________________
હીયમાનતા ક્ષેત્રથી - કાળથી - દ્રવ્યથી અને પર્યાયથી (ભાવથી) એમ ૪ પ્રકારની છે. તે આ પ્રમાણે : ક્ષેત્ર અને કાળ આશ્રયિ કોઈ અવધિજ્ઞાન, ઘણા વિષયવાળું ઉત્પન્ન થઈને પુનઃ અસંખ્યભાગહાનિ વડે અથવા સંખ્યભાગહાનિ વડે અથવા સંખ્યગુણહાનિ વડે અથવા અસંખ્યગુણહાનિ વડે હીન હીન થતું જાય છે. પરન્તુ અનંતભાગહાનિ વડે અને અનન્તગુણહાનિ વડે હીન થતું નથી. કારણ કે અનન્ત ક્ષેત્ર તથા અનન્ત કાળ તે અવધિજ્ઞાનનો વિષય જ નથી. તથા દ્રવ્યોની અપેક્ષાએ વિચારીએ તો અવધિજ્ઞાન પ્રથમ ઘણાં દ્રવ્યના વિષયવાળું ઉત્પન્ન થઈ ત્યારબાદ અનન્તગુણહાનિ વડે અથવા તો અનન્તભાગહાનિ વડે હીનતા પામે છે. (જૂન થાય છે.) કારણ કે અવધિજ્ઞાન વડે અનન્ત દ્રવ્યોનું જ્ઞાન હોઈ શકે છે (તેથી હીનતા પણ અનંતગુણહાનિ વડે અથવા અનન્તભાગહાનિ વડે થાય છે). તથા પર્યાયોમાં જેમ અવધિજ્ઞાનની ૬ પ્રકારની હાનિ આગળ કહેવામાં આવશે તેમ અહીં દ્રવ્યમાં ૬ પ્રકારની હાનિ હોય નહિ. કારણ કે તથા પ્રકારનો સ્વભાવ જ છે. તથા પર્યાયોની અપેક્ષાએ વિચારીએ તો અવધિજ્ઞાન પ્રથમ ઘણા પર્યાયના વિષયવાળું ઉત્પન્ન થઈને ત્યારબાદ અનન્તભાગહાનિ વડે અથવા અસંખ્યભાગહાનિ વડે અથવા સંખ્યભાગહાનિ વડે અથવા સંખ્યગુણહાનિ વડે અથવા અસંખ્ય ગુણહાનિ વડે અથવા અનન્તગુણહાનિ વડે હીન-ન્યૂન થાય છે; કારણ કે અવધિજ્ઞાનનો વિષય અનન્તદ્રવ્યમાં અને પ્રત્યેક દ્રવ્યના અનન્ત અનન્ત પર્યાયમાં છે. || તિ શ્રીયમાન વિવિજ્ઞાન ||
તથા હીયમાન અવધિજ્ઞાનનું પ્રતિપક્ષ અવધિજ્ઞાન તે વર્ધમાન અવધિજ્ઞાન છે, તે કારણથી વર્ધમાન અવધિજ્ઞાન પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને પર્યાયથી ૪ પ્રકારનું છે. તે આ પ્રમાણે : ક્ષેત્રથી અને માનથી કોઈ અવધિજ્ઞાન પ્રથમ, અલ્પ વિષયવાળું (એટલે અલ્પ ક્ષેત્ર અને અલ્પ કાળ જાણે એવા વિષયવાળું) ઉત્પન્ન થઈને ત્યારબાદ અસંખ્યભાગવૃધ્ધિ વડે અથવા સંખ્યભાગવૃધ્ધિ વડે અથવા સંખ્યગુણવૃદ્ધિ વડે અથવા અસંખ્યગુણવૃદ્ધિ વડે વૃદ્ધિ પામે છે, ઇત્યાદિ સર્વ વક્તવ્યતા હીયમાન અવધિજ્ઞાનવત્ કહેવી. પરન્તુ હાનિ શબ્દના સ્થાને વૃદ્ધિ શબ્દ કહેવો, અને શેષ સર્વ વિષય વિશેષતઃ હીયમાન અવધિજ્ઞાનવત્ કહેવો, એ પ્રમાણે અવધિજ્ઞાનના ૬ ભેદ જાણવા.
મન:પર્યવજ્ઞાનના ૨ ભેદનું સ્વરૂપ - હવે મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મન:પર્યવજ્ઞાનના ૨ ભેદ કહે છે તે આ પ્રમાણે :
૩ઝૂમ વિહત્તમ મUTનાને (અહીં મUTનાને એ પદ સપ્તમી વિભક્તિ સરખું છે પરન્તુ પ્રાકૃતના નિયમથી વિભક્તિનો વિપર્યય થયેલો છે તેથી પ્રથમ વિભક્તિ તરીકે મના પદ પ્રમાણે અર્થ કરવાથી) મન:પર્યવજ્ઞાન ૨ પ્રકારનું છે. ૧. ઋજુમતિ, ૨. વિપુલમતિ. ત્યાં મનન એટલે મતિ અર્થાત્ (વિષયપરિચ્છેદ અને આજુ-અતિઅલ્પ વિશેષના વિષયવાળી હોવાથી મુગ્ધ એવી મતિ છે જેની તે હૃગુમતિ મન:પર્યવજ્ઞાન, અને વિપુન = ઘણા વિશેષના વિષયવાળી હોવાથી પટુ-કુશળતાવાળી મતિ છે જેની તે વિધુત્તમતિ મન:પર્યવજ્ઞાન.
For Private Nersonal Use Only
Jain Education International
www.jainelibrary.org