________________
પ્રશ્ન :- મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન શા માટે કહેવાય?
ઉત્તર :- જ્ઞાનનું કાર્ય નહિ કરવાથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપે કહેવાય છે. કારણ કે જ્ઞાનનું ફળ તત્ત્વબોધ છે અને તે મિથ્યાદૃષ્ટિને ન જ હોય. તેથી જેમ પુત્રે કરવા યોગ્ય કાર્ય પુત્ર ન કરે તો તે પુત્ર પણ અપુત્ર કહેવાય, તથા વસ્તુ જેમ વસ્તુનું કાર્ય ન કરે તો તે અવસ્તુ કહેવાય, તે પ્રમાણે જ્ઞાનનું કાર્ય ન કરવાથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય.
હવે તે પ જ્ઞાન અને ૩ અજ્ઞાન મળી ૮ જ્ઞાનમાં ગુણસ્થાનરૂપ ૧૪જીવસમાસ વિચારવાના - કહેવાના છે, તે આ ગાથામાં કહે છે :
मइ सुय मिच्छासाणे, विभंग समणे य मीसए मीसं ।
सम्म छउमाभिणिसुओ-हि विरय मण केवल सनामे ॥६५॥
થાર્થ : મતિઅજ્ઞાન તથા શ્રુતઅજ્ઞાન, મિથ્યાષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનમાં હોય, વિર્ભાગજ્ઞાન મનસહિત મિથ્યાદૃષ્ટિ તથા સાસ્વાદનમાં હોય, મિશ્રગુણસ્થાને મિશ્રજ્ઞાન (એટલે ૩ અજ્ઞાન અને ૩ જ્ઞાન મિશ્રિત ભાવે) હોય છે, તથા સમ્યક્તથી પ્રારંભીને છબસ્થ ગુણસ્થાન સુધી (૪થી ૧૨માં ગુણ૦ સુધી) આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ હોય છે, તથા વિરતથી છદ્મસ્થ સુધીમાં (૬ થી ૧૨ ગુણ૦ સુધીમાં) મન:પર્યવજ્ઞાન હોય, અને કેવળજ્ઞાન સ્વનામવાળા (સયોગિકેવળી – અયોગિકેવળી એ) બે ગુણસ્થાનમાં હોય.
વ્યાધ્યાર્થ : મસુય” gિ. અહીં એકદેશથી સમુદાય જણાય છે, એટલે મતિ પદથી મતિઅજ્ઞાન અને શ્રુત પદથી શ્રુતઅજ્ઞાન લેવું. એ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન, મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન એ બે જીવસમાસમાં વર્તતા સંજ્ઞી તથા અસંશી ત્રસ અને સ્થાવરમાં સામાન્યથી પ્રાપ્ત થાય છે. વિમા સમજે ય’ ત્તિ. તે જ મિથ્યાદ્રષ્ટિ અને સાસ્વાદન જીવસમાસમાં વિર્ભાગજ્ઞાન હોય છે. (અહીં સમUરે યમાં વેનો અર્થ જીવ નિશ્ચય, છે, માટે) તે વિભંગજ્ઞાન (મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદને વર્તતા) સંજ્ઞીને જ હોય છે. અસંજ્ઞી જીવોને તો પરભવનું કે તે ભવનું પણ વિર્ભાગજ્ઞાન ન હોય. જો કે સાસ્વાદન સમ્યગ્દષ્ટિને સમ્યક્તનો અંશ હોય છે, (સમ્યક્ત વમતાં રમતાં પડ્યો હોવાથી અને તેથી તેને જ્ઞાનની માત્રા હોઈ શકે) તો પણ તે અનંતાનુબંધી કષાયના ઉદયથી દૂષિત થયો હોવાથી અહીં તેની અજ્ઞાનીપણાએ જ વિવક્ષા કરી છે, તે વિચારવું સમજવું. બસમસ’ ત્તિ. મિશ્ર એટલે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ. તેને મતિ-શ્રુત-અવધિ એ ૩ જ્ઞાન મિશ્ર-જ્ઞાન-અજ્ઞાન-ઉભય સ્વરૂપ હોય છે. (મિશ્રદૃષ્ટિને મતિ-શ્રુત-અવધિ, એ ૩ જ્ઞાન હોય ખરાં, પણ તે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ૩ થી મિશ્ર હોય.). આ વાત માત્ર વ્યવહારનયના મતથી કહી છે. વ્યવહારનય પૂલ છે, તેથી તે માને છે કે આ (મિશ્રષ્ટિ) એકાંતે સમ્યગુદૃષ્ટિવાળો નથી, તેમ એકાંતે મિથ્યાદૃષ્ટિવાળો પણ નથી, પરંતુ મિશ્ર છે – સમ્યગ્દષ્ટિ - મિથ્યાદૃષ્ટિ બન્ને સ્વરૂપ છે. તેથી એને મતિ, શ્રુત અને અવધિ, એ ત્રણે એકાન્ત જ્ઞાન પણ નથી, તેમ એકાંતે અજ્ઞાન પણ નથી; પણ જ્ઞાન-અજ્ઞાન ઉભય સ્વરૂપ-મિશ્ર કહેવાય છે. - હવે નિશ્ચયનય એમ માને છે કે – સમ્યગુ (સાચો) બોઘ તે જ્ઞાન. એટલે તેનાથી ભિન્ન અર્થાત્ લેશમાત્ર પણ અસમ્યગુભાવ (મિથ્યાભાવ)થી દૂષિત હોય, તો તે બધું અજ્ઞાન જ છે.
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org