________________
દશ શ્રાવકે
ર૭૫
બે ત્રણ વાર કહ્યું. આ વખતે મહાશતકને અવધિજ્ઞાન થયેલું હતું. તે જ્ઞાનથી તેમણે રેવતીનું બધું ચારિત્ર જાયું તે ખીજાઈને બોલ્યા અરે પાપિણી! તું બહુ પાપ કરે છે માટે આજથી સાતમે દીવસે ઝાડાના રોગથી મરણ પામીશ. તારો વાસ નરકમાં થશે. પતિને આવો શાપ મળતાં જ તે ભય પામી. અને ખરેખર સાતમે દિવસે ઝાડાના રોગથી મરણ પામી. પાપીની ગતિ નરક સિવાય બીજી શું હોય ?
હવે વીર પ્રભુ ફરતાં ફરતાં ત્યાં આવી પહોંચ્યા. તેમણે મહાશતકની હકીક્ત પિતાના જ્ઞાનથી જાણી. અને ગૌતમને કહ્યું શ્રાવકથી પાપવાળા વચન બોલાય નહિ. મહાશતકે ક્રોધથી તેમ કર્યું છે. માટે તેને તેની ભૂલ સમજા ને ગ્ય પ્રાયશ્ચિત આપે.ગતમાં તેમની પાસે ગયા. મહાશતકે ભક્તિથી વંદન કર્યું. ગતમસ્વામીએ તેમની ભૂલ સમજાવી એટલે મહાશતકે તે કબુલ કરી. પ્રાયતિથી ગમે તેવા પાપ બળી જાય છે. પ્રાયશ્ચિત લઈને તે પવિત્ર થયા.
છેવટે શુભ વિચાર કરતાં મરણ પામ્યા. પવિત્ર જીવન ગાળનારની સદ્ગતિ થાય એમાં શું શંકા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com