________________
કાન કઠિયારા
૧૮૯
એક વખત ત્યાં જ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજા તથા શેઠ શ્રીમત ને નગરના બધા લકા તેમને વંદન કરવા ગયા. આ વખતે રાજાએ પૂછ્યું: મુનિરાજ ! કઠિયારાને ચંદનની ખબર નહિ છતાં શ્રીપતિ શેઠે પાંચસે રૂપિયા આપ્યા. કાનાએ નિયમની ખાતર જતા કર્યા. તે રુપિયાને કાને જાતે આપેલા છતાં કાને ન આવ્યેા એટલે તે રૂપિયા મને સૉંપ્યા. મેં પણ તે તપાસતાં ખરા માલિકને શોધવાનું કહ્યું: અને કાના હાજર થતા તે તેને આપ્યા. આ બધામાં શ્રેષ્ઠ કાણુ ? મુનિ કહે, તમે બધા શ્રીમત હતા. કાનાના સયમ આગળ તમારા એ સયમ હિસાબમાં ન ગણાય. એ બધામાં શ્રેષ્ઠ તા કાનાજ.
પછી કાને પાતાના વિચારને અમલમાં મૂકયા. સયમના નિયમાથી ભરેલું સાધુજીવન સ્વીકાર્યું. કહેવાની જરૂર નથી કે તેણે પેાતાની પહેલી પ્રતિજ્ઞાની જેમ બધા નિયમા દૃઢતાથી પાળ્યા ! પ્રતિજ્ઞા લઇને પૂરી રીતે પાળનારનું આત્મક્લ્યાણ થાય એમાં નવાઇ શી !
વાંચક ! નાના પણ નિયમ લેતાં શિખજે. નિયમ લઇને પ્રાણાંતે પાળતાં પણ શિખજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com