________________
ત્યાં સંજ્વલન ક્રોધ કષાયાદિમાં ઉપયુક્ત થયો છતો જ્ઞાન, દર્શન તથા લિંગને પોતપોતાના વિષયમાં વ્યાવૃત કરે તે, તે તે કષાય કુશીલ કહેવાય, કષાયના આવેશમાં આવ્યો છતો જ જે મુનિ કોઈને પણ શાપ (શ્રાપ) આપે તો તે ચારિત્રકષાય કુશીલ મુનિ કહેવાય. તથા મનમાત્રથી જ ક્રોધાદિ કષાય કરનાર મુનિ સૂક્ષ્મકષાય કુશીલ કહેવાય. અથવા સંજ્વલન ક્રોધાદિ કષાય વડે આવિષ્ટ - વ્યાપ્ત થયો છતો જ જે મુનિ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા લિંગની (મુનિવેષની) વિરાધના કરે અર્થાત્ અતિચારો વડે મલિન કરે, તે જ્ઞાનવિષાય લ્યુશીત્ત કહેવાય. અને સૂક્ષ્મકષાય કુશીલ તો પૂર્વોક્ત અર્થવાળો જ જાણવો. કહ્યું છે કે :
‘જે મુનિ ક્રોધ-માન-માયા-લોભ એ ૪ પ્રકારના સંજ્વલન કષાયો વડે જ્ઞાન-દર્શન તથા લિંગનો-વેષનો ઉપયોગ (વિપરીત ઉપયોગ) કરે, તે જ્ઞાનાદિ કષાય કુશીલ કહેવાય, અને બીજા જીવોને શ્રાપ આપવા વડે તે મુનિ ચારિત્ર વડે કષાય કુશીલ કહેવાય.' અથવા ક્રોધાદિ કષાય વડે જ્ઞાનાદિકની વિરાધના કરનાર મુનિ જ્ઞાનાદિ કષાય કુશીલ કહેવાય, અને મન વડે ક્રોધાદિ કરતો મુનિ યથાસૂક્ષ્મ કષાય કુશીલ કહેવાય.’
નિગ્રંથ તથા સ્નાતક શ્રમણના પ્રતિભેદનું સ્વરૂપ
નિગ્રંથ મુનિઓ ૨ પ્રકારના છે - ૧. ઉપશાન્તમોહ, ૨. ક્ષીણમોહ. એ બે નિગ્રંથોનું સ્વરૂપ તો પ્રથમ જ કહ્યું છે. (૬ ૬મી ગાથાની વ્યાખ્યામાં પર્યન્તે કહ્યું છે). વળી સ્નાતજ મુનિ ઓ તો સર્વ ઉપાધિરહિત હોવાથી નિરુપચરિત ભેદના અસંભવથી ૧ પ્રકારના જ છે. (એ પ્રમાણે ૫ શ્રમણોનું સ્વરૂપ સામાન્યથી કહ્યું.)
II પુલાક આદિ ૫ શ્રમણમાં વેદ આદિ દ્વારની પ્રાપ્તિ
શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી) સૂત્રમાં એ પુલાક આદિ ૫ શ્રમણોને અંગે પત્રવળ વેયરાને પ રત્ત ડિસેવળા નાન ઇત્યાદિ યથોક્ત ૩૬ દ્વા૨ો વડે વિચા૨ કહ્યો છે. તે દ્વા૨ો ઘણાં ઉપયોગી હોવાથી તેમાંનાં કેટલાંક દ્વાર અહીં પણ લખાય છે –
૧. વેવદાર - અહીં પ્રથમ વેદદ્વારમાં પુલાકને સ્ત્રીવેદ ન હોય, કારણ કે સ્ત્રીવેદવાળા જીવોને પુલાક લબ્ધિનો અભાવ છે. બકુશ તથા પ્રતિસેવના કુશીલ તો ત્રણે વેદમાં પ્રાપ્ત થાય છે. તેમજ કષાય કુશીલ શ્રમણો પણ શ્રેણિ સિવાયનાં ગુણસ્થાનોમાં ત્રણે વેદને વિશે પ્રાપ્ત થાય છે; કારણ કે શ્રેણિમાં ચઢેલા તો વેદરહિત પણ હોય છે. તથા નિર્પ્રન્થ અને સ્નાતક મુનિઓ તો વેદરહિત જ હોય છે.
૨. ચારિત્રદ્વાર - પુલાક-બકુશ તથા પ્રતિસેવા કુશીલ એ ૩ પ્રકારના શ્રમણો સામાયિક તથા છેદોપસ્થાપન એ ૨ ચારિત્રમાં જ પ્રાપ્ત થાય છે, પરન્તુ શેષ ચારિત્રમાં નહિ. તથા કષાય કુશીલ શ્રમણો તો યથાખ્યાત સિવાયના શેષ ૪ ચારિત્રમાં વર્તે છે. તથા નિર્પ્રન્થ અને સ્નાતક તો ૧ યથાખ્યાત ચારિત્રવાળા જ હોય છે.
રૂ. પ્રતિòવનાધાર - પુલાક અને પ્રતિસેવા કુશીલ એ બે શ્રમણો મૂળગુણ તથા ઉત્તરગુણના બન્નેના વિરાધક હોય છે. બકુશ મુનિઓ ઉત્તરગુણના વિરાધક હોય છે, પરન્તુ મૂળગુણના વિરાધક નહિ. તથા કષાય કુશીલ - નિગ્રંથ અને સ્નાતક એ ૩ શ્રમણો તો પ્રતિસેવનારહિત
For Private Sersonal Use Only
Jain Education International
www.jainelibrary.org