________________
(આ ચાલુ) ગાથા વડે સૂત્રકારે પણ વિચાર્યા છે, માટે ગાથાની જ વ્યાખ્યા કરાય છે. તે આ પ્રમાણે :
વરિંઢિયાર્ડ = એટલે જે મિથ્યાદૃષ્ટિ એવા પંચેન્દ્રિયાદિકની આદિમાં ચતુરિન્દ્રિયો છે, તે ચતુરિન્દ્રિયાદિ. અહીં ‘મિથ્યાદૃષ્ટિ' એ અધ્યાહાર્ય હોવાથી “ચતુરિન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિ' એવો અર્થ થાય. અને તેથી ચતુરિન્દ્રિય આદિ મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને છડમ = ક્ષીણકષાય છદ્મસ્થ ગુણસ્થાન સુધી વરવું = ચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. અર્થાત્ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને ક્ષીણમોહછમ0 સુધીનાં ૧૨ ગુણસ્થાનોમાં ચક્ષુદર્શન હોય છે, એ તાત્પર્ય છે. વળી, આ વાક્યમાં (ગાથાના પહેલા ચરણમાં) મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનમાં “ચતુરિન્દ્રિયાદિ' એ જે વિશેષણ આપ્યું છે, તે એકેન્દ્રિય, હીન્દ્રિય અને ત્રીન્દ્રિયોને ચક્ષુઇન્દ્રિય ન હોવાથી ચક્ષુદર્શન નથી હોતું તે કારણે છે, તે વિચારી લેવું. તથા સયોગિકેવલીને અને અયોગિકેવલીને ચક્ષુદર્શન હોય નહિ, કારણે કે “કેવલિભગવંતો અતીન્દ્રિય = ઇન્દ્રિયજ્ઞાનરહિત છે' એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
વરવૂ ચ સવ્વ છ૩મલ્થ = એટલે સર્વ છદ્મસ્થ જીવોને અચક્ષુદર્શન હોય છે. અહીં તાત્પર્ય એ છે કે – ચક્ષુદર્શનના વિચારમાં જે ત્રીન્દ્રિય સુધીના જીવો છે, તે જીવો વર્જિત કર્યા, તેઓમાં પણ અચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. માટે તે ત્રીન્દ્રિય સુધીના જીવો પણ અહીં અચક્ષુદર્શનના વિચારમાં વર્જવા નહિ, પરન્તુ ગ્રહણ કરવા. કારણ કે સ્પર્શાદિ ઇન્દ્રિયો તે ત્રીન્દ્રિય સુધીના જીવોમાં પણ હોય છે, અને તે સ્પર્ધાદિ ઇન્દ્રિયો હોતે અચક્ષુદર્શનનું અવ્યાહતપણું હોય છે (એટલે અચક્ષુદર્શન હોય છે). અને એ પ્રમાણે હોવાથી પૂર્વોક્ત ૧૨ ગુણસ્થાનોમાં સામાન્યથી અચક્ષુદર્શન જ પ્રાપ્ત થાય, એમ સિધ્ધ થયું.
સને ૨ ગોહિવંસી = અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી પ્રારંભીને ક્ષીણમોહછદ્મસ્થ ગુણસ્થાન સુધી જ અવધિદર્શન હોય છે. અને ત્યારબાદ કેવલિપણું પ્રાપ્ત થવાથી અને મિથ્યાષ્ટિઓને વિર્ભાગજ્ઞાન હોવાથી તે ગુણસ્થાનવર્તી જીવોને અવધિદર્શનનો અભાવ છે. અહીં બીજા આચાર્યો મિથ્યાદૃષ્ટિ આદિ ૩ ગુણસ્થાનવર્તી જીવોને પણ અવધિદર્શન માને છે, પરન્તુ તે મત-અભિપ્રાય અહીં અંગીકાર કર્યો નથી.
દેવેનવંતી મનામે - જે બેનું સરખું નામ હોય તે સમાન નામવાળા અર્થાત્ સનામવાળા કહેવાય, તે સનામવાળાં સયોગિકેવલી તથા અયોગિકેવલી એ બે ગુણસ્થાનોમાં કેવલદર્શન પ્રાપ્ત થાય છે. કેવલદર્શનસહિત એ બે ગુણસ્થાનોનું સમાનનામપણું માત્ર “કેવલ' એ શબ્દની પ્રવૃત્તિથી થયેલું જાણવું. એ ૬૯મી ગાથાનો અર્થ સમાપ્ત. //૬૯માં
૬ લેશ્યાનું સ્વરૂપ એ પ્રમાણે દર્શનદ્વાર કહ્યું. હવે જે દ્વાર કહેવાય છે. ત્યાં નિશુ ધાતુ શ્લેષણના (સંબંધ થવાના) અર્થમાં છે, જેથી જીવ જેના વડે શ્લેષાય એટલે કર્મ સાથે સંબંધવાળો થાય તે ને, કહેવાય. તે વેશ્યાઓ કર્મપ્રકૃતિના નિષ્ણુન્દભૂત કૃષ્ણ-નીલ-કાપોત-તેજ - પદ્મ અને શુક્લ એ ૬ વર્ણવાળાં દ્રવ્યોની સહાયવાળા જીવના અશુભ તથા શુભ પરિણામવિશેષો છે એમ જાણવું.
For Pri109 Personal Use Only
Jain Education International
www.jainelibrary.org