________________
(મૂળગુણ - ઉત્તરગુણના અવિરાધક) જ હોય છે.
૪. જ્ઞાનદ્વાર - પુલાક - બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ૩ શ્રમણો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનને વિશે વર્તે છે, પરન્તુ શેષ જ્ઞાનમાં નહિ. કષાયકુશીલ તથા નિગ્રંથો કેવળજ્ઞાનરહિત ૪ જ્ઞાનમાં વર્તે છે, અને સ્નાતકો તો કેવળજ્ઞાની જ હોય છે. ત્યાં પુલાક મુનિને જઘન્યથી નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધીનું અને ઉત્કૃષ્ટથી ૯ પૂર્વ સંપૂર્ણ સુધીનું શ્રુતજ્ઞાન હોય છે. બકુશ તથા પ્રતિસેવાકુશીલ મુનિઓને જન્યથી અષ્ટપ્રવચનમાતા જેટલું શ્રુતજ્ઞાન અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વ સુધીનું શ્રુતજ્ઞાન હોય છે. તથા કષાયકુશીલ અને નિગ્રંથોને પણ જઘન્યથી અષ્ટપ્રવચનમાતા જેટલું પરન્તુ ઉત્કૃષ્ટથી તો ૧૪ પૂર્વ સુધીનું શ્રુતજ્ઞાન હોય છે. તથા સ્નાતકોને કેવળજ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાન નથી.
૬. હ્રતિદ્વાર - પુલાક શ્રમણો અવસર્પિણીના સુષમદુઃષમ અને દુઃખમસુષમ નામના ત્રીજા તથા ચોથા આરામાં જ જન્મ પામે છે અને દીક્ષા અંગીકાર કરે છે. તથા ચોથા આરામાં દીક્ષા ગ્રહણ કરી હોય એવા પુલાક શ્રમણો સદ્ભાવ આશ્રય તો પાંચમા દુઃખમ આરામાં પણ વિદ્યમાન હોય છે. વળી ઉત્સર્પિણીકાળના તો દુઃખમ, દુઃખમસુષમ અને સુષમદુઃખમ એ નામના અનુક્રમે બીજા-ત્રીજા તથા ચોથા આરામાં જન્મ પામે છે; પરન્તુ દીક્ષા તો ત્રીજા-ચોથા આરામાં જ ગ્રહણ કરે છે. તથા દુઃખમસુષમ સરખા કાળવાળા મહાવિદેહક્ષેત્રમાં તો જન્મથી તથા વ્રતથી (દીક્ષાગ્રહણથી) પણ વિદ્યમાન હોય છે.
બકુશ શ્રમણો તથા પ્રતિસેવાકષાયકુશીલ એ ૨ પ્રકારના શ્રમણો અવસર્પિણીના સુષમદુઃખમ, દુઃખમસુષમ અને દુઃખમ એ નામના ત્રીજા, ચોથા તથા પાંચમા આરામાં જન્મથી અને વ્રતથી પણ વિદ્યમાન હોય છે, પરન્તુ શેષ ૩ આરામાં નહિ. વળી ઉત્સર્પિણીકાળમાં દુઃખમ, દુઃખમસુખમ, તથા સુષમદુઃખમ નામના બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ પામે છે, પરંતુ દીક્ષાગ્રહણ તો ત્રીજા, ચોથા આરામાં જ પામે છે પરન્તુ શેષ બીજા આરામાં નહિ. પુનઃ દુઃખમસુખમ સરખા (અવસર્પિણીના ચોથા આરા સરખા) કાળવાળા મહાવિદેહક્ષેત્રોમાં તો જન્મથી તથા વ્રતથી એ બે શ્રમણો સદાકાળ વિદ્યમાન હોય છે. તથા દેવ આદિ વડે સંહરાયેલા એ શ્રમણો† ઉત્સર્પિણી-અવસર્પિણીના સર્વ આરાઓમાં પ્રાપ્ત થાય છે. તથા સદાકાળ સુષમસુત્રમ (અવસર્પિણીના પહેલા આ૨ા) સરખા કાળવાળા દેવકુરુ તથા ઉત્તરકુરુક્ષેત્રોમાં, તેમજ સદાકાળ સુષમ (અવસર્પિણીના બીજા આરા) સરખા કાળવાળા હરિવર્ષ ક્ષેત્રોમાં અને ૨મ્યક્ષેત્રોમાં, તેમજ સદાકાળ સુષમદુઃખમ (અવસર્પિણીના ત્રીજા આરા) સરખા કાળવાળા હૈમવત તથા ઐરણ્યવત ક્ષેત્રોમાં, તેમજ દુઃખમસુષમ (અવસર્પિણીના ચોથા આરા) સરખા કાળવાળા મહાવિદેહ ક્ષેત્રોમાં સર્વત્ર એ સર્વે શ્રમણો સંહરણથી પ્રાપ્ત થાય છે.
નિગ્રંથ અને સ્નાતક એ બે શ્રમણોનું કાળદ્વાર તથા ક્ષેત્રપુલાક શ્રમણવત્ કહેવું પરન્તુ ઉપસંહરણ તો નિગ્રંથ અને સ્નાતકોનું બકુશાદિવત્ અધિક કહેવું. નિગ્રંથ તથા સ્નાતકભાવમાં નહિ વર્તતા એ નિગ્રંથ તથા સ્નાતકોને પૂર્વે વિરાધેલા (વૈરવાળા) દેવાદિકો મહાવિદેહમાંથી સંહરીને ભરતાદિ ક્ષેત્રોમાં લાવી મૂકે છે, અને ત્યાં મૂક્યા છતા નિથભાવ તથા સ્નાતકભાવ ૧-૨. બકુશ તથા કુશીલ શ્રમણો. (કારણ કે પુલાક શ્રમણનું સંહરણ ન હોય).
For Privateersonal Use Only
Jain Education International
www.jainelibrary.org