________________
દશ શ્રાવકો
સુરાદેવ
સુરાદેવ વારાણસીના એક ધનાઢય ગૃહસ્થ હતા. તેઓ જાતમહેનતથી આગળ વધેલા ને કામદેવ જેટલા ધનાઢયા હતા. તેમને ધન્ના નામે ગુણવાન સ્ત્રી હતી.
તેઓ દાન દેવામાં ઘણા જબરા હતા. અને એથી એમની કીર્તિ બધે ફેલાઈ ગઈ હતી. તે પ્રભુ મહાવીરના સમાગમમાં આવતા આનંદની જેમ વ્રતધારી થયા હતા. તેમની સ્ત્રી પણ વ્રતધારી થઈ હતી. તેઓ બને તેટલું પવિત્ર, જીવન ગાળતા હતા. તેઓ વ્રત લીધે ૧૪ વર્ષ થયા પછી ઘણે વખત ધર્મધ્યાનમાં રહેવા લાગ્યા. તેમની પણ ચુલણપિતાની જેમ આકરી કસોટી થઈ હતી. તેઓ ધ્યાનમાં હતા તે વખતે એક ભયંકર મૂર્તિ આવી. તેણે પુત્રોને મારી નાખવાની ધમકી આપી. પણ સુરાદેવ ડગ્યા નહિ. ચાર પુત્રોને મારી નાખતાં જોયા તે પણ તે ડર્યા નહિ. છેવટે તેમના શરીરમાં ભયંકર રોગ મૂકવાનું કહ્યું. તે સાંભળી સુરાદેવને લાગી આવ્યું. તે દુષ્ટને વધારે દુષ્ટતા કરતો. અટકાવવાની મરજી થઈ. અને તેથી તેને પકડવા મહેનત કરી. પણ તે તે દેવાયા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com