Book Title: Bal Granthavali Biji Shreni
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 285
________________ સવાધ્યાય ૨૮૧ હે નાથ! મારી ઇંદ્રિ પર કાબુ મેળવવાનું બળ આવે. જેથી ગમે તેવા ટાઢતાપકે ખડબચડા સ્પર્શ સહન કરી શકું. મનગમતા સ્પર્શમાં લેભાઈ ન જાઉં; લુપુ સુકું ને રસવિનાનું ભોજન પણ પ્રસન્ન મનથી ખાઈ શકું. સ્વાદિષ્ટ ભોજન જોઇ લલચાઈ ન જાઉં, ગમે તેવી દુર્ગધ પણ સહન કરી શકું; સુગંધમાં લેભાઇન જાઉં; ગમે તેવા અપ્રિય દેખાવો પણ જોઈ શકું મનગમતાં રૂપમાં લેભાઈ ન જાઉં. હે નાથ ! મને એવી સદબુદ્ધિ આવે જેથી હું જ્ઞાન ને જ્ઞાનીની નિરંતર ભક્તિ કરી શકું. જ્ઞાન મેળવવા માટે ગમે તેવા કષ્ટ સહન કરી શકું જ્ઞાન આપનારને કદી ભૂલી ન જાઉં. શુદ્ધ ભાષા ને શુદ્ધ અર્થ શીખી શકું. હે નાથ ! મને એવી સદ્દબુદ્ધિ મળે જેથી અહિંસા ને તપ માં દઢ શ્રદ્ધા થાય; હિંસા ને ભોગવિલાસની ભાવના ન થાય, સારા કામનું ફળ મળ્યા વિના રહેતું નથી એવો વિશ્વાસ આવે, કોઈ પણ જાતની લાલચેથી મારૂં મન સત્ય ને ન્યાયના માર્ગથી ડગી ન જાય; તેમજ ધર્મીવર્ગની પ્રશંસા કરવાનું મન થાય, ધર્મમાર્ગથી પડતા હોય તેને અટકાવવાનું મન થાય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300