________________
અનુસરીને વ્યુત્પત્તિ કરીએ તો આત્મા વડે જે અભિનિબોધાય એટલે સંવેદાય તે ગામનિવાધિક જ્ઞાન કહેવાય. એમાં અભિનિબોધ પદનું આભિનિબોધિક પદ તો ઉપર કહ્યા પ્રમાણે સ્વાર્થિક તદ્ધિતના રૂપથી જ થાય છે, એટલે જે અભિનિબોધ તે જ આભિનિબોધિક. (એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનની વ્યુત્પત્તિ કહીને હવે શ્રુતજ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે તે આ પ્રમાણે) :
શ્રવણ તે શ્રુત, અર્થાત્ અભિલાપ પ્લાવિત અર્થગ્રહણના હેતુરૂપ જ્ઞાનવિશેષ તે શ્રુતજ્ઞાન; અથવા શ્રયતે = જે સંભળાય તે મૃત એટલે શબ્દ એજ શ્રત તરીકે ગણાય. અહીં પ્રશ્ન થાય કે શબ્દ તે શ્રુતજ્ઞાન તરીકે કેમ ગણાય? કારણ કે શબ્દ એ કંઈ જ્ઞાન નથી. (જ્ઞાન તો આત્મગુણ છે.) તો એ પ્રશ્નના સમાધાન તરીકે સમજવા યોગ્ય એ છે કે – અહીં શબ્દ પોતે જ્ઞાનરૂપ નથી પરન્તુ શબ્દ સાંભળવાથી અથવા વાંચવાથી આત્મગુણરૂપ જ્ઞાન પ્રગટ થાય છે તેથી શબ્દ એ જ્ઞાનનું કારણ છે, અને જ્ઞાન તે કાર્ય છે, માટે જ્ઞાનરૂપ કાર્યનો શબ્દરૂપ કારણમાં ઉપચાર કરીને વિવક્ષા કરીએ ત્યારે કારણમાં કાર્યોપચારની અપેક્ષાએ શબ્દ પણ શ્રુતજ્ઞાનરૂપે ગણી શકાય છે.
તથા વધાન = ધારણ - ગ્રહણ તે વિધિ, અર્થાત્ ઇન્દ્રિયાદિકની અપેક્ષા વિના આત્માને અર્થનું – વસ્તુનું જે સાક્ષાત્ અવધાન - અવધારણ-ગ્રહણ થાય તે અવધિજ્ઞાન કહેવાય. અથવા વઘ એટલે રૂપી દ્રવ્યોનું જ જ્ઞાન થાય એવી જે મર્યાદા તે રૂપી દ્રવ્યજ્ઞાનરૂપ એવધ = મર્યાદાવાળું જે જ્ઞાન પ્રવર્તે તે = અવધિજ્ઞાન. આ અર્થમાં પણ રૂપીદ્રવ્યની મર્યાદા એ પોતે જ્ઞાન નથી, પરન્તુ જ્ઞાનનું કારણ છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જ અવધિ-મર્યાદાને પણ અવધિજ્ઞાન કહ્યું છે. તથા સંજ્ઞિમિÍવેઃ કાયયોન ઇત્યાદિ પદો વડે પૂર્વે મનનું જ સ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપવાળા મન ને જે પતિ = જાણે તે મન:પર્યવ જ્ઞાન, એમાં કર્મણિ પ્રયોગ માટે પ્રત્યયનો ય વધારતાં મન:પર્યાય જ્ઞાન થાય.
તથા વન એટલે એક અથવા કેવલ એટલે અસહાયી. અથવા કેવલ એટલે અસાધારણ. અથવા કેવલ એટલે અનન્ત. અથવા કેવલ એટલે અપરિશેષ (સમગ્ર-સંપૂર્ણ) ઈત્યાદિ અર્થ છે. ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે શેષ ૪ છાઘસ્થિક જ્ઞાન અને ૩ દર્શનનો અભાવ હોવાથી
, તથા ઇન્દ્રિયો અને મનની સહાયની અપેક્ષા વિના અર્થનું પરિજ્ઞાન હોવાથી સહાય, કેવળજ્ઞાન સરખું ઉત્તમ જ્ઞાન બીજું ન હોવાથી સાધારણ(એટલે અસમાન), અનન્તકાળ સુધી રહેનારું હોવાથી નન્ત, અને સર્વે સંપૂર્ણ દ્રવ્યાદિ શેય પદાર્થોને ગ્રહણ કરનાર હોવાથી સપરિશેષ એટલે સંપૂuf કહેવાય છે. ત્યાં એ ૫ પ્રકારના જ્ઞાનમાં પ્રથમ આભિનિબોધિક જ્ઞાન તો અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના ભેદથી ૪ પ્રકારનું છે. એ ૬૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો !૬ ના ૧.અભિલાપ = વચનગોચર અને પ્લાવિત = યુક્ત, અર્થાત્ વચનગોચરતાને પ્રાપ્ત થયેલા એટલે વચન ગોચરતાવાળા અર્થોના ગ્રહણમાં કારણરૂપ જે જ્ઞાન તે કૃતજ્ઞાન.
Jain Education International
For Private Scorsonal Use Only
www.jainelibrary.org