________________
દશ શ્રાવક
૨૬૯ છેવટ સુધી સંયમી જીવન ગાળ્યું ને પિતાનું આત્મકલ્યાણ સાધ્યું.
કંડકાલિક.
કાંપિલ્યપુર નગરના આ મહા ધનાઢય ગૃહસ્થ હતા. તેમને પૂષા નામે સ્ત્રી હતી. તે પણ બહુજ સદ્દગુણી ને માયાળુ. તેણે ધર્મનું શિક્ષણ મળે તેવી શાળાઓ સ્થાપી. હતી અને બને તેટલે વિદ્યાને પ્રચાર કરવા મહેનત કરતી હતી. પ્રભુ મહાવીરના સમાગમથી ધણધણીઆણીએ આનંદના જેવું જીવન ગાળવાનો નિશ્ચય કર્યો હતે.
એક વખત કુંડકાલિક બપોરના સમયે બગીચામાં ગયા. તે વખતે કુદરતની શોભા જોઈ તેમના મનને શાંતિ થઇ. પાસે પડેલી શિલા પર પિતાનું ઉત્તરાસણ મૂક્યું.. હાથે પોતાના નામવાળી વીંટી હતી તે પણ કાઢીને ત્યાં મૂકી અને આત્માનું ધ્યાન ધરવા લાગ્યા. આ વખતે એકબનાવ બન્ચે કોઈ ગેબી અવાજે તેને કહેવા લાગ્યું. અરે. કંડકાલિક ! ગોશાળાની વાત કેવી મજાની છે? તે કહે છે. કે જે થવાનું હોય તેજ થાય છે. માટે તપ, જપ.ને મહેનત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com