________________
દશ શ્રાવકે કહેવું માનવું નથી ? જે ત્યારે, આ તારા પુત્રને ઠાર મારૂં છું. એમ કહી તેણે નિર્દય કામ કર્યું. પછી બીજા પુત્રને મારવાની ધમકી આપી. છતાં ચલણી પિતા ડગ્યા નહિ. તે નિર્દયે બીજાને પણ ઠાર માર્યો ને તે પ્રમાણે ચાર પુત્રને ઠાર માર્યા. છેવટે તેણે કહ્યું હવે નહિ માને તે તારી માતાને ઠાર મારીશ. આ શબ્દો સાંભળતાં ચલણપિતાથી ન રહેવાયું. તેમને વિચાર આવ્યઃ આ કોઈ મહાપાપી લાગે છે. તેણે મારા ચાર કલૈયા કુંવરને તે ઠાર કર્યા. પણ મારી પૂજય માતાને પણ ઠાર કરશે. અરે ! એને આવું ઘોર કર્મ કરવા તે નજ દેવું. એમ વિચારી તેને પકડવા દોડયા.પણ આ શું? ત્યાં કોઈ નહિ. એક થાંભલા સાથે તેઓ અફળાયા. તેમની માતા જાગી ઉઠયા. તેમની પાસે આવી પહોંચ્યા ને બોલ્યાઃ બેટા ! આટલી મોડી રાતે આ શું કરે છે? ચુલણીપિતાએ બધી હકીકત કહી એટલે તેની માતાએ ખાતરી આપીઃ નક્કી એ દેવાયા હશે. અમે તો આ નિરાંતે ઊંઘીએ. બેટા ગમે તેમ થાય પણ વ્રતમાંથી ન ડગાય. તારી આટલી પણ નબળાઈજ ગણાય. માટે તેનું પ્રાયશ્ચિત છે. અને ચલણી પિતાએ તેનું પ્રાયશ્ચિત લીધું.
કેટલા મહાન ! પછી ફરી એવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞા લીધી ને ખુબ પવિત્ર જીવન ગાળ્યું. છેવટે અણુશણ કરી દેવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com