________________
સ્વગુણસ્થાનમાં એટલે દેશવિરતિ ગુણસ્થાનમાં જ પ્રાપ્ત થાય છે. કારણ કે તેઓનું સ્વસ્થાન દેશવિરત ગુણસ્થાન જ છે, તે કારણથી દેશવિરત જીવો એ ગુણસ્થાનમાં જ પ્રાપ્ત થાય છે, એમ જાણવું. તથા સામાયિક ચારિત્રા- છેદોપસ્થાપન ચારિત્ર-પરિહારવિશુદ્ધિ ચારિત્રો-સૂક્ષ્મ સંપરાય ચારિત્રા - યથાખ્યાત ચારિત્ર એ પાંચે ચારિત્રવાળા જીવો વિરત એટલે સર્વવિરતિવંત હોય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – સામાયિકાદિ ૫ ચારિત્રોમાં સંયમ પ્રાપ્ત થાય છે, અને દેશવિરતિ ચારિત્રમાં સંયમસંયમ પ્રાપ્ત થાય છે; અને શેષ ઉપર કહેલાં (મિથ્યાત્વાદિ ૪) ગુણસ્થાનોમાં અસંયમ- અવિરતિ જ હોય છે.
પ્રશ્ન :- સામાયિકાદિ ૫ ચારિત્ર કે જે સંયમરૂપ કહેલાં છે, તે પ ચારિત્રોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? અર્થાત્ તે ચારિત્રોનું શું સ્વરૂપ છે? ઉત્તર :- તે સામાયિકાદિ ૫ ચારિત્રોનો શબ્દાર્થ તથા સ્વરૂપ આ પ્રમાણે :
૧. સામાયિક ચારિત્રનું સ્વરૂપ અહીં સમ એટલે તો રાગદ્વેષરહિતપણું છે, તે સમનો ગાય એટલે લાભ તે સમય. એવા પ્રકારનો સમ તે પ્રતિસમય અધિક અધિક વિશુદ્ધિવાળા અથવા ભિન્ન ભિન્ન પ્રકારની અન્ય અન્ય થી ચઢતી વિશુદ્ધિવાળા જ્ઞાન-દર્શન-ચારિત્રના પર્યાયોમાં હોવો યોગ્ય જ છે. તે સમનો જે લાભ એ જ સામાયિક એટલે ચારિત્રાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો સર્વવિરતિરૂપ આત્મપરિણામવિશેષ છે. ત્યાં પાંચ પ્રકારનું ચારિત્ર જો કે સામાન્યથી સામાયિક કહેવાય છે, પરન્તુ જે જે ચારિત્રમાં (સામાયિકમાં) છેદોપસ્થાપન ઈત્યાદિ વિશેષતાઓ સંભવે છે, તે તે વિશેષતાઓના કારણથી એક જ સામાયિકરૂપ ચારિત્રના જુદા જુદા ૫ ભેદ ગણાય છે, અને જે સામાયિકમાં કોઈપણ પ્રકારની વિશેષતા નથી, તે સામાયિક કંઈપણ વિશેષ નામ સિવાય સામાન્યતઃ “સામાયિક ચારિત્ર' એવા નામથી ઓળખાય છે. તે સામાયિક ચારિત્ર ઇવર અને યાવત્રુથિક એમ ૨ પ્રકારનું છે. ત્યાં જે અલ્પકાળનું સામાયિક ચારિત્ર તે રૂત્વર સામાયિવારિત્ર કહેવાય, અને એ ચારિત્રો ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંતના તીર્થમાં મહાવ્રતનું આરોપણ નહિ કરેલા શિષ્યને હોય એમ જાણવું. તથા માવજીવ સુધીનું જે સામાયિક ચારિત્ર તે વિથિક સામાયિક વારિત્ર કહેવાય. અને એ યાવસ્કથિક ચારિત્ર ભરત - ઐરાવતક્ષેત્રને વિશે મધ્યમ ૨૨ તીર્થકરોના તીર્થમાં વર્તતા મુનિઓને તથા મહાવિદેહક્ષેત્રના સર્વ તીર્થંકરોના તીર્થમાં વર્તનારા મુનિઓને જાણવું. કારણ કે ૨૨ તીર્થંકરના તથા મહાવિદેહાન્તર્ગત તીર્થકરોના મુનિઓને મહાવ્રતની (વડીદીક્ષારૂપ) ઉપસ્થાપનાનો અભાવ છે. (અર્થાત્ પ્રથમથી જ મહાવ્રતનું આરોપણ કરાય છે.)
૨. છેદોપસ્થાપન ચારિત્રનું સ્વરૂપ જે ચારિત્રામાં છેદ અને ઉપસ્થાપના એ હોય તે છેવોપસ્થાપન ચારિત્ર કહેવાય. એમાં તાત્પર્ય એ છે કે – જીવને જે ચારિત્રમાં પૂર્વ દીક્ષા પર્યાયનો છેદ અને મહાવ્રતોમાં ઉપસ્થાપના હોય છે તે છેદોપસ્થાપન ચારિત્ર. તે સાતિચાર તથા નિરતિચાર એમ ૨ પ્રકારનું છે. ત્યાં ૧. અહીં અન્ય અન્યથી ચઢતી વિશુદ્ધિ હોય એટલે દર્શન - જ્ઞાન - ચારિત્ર એ ત્રણમાં પરસ્પર એકબીજાથી ચઢતી. વિશુદ્ધિ યથાયોગ્ય વિચારવી.
Jain Education International
For Privace Personal Use Only
www.jainelibrary.org