________________
અષ્ટભક્ત, મધ્યમ તપ દશભક્ત, અને ઉત્કૃષ્ટ તપ દ્વાદશભક્ત જાણવો.) all
તપના પારણે આયંબિલ હોય છે, તથા ૭ પ્રકારની ભિક્ષામાં ૫ ભિક્ષાનું અગ્રહણ હોય અને ૨ ભિક્ષાનું ગ્રહણ પણ અભિગ્રહ સહિત હોય છે, એ પ્રમાણે કલ્પમાં રહેલા મુનિઓ હંમેશા આયંબિલ કરે છે. //૪
એ પ્રમાણે પરિહારી મુનિઓ ૬ માસ સુધી પૂર્વોક્ત તપશ્ચર્યા આચરીને પોતે અનુચારી થાય છે, અને પ્રથમ જે ૪ મુનિઓ અનુચારી હતા તે પુનઃ ૬ માસ સુધી પરિવારીપદવાળા થાય છે, (એટલે પરિહારી મુનિઓવત્ પૂર્વોક્ત તપશ્ચર્યા આદરે છે). પી.
| [એ પ્રમાણે તે બીજા ૪ મુનિઓનો પરિહાર તપ પૂર્ણ થયા બાદ (૧૨ માસ પૂર્ણ થયે)] કલ્પસ્થિત ગુરુ પણ પૂર્વોક્ત રીતે ૬ માસ સુધી તપશ્ચર્યા કરે છે, અને શેષ ૮ મુનિઓ અનુપરિહારીભાવ-અનુચારીભાવ અને (તે આઠમાંનો કોઈ એક) કલ્પસ્થિતપણું (ગુરુપદપણું પણ) પામે છે. ૬ો.
એ પ્રમાણે આ પરિહારકલ્પ ૧૮ માસ પ્રમાણનો કહ્યો છે. તેમાં આ સ્વરૂપ અતિસંક્ષેપથી કહ્યું છે. અને વિશેષ જાણવું હોય તો એ કલ્પનો વિશેષ વિચાર સૂત્ર - સિદ્ધાંતમાંથી જાણવા યોગ્ય છે. Iી.
તથા એ પરિહારવિશુદ્ધિ કલ્પ સમાપ્ત થયે તયં = તે જ કલ્પ પુનઃ અંગીકાર કરે અથવા ત્યાંથી નીકળી જિનકલ્પ અંગીકાર કરે અથવા તો તે કલ્પમાંથી નીકળી પુનઃ ગચ્છમાં આવે. તથા એ કલ્પને અંગીકાર કરનારા મુનિઓ શ્રીજિનેશ્વરની પાસે અંગીકાર કરે. ૮
એ કલ્પ શ્રીજિનેશ્વરની પાસે અંગીકાર કરે અથવા શ્રીજિનેશ્વરની સમીપે રહેનાર (શ્રી જિનેશ્વરના મુખ્ય શિષ્ય) ગણધરાદિ પાસે અંગીકાર કરે, પરન્તુ બીજાની પાસે અંગીકાર ન કરે. એ પ્રમાણે એ મુનિઓનું જે ચારિત્ર તે પરિદારવિશુદ્ધિ વારિત્ર કહેવાય.' લો
૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્રનું સ્વરૂપ સંપતિ એટલે સંસારમાં પતિ પર્યટન-ભ્રમણ કરાવે તે સમ્પરાય એટલે કષાય કહેવાય, અને સૂક્ષ્મ એટલે કિટ્ટિકૃત એવો લોભરૂપ કપાય જે ચારિત્રને વિષે ઉદયમાં વર્તે તે સૂક્ષ્મ સંપરીય વારિત્ર કહેવાય. એ ચારિત્ર વિશુધ્યમાન અને સંકિલશ્યમાન એમ ૨ પ્રકારનું છે. ત્યાં ઉપશમ શ્રેણિએ અથવા ક્ષેપક શ્રેણિએ ચઢતા જીવને એ ચારિત્ર વિશુધ્યમાન ગણાય છે, અને ઉપશમ શ્રેણિથી પડેલા જીવને અંગે એ ચારિત્ર સંનિયમન ગણાય છે.
પ. યથાખ્યાત ચારિત્રનું સ્વરૂપ અકષાય (કષાયના ઉદયરહિત) ચારિત્ર જ સર્વ ચારિત્રોમાં વિશુદ્ધ ચારિત્ર છે, એમ સિદ્ધાંતોમાં કહ્યું છે. તે કારણથી સિદ્ધાન્તમાં યથા = જેવી રીતે રાતિ = કહેલું છે તેવી રીતનું અતિવિશુદ્ધ ચારિત્ર જે વર્તે છે તે પથારધ્ધીત વારિત્ર કહેવાય છે. અર્થાતુ સર્વથા કષાયોદય રહિત ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. વળી આ યથાખ્યાતચારિત્ર પણ ૨ પ્રકારનું છે. ૧.છદ્મસ્થ ૧. એ કિષ્ટિકરણનું સ્વરૂપ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં સવિસ્તર કહ્યું છે. ત્યાંથી જાણવા યોગ્ય છે.
Jain Education International
For Privatet ersonal Use Only
www.jainelibrary.org