________________
(એટલે શરીર તથા ઉપકરણોની વિભૂષા કરવી તે સાધુનું કર્તવ્ય નથી એવા પ્રકારની જ્ઞાનની પ્રધાનતારહિત) તે ૨. સનાભોગ વવશ, સંવૃત એટલે ગુપ્ત, અર્થાત્ લોકમાં જેના દોષ પ્રસિદ્ધ નથી (લોકો જેના દોષ જાણતા નથી) એવા પ્રકારના મુનિ તે રૂ. સંવૃત વવશ કહેવાય. અને તેથી વિપરીત (એટલે લોકો જે મુનિઓના દોષ પ્રગટ રીતે જાણે છે તો પણ તે મુનિ દોષ સેવે છે) તે ૪. સંવૃત વશતથા નેત્રનો મેલ કાઢવો ઈત્યાદિ સૂક્ષ્મ દોષ સેવનારા મુનિઓ . સૂફ વવશ કહેવાય. કહ્યું છે કે – જે મુનિ દોષને જાણવા છતાં પણ દોષ કરે, તે આભોગ બકુશ. અને દોષનું સ્વરૂપ નહિ જાણનારા એવા અજાણ મુનિઓ અજ્ઞાનથી જે દોષ સેવે તે અનાભોગ બકુશ મુનિ કહેવાય. તથા લોકમાં દોષ સેવન પ્રસિદ્ધ હોવા છતાં મુનિ દોષ સેવન કરે તે અસંવૃત બકુશ, અને છૂપી રીતે દોષ સેવે તે સંવૃત બકુશ તથા આંખ પ્રમુખને સ્વચ્છ કરનાર મુનિ યથાસૂક્ષ્મ બકુશ મુનિ કહેવાય.
એ બકુશમુનિઓ સામાન્યથી ઋદ્ધિ તથા યશની ઈચ્છાવાળા, શાતાગૌરવવાળા, અવિવિક્ત પરિવારવાળા, અને છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય શબલ-મલિન ચારિત્રવાળા જાણવા. અહીં ઋદ્ધિ એટલે ઘણાં વસ્ત્રા, ઘણાં પાત્ર (આદિની ઇચ્છાવાળા), અને યશઃ એટલે પ્રસિદ્ધિને ઈચ્છનારા જાણવા. તથા સાત = સુખ તેને વિષે નીરવ = આદરવાળા તે શીતાગારવ આશ્રિત મુનિ જાણવા. તથા વિવિ એટલે (અસંયમથી) જુદા નહિ પડેલા, (અને તે કારણથી) સમુદ્રફીણ ઈત્યાદિ વડે મર્દન કરાયેલી જંઘાવાળા, તૈલાદિ વડે શરીરનું અભંગ કરનારા, કાતર વડે કેશ કાપનારા, એવા પ્રકારના સાધુઓના પરિવારવાળા તે અવિવિક્ત પરિવારવાળા બકુશ શ્રમણ કહેવાય. તથા છેદયોગ્ય (છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય) એવું શબલ = અતિચાર વડે કર્બર - મલિન જે ચારિત્ર તે છેદયોગ્ય શબલ ચારિત્ર, એવા ચારિત્રવાળા મુનિઓ તે છેદયોગ્ય શબલચારિત્રવાળા બકુશમુનિ જાણવા.
કુશીલ શ્રમણના પ્રતિભેદનું સ્વરૂપ વશીનમુનિ ૨ પ્રકારના છે-૧. પ્રતિસેવા કુશીલ, ૨. કષાય કુશીલ. ત્યાં સેવા એટલે સંયમની-ચારિત્રની સમ્યફ આરાઘના, તેનાથી પ્રતિ = પ્રતિપક્ષ (ઊલટું કર્તવ્ય) તે અહીં પ્રતિસેવા કહેવાય, તે પ્રતિસેવા વડે જે કુશીલ તે પ્રતિસેવા શીત કહેવાય. તથા સંજ્વલન ક્રોધાદિકના ઉદયસ્વરૂપ જે કષાયો તે વડે કુશીલ તે ઋષીય શાસ્ત્ર કહેવાય. ત્યાં પ્રતિસેવા કુશીલ ૫ પ્રકારના છે, તે આ પ્રમાણે – ૧. જ્ઞાનપ્રતિસેવા કુશીલ, ૨. દર્શનપ્રતિસેવા કુશીલ, ૩. ચારિત્રપ્રતિસેવા કુશીલ, ૪. લિંગપ્રતિસેવા કુશીલ, ૫. સૂક્ષ્મપ્રતિસેવા કુશીલ. (એ ૫. પ્રકારના કુશીલનું સ્વરૂપ આ પ્રમાણે) :
- “અહીં (પ્રતિસેવાકુશીલ મુનિના ૫ ભેદમાં) જે મુનિ જ્ઞાન વિગેરેથી [જ્ઞાન- દર્શન ચારિત્ર- અને લિંગ (મુનિવેષ)થી] ઉપજીવિકા ચલાવે તે મુનિ જ્ઞાનાદિ-પ્રતિસેવાકુશીલ કહેવાય, અને “આ તપસ્વી છે” એમ લોકના કહેવાથી જે મુનિ સંતોષ પામતો હોય તે મુનિ યથાસૂક્ષ્મ પ્રતિસેવાકુશીલ કહેવાય.'
તથા કષાય કુશીલ પણ ૫ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧. જ્ઞાન કષાય કુશીલ, ૨. દર્શન કષાય કુશીલ, ૩. ચારિત્ર કષાય કુશીલ, ૪. લિંગ કષાયકુશીલ, ૫. સૂક્ષ્મકષાય કુશીલ.
For Privat ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org