________________
સ્વાધ્યાય
ગઈ કાલ કરતાં આજનું જીવન વધારે પવિત્ર થાય વધારે ઉંચું થાય એ કાંઈક નિશ્ચય કરે.
કોઈ પણ જાતના ભયને સ્થાન આપશે નહી. મન જીતવાને મહેનત કરજે. એકાગ્રતા, પુરૂષાર્થ ને ઉત્સાહમાં વધારો કરજે. નિરાશ તથા ખેદને તિલાંજલિ દેજે.
હૃદયમાં ભાવના ભાવ જો કે “અનંત શકિતમાન છું. ધારું તે કરી શકું તેમ છું. મારા માટે અશકય કશું જ નથી. ફકત તેને માટે પ્રબળ ઈચ્છા ને પ્રયત્નની જરૂર છે.”
મારે બંધન (પરતંત્રતા) મારા દેશનું જ છે. એમાંથી છુટું તો બધી રીતે પૂરેપૂરે વતંત્ર થાઉં. બધી જાતની ગુલામી મનની ગુલામીમાંથી જ જન્મે છે.
વળી વિચારજે કે માન્યતા બદલાય તે મારગ બદલાય. દિશા બદલાય તો દશા બદલાય.
પ્રમાદીને સઘળી બાજુથી ભય છે. અપ્રમાદીને કશે ભય નથી. વિલાસે તેટલા વિલાપ છે. ભેગ તેટલા રોગ છે.
હાલા વીરબાળ ! આ બધાનો વિચાર કરી દિવસના કામે વળગજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com