________________
૨૮૦
સ્વાધ્યાય
હરખ ઉભરાવ. તેમના જેવા ગુણ મેળવવાની ઈચ્છા
થાવ.
હે નાથ ! જેઓ રેગ, શક, ભૂખતરસથી પીડાતા હોય
તેમને જોઈ મારા હૃદયમાં કરુણા (દયા) ઉત્પન્ન
થાવ. તેમને મદદ કરવાનો મનોરથ સાંપડો. હે નાથ ! જેઓ ખેટા માર્ગે ચડી ગયા હોય અને કોઈ
હિતેચ્છની શીખામણ પણ માનતા ન હોય તેવા તરફ મારું મન સમભાવવાળું થાવ. તેમના તરફ ક્રોધ કે ગુસ્સે કરી હું નાહક મારા આત્માને મલિન
ન કરૂં. હે નાથ ! મારું મન સુખમાં છકી ન જાય, દુઃખમાં ડરી * ન જાય તેવું થાવ. અને મને જોઈતી વસ્તુઓ મળી
જાય તે અભિમાન ન થાવ. ન મળે તો ખેદ ન થાવ. વળી સુખી કે દુઃખી હાલતમાં પણ મારું મન
સમભાવવાળું થાવ. હે નાથ ! મારામાં ક્ષમાને વાસ થાવ, ક્રોધને નાશ થાવ.
નમ્રતાને વાસ થાવ, અભિમાનને નાશ થાવ.
સરળતાનો વાસ થાવ. કપટ (માયા)ને નાશ થાવ. સંતેષને વાસ થાવ, ભિખારીવૃત્તિ (લેભ– તૃષ્ણા) નો નાશ થાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com