________________
૨૮૨
સ્વાધ્યાય
સહુ તરફ પ્રેમ બતાવવાની ઈચ્છા થાય; જગતમાં ધર્મની મોટાઈ બતાવી શકાય એવી શકિત આવે.
હે નાથ ! મારા જીવનની ઝીણામાં ઝીણી ખખતે પણ વિવેક ને સાવધાનીવાળી થાયઃ જેમકે ખાવું, પીવું, હરવુ ફરવુ, બેોલવુ, વસ્તુઓ લેવી સૂકવી, નકામી વસ્તુઓ ફેંકી દેવી વગેરે. એ બધી ક્રિયાએ એવી રીતે થાય જેથી બીજાને જરા પણ નુકશાન ન થાય. હે નાથ ! મને કાંઇ ને કાંઇ તપ કરવાના મનેારથ થાવ. જો મારાથી ઉપવાસ, એકાસણા, આયંબિલ વગેરે ન બને તે છેવટે ઉણાદરીત્રત–ભુખ હાય તેથી બે કાળિયા આછું ખાવાના સયમ જરૂર કેળવાવ.
હે નાથ ! મારામાં સેવા ભાવના પ્રગટે. જેથી દીનદુખી, આંધળાં પાંગળાં, ઘરડાં, આતમાં આવી પડેલાં માણસાને હું કાઇ પણ રીતે ઉપયોગી થઇ શકુ.
હે નાથ ! મને સવારે ઉઠી આત્મચિંત્વન કરવાની ટેવ પડેા. સુતી વખતે દિવસના કામ સંભારી જવાની આદત પડા. જેથી હું મારી ભૂલો સુધારી આગળ વધી શકું.
હે નાથ ! આપની નિરંતર સેવાભકિત કરવાનું મન થજો. કદી મારા દુર્ભાગ્યે એમ ન બને તે આછામાં આછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com