________________
શ્રી ગાતમસ્વામી
:૪:
ગીતમ મહા વિદ્વાન હતા પણુ આત્માનું સાચું જ્ઞાન હજી થયું નહતું. એટલે તેમને કોઇકેાઇ ખાખતમાં શકા પડતી અને તે નમ્રતાથી પ્રભુ મહાવીરને પૂછતા. પ્રભુ તેના ખરાખર ખુલાસા કરતા, એમાં પણ જો પેાતાની આછી સમજશુથી ન સમજાય તા ફરીથી પૂછતા. આ શકાઓ પૂછવાથી ને શીખેલ પર ચિંત્વન કરવાથી તેમનું જ્ઞાન ઘણું વધ્યું.
તેઓ તપ ઘણુંજ કરતા. આ તપના પ્રભાવથી તેમને ઘણી લબ્ધિ (શક્તિ) પ્રાપ્ત થઇ. જેમકે સૂર્યના કીરશુના આધારે પર્યંત ઉપર ચઢવું. એકજ વાસણુમાંથી હુજારા માણસોને ખવડાવવું વગેરે વગેરે. આવી આવી શક્તિએ તેમને પ્રાપ્ત થઇ છતાં તેનું અભિમાન નહિ, તેના ખાટા ઉપયાગ નિહ.
૨૬
શ્રી ગૌતમસ્વામીના ઉપદેશ બહુ સચાટ હતા. થાડીવારમાં જ તે ગમેતેવા માણુસને પણ સમજાવી શકતા. પ્રભુમહાવીર જાણે કે અમુકને ઉપદેશ દેવાની જરૂર છે તે તૈમનેજ માકલતા અને ગૌતમ તેને જરૂર એધ પમાડતા.
એક વખત પ્રભુ મહાવીર ને ગીતમસ્વામી વિહાર કરતા હતા. રસ્તામાં ખરા બપારે એક ખેતર પાસેથી પસાર થયા. એક ખેડુત હળ હાંકતા હતા. પ્રભુએ ગૌતમને કહ્યું: ગૌતમ ! આ ખેડુતને બેધ પમાય. ગીતમ તરતજ તે ખેડુત તરફ વળ્યા. પ્રભુ આગળ ચાલ્યા.
ગૌતમસ્યા મીએ ખેડુતની પાસે જઇને ઉપદેશ કર્યાં. ખેડુતને આત્મકલ્યાણ સાધવાના ઉમંગ થયા. એટલે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com