ વૃક્ષને મૂળસહિત-મૂળથી જ કાપીને અને તિહુઁ-આડું પાડીને સુખપૂર્વક સર્વ ફળો ખાઈએ.” તે પુરુષનો આવા પ્રકારનો જે આ પરિણામ તે 9. U] શ્યપરિણામ જાણવો.
કંઈક સલૂક (દયાદ્રિ) એવા બીજા મુસાફરે કહ્યું કે - “આવા મોટા વૃક્ષને કાપવાથી આપણે શું પ્રયોજન છે? આ વૃક્ષની એક મોટી શાખા જ કાપીને નીચે પાડીએ, અને ત્યારબાદ તે શાખાનાં જંબૂફળ ખાઈએ.” આવા પ્રકારનો તેનો જે પરિણામ તે ૨. નીત્તેિશ્યા પરિણામ જાણવો.
ત્રીજા મુસાફરે કહ્યું કે – “તે મોટી શાખાને કાપવાનું શું કામ છે ? તે મોટી શાખાની અવયવભૂત (અંગભૂત) નાની નાની શાખાઓ જ છેદી નીચે પાડીએ.” આવા પ્રકારનો તેનો જે પરિણામ તે અહીં રૂ. છાપતને પરિપIIમ જાણવો.
ચોથા મુસાફરે કહ્યું કે – “તે બિચારી નાની નાની શાખાઓ તોડી પાડવાનું શું પ્રયોજન છે? તે નાની શાખાઓના છેડે રહેલા કેટલાક જંબૂફળના ગુચ્છ જ તોડી તોડી નીચે પાડીએ.” આવા પ્રકારનો તેનો પરિણામ તે ૪. તેનોનેચાપરિપITમ જાણવો.
પાંચમા મુસાફરે કહ્યું કે – “તે ગુચ્છાઓ છેદવા વડે શું પ્રયોજન? તે ગુચ્છાઓમાંથી જ સારી રીતે પાકી ગયેલાં અને ભક્ષણ કરવા યોગ્ય એવાં કેટલાંક ફળ તોડી લઈએ.' આવા પ્રકારનો તેનો જે પરિણામ તે છે. પાનેશ્યા પરિણામ જાણવો.
For Privat 20 Personal Use Only
Jain Education International
www.jainelibrary.org