________________
૨૯૪
ખાને માત કરાવ્યા. ઝેરીલા માણસ શું નથી કરતા ?
હવે તેના મનને નિરાંત થઇ. તે સ્વચ્છ દે ફરવા લાગી. માણસ એક વખત નીચે પડે એટલે નીચે ને નીચે પડતે જાય તેમ રેવતીને પણ થયું. તેણે છાના દારૂ પીવા માંડયા. માંસ પણ વાપરવા માંડયું.
દશ શ્રાવકે
એવામાં નગરના રાજા શ્રેણિકે પડતુ વગડાવ્યા. “કાઇએ પ્રાણીને મારવું નહિ.' તેથી માંસ વેચાતું બધ થયું. રેવતીને તેની બુરી આદત. તેનાથી રહેવાય નહિ એટલે હુંમેશાં પેાતાના ગાકુળમાંથી બે નાના વાછરડાંઓને મારી નંખાવી તેનું માંસ ખાવા લાગી. આ બધું કામ એટલી બધી ચાલાકીથી તે કરતી કે કાઈને ખબર પણ ન પડે.
મહાશતક શ્રાવકે ચૈાદ વર્ષ સુધી વ્રત પાળ્યા. પછી તદ્દન એકાંતમાં રહી ધર્માંધ્યાન કરવાના વિચાર કર્યો. તેણે મોટા પુત્રને ધરના બધા કારભાર સોંપ્યા ને પાતે એક પાત્રધશાળામાં જઇને રહ્યા.
એક વખત તે ધ્યાનમાં બેઠા હતા. તે વખત રેવતી દારૂ પીને ગાંડીતુર બની તેમની પાસે આવી, તેમને અનેક રીતે ભેગ ભાગવવાની વિન ંતિ કરવા લાગી. પણ મહાશતક પેાતાના ધ્યાનમાંથી ડગ્યા નહિ. રેવતીએ ફરીફરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com