________________
- ૧૮૭
સવાધ્યાય
તમારે જે જે ફરજ બજાવવાની હોય તે ઉમદા મને બજાવજે. તેમાં કોઈ પણ રીતે તમને ઠપકો મળે તેવું વર્તન કરશે નહિ.
પુરુષાર્થ એ વિજય પ્રાણ છે. કદી એને છોડશે નહિ. ગમે તેટલા કટ પડે પણ નાહિમ્મત થશે નહિ. જે લીધેલા કામ પાછળ લાગ્યા રહેશો તો વિજ્ય જરૂર તમારો જ છે.
વખતની ખુબ કિસ્મત સમજજો. નકામે વખત ગુમાવતા નહિ, શકિત પ્રમાણે સઘળાં સારાં કામ આદરજો, બુરાનો ત્યાગ કરજો, એવું કશું કામ ન કરતાં જેથી પાછળથી પસ્તાવું પડે.
દિવસભર કામ કરી રાત્રે સુવા જાવ ત્યારે થોડી વાર વિચાર કરો ઃ આજનું ધારેલું કામ કેટલું થયું ? કેટલું બાકી રહ્યું ? આજની લીધેલી પ્રતિજ્ઞાઓ કેટલી પાળી ? કેટલી તોડી ? કાંઈ સારું કામ થયું ?
જે થયું હોય તે તે કરવાની ફરજ હતી, ન થયું હેય તે ફરજ ચુક્યા સમજજે. અને જો બુરું કામ થયું હેય તે શરમજે. બીજા દિવસે તેમ ન થાય તેવો નિશ્ચય
કરજો.
વળી વિચારજો કે આજે કાંઇ આગળ વધે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com